સાઉથના આ 5 અભિનેતાઓ રહે છે આલિશાન ઘરોમાં, કિંમત જાણીને આંખો થઈ જશે પહોળી

હાલના સમયમાં બોલિવૂડ સ્ટાર્સને સાઉથ ફિલ્મોના અભિનેતાઓ મોટી ટક્કર આપી રહ્યા છે. એ કહેવું ખોટું નથી કે હાલના સમયમાં બોલિવૂડ ફિલ્મોથી વધારે સાઉથની ફિલ્મો લોકો પસંદ કરી રહ્યા છે. આજે અમે આપને સાઉથની ફિલ્મોના એવા સિતારાઓ વિશે જણાવીશું જેઓ ખૂબ જ મોંઘા ઘરોમાં રહે છે અને એકમેકને ટક્કર પણ આપી રહ્યા છે. આ દરેક અભિનેતાઓ ખાસ પ્રકારની ફી પણ તેમના રોલ માટે ચાર્જ કરે છે. તો જાણો કયા અભિનેતા પોતાના રોલ માટે કેટલા રૂપિયા કરે છે ચાર્જ અને તેમના આલીશાન ઘરની કિંમત પણ.

યશ

image source

ફિલ્મ રેજીએફ ચૈપ્ટર વનથી સાઉથ અભિનેતા યશે ખાસી લોકપ્રિયતા મેળવી હતી. જલ્દી તેમની ફિલ્મનો બીજો પાર્ટ પણ રીલિઝ થવાનો છે. આજે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. જાણીતા અભિનેતા યશની લક્ઝરીની વાત કરીએ તો તેઓ જે બંગલામાં રહે છે તેની કિંમત 3 કરોડ રૂપિયાની આસપાસની છે. ફિલ્મ કેડીએફ ચેપ્ટર વનમાં તેઓએ 200 કરોડની કમાણી કરી તો અભિનેતાએ તેની ફીમાં ત્રણ ગણો વધારો કરી દીધો છે. પહેલાં તેઓ એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા લેતા હતા. હવે તેઓ એક ફિલ્મ માટે 15 કરોડ રૂપિયાનો ચાર્જ રાખી રહ્યા છે.

પ્રભાસ

image source

ફિલ્મ બાહુબલી અને બાહુબલી 2માં કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા છે. બાહુબલી ફિલ્મના કારણે જ પ્રભાસને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી. પ્રભાસ હૈદરાબાદમાં એક આલીખાન ફાર્મ હાઉસમાં રહે છે. તેની કિંમત 7 કરોડ રૂપિયાની આસપાસની છે. તેમના ફાર્મ હાઉસમાં અનેક પ્રકારની સુવિધાઓ પણ છે.

મહેશ બાબૂ

image source

મહેશ બાબૂ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હેન્ડસમ અભિનેતા છે. તેમની ફિલ્મોને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. આ એક ફિલ્મને માટે કરોડો રૂપિયાની ફી લે છે. મહેશ બાબૂના ઘરની વાત કરીએ તો તેની કિંમત 10 કરોડ રૂપિયાની છે. તેમના મોટા ઘરમાં સ્વિમિંગ પૂલ છે જેમાં તે ખાસ કરીને તેમના બાળકો સાથે મસ્તી કરતા હોય છે. એટલું નહીં તેમના ઘરમાં મંદિર માટે પણ એક અલગ રૂમ બનાવાયો છે.

નાગાર્જુન

image source

નાગાર્જુન સાઉથની ફિલ્મોમાં અમીર અભિનેતાઓના લિસ્ટમાં નામ ધરાવે છે. તેમની કુલ સંપત્તિ 3000 કરોડ રૂપિયાની આસપાસની છે. તેઓએ કરિયરમાં અનેક હિટ ફિલ્મો કરી છે અને નામ કમાયું છે. નાગાર્જુનનું ઘર હૈદરાબાદના જુબલિ હિલ્સમાં આવેલું છે અને આલિશાન રીતે તેને ડેકોરેટ પણ કરાયું છે.

રજનીકાંત

image source

રજનીકાંતનું ઘર કોઈ સપનાની દુનિયાથી ઓછું નથી. તેને ફક્ત રજનીકાંતે જ બનાવ્યું છે. રજનીકાંતે ચેન્નઈમાં પણ એક આલિશાન ઘર બનાવ્યું છે. જે કોઈ સેવન સ્ટાર હોટલથી ઉતરતું નથી. આ ઘર એટલું તો આલિશાન રીતે બનાવાયું છે કે તેની કિંમતનો પણ અંદાજ લગાવવો મુશ્કેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ