ત્રણ વર્ષના લાંબા સમયકાળ બાદ થયુ કુતરા અને તેના માલિકનુ ભાવભર્યુ મિલન…

મિત્રો, હાલ વિશ્વમા રોજબરોજ અનેકવિધ એવી વિચિત્ર ઘટનાઓ ઘટતી રહેતી હોય છે. આ ઘટનાઓ એટલી વિચિત્ર હોય છે કે, જેને સાંભળ્યા બાદ તમે થોડીવાર માટે ઊંડી વિચારસરણીમા સરી પડો છો. આજે આ લેખમા તમને એક એવી વિચિત્ર ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે સાંભળીને તમારી આંખોમાંથી આંસુ સારી પડશે.

image source

ડેબ્રા અને લોલા છૂટા પડ્યા તેને આજે ત્રણ વર્ષ વીતી ચુક્યા હતા. આ બંને એ આશા જ છોડી દીધી હતી કે, જીવનમા તે બંનેની ક્યારેય ભેંટ થશે કે નહી પરંતુ, એક દિવસ જ્યારે લોલા એકાએક સામે આવી જાય છે. જ્યારે ડેબ્રાએ લોલા ને જોયુ ત્યારે તેને તેણી આંખો અને ભાગ્ય બંને પર વિશ્વાસ જ નહિ આવે.

image source

આ આખો કિસ્સો ડેબ્રા અને તેના પાલતુ કૂતરા લોલોની છે. મિશિગનમા પોતાના માલિકથી દૂર થયા પછી ડેબ્રાની આંખોમા આંસુ આવી ગયા હતા. શિકાગોની દંપતીની મુલાકાત દરમિયાન લોલા ગુમ થઈ હતી. ડ્યુપેજ કાઉન્ટીની એનિમલ વેલ્ફેર સર્વિસે કૂતરાને તેના માલિક સાથે મર્જ કરી દીધા.

image source

તેના કૂતરા લોલા ને મળ્યા પછી ડેબ્રા મજેઉરે જણાવ્યુ કે, મને અત્યારે એવી લાગણી નો અનુભવ થઇ રહ્યો છે કે, મારુ સ્વપ્ન સાકાર થઇ ચુક્યુ છે. મિશિગનમા કલામજુમામા વર્ષ ૨૦૧૭ મા લોલા ઘરથી ત્યારે નીકળી ગયુ હતુ જ્યારે મેજેઉર દંપતી એલફ ગ્રોવ ગામડામા પોતાના એક મિત્રને મળવા માટે ગયા હતા. જ્યારે તે તેના મિત્રને ઘરેથી પરત આવ્યા તો તેમણે લોલા ને ઘરની આસપાસ શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ, તે આસપાસ ક્યાય મળ્યું નહિ.

image source

તેમણે તેમના કુતરાની શોધ કરવા માટે અનેકવિધ પ્રયાસો કર્યા. તેમણે તેમના કૂતરાની શોધ માટે અનેકવિધ સેવાઓનો ઉપયોગ પણ કર્યો. આ ઉપરાંત જગ્યાએ જગ્યાએ નોટીસ પણ મોકલી હતી પરંતુ, તેનાથી કોઈ જ પ્રકારની સફળતા મળી નથી. હાલ, ગયા અઠવાડિયે ગ્લેંડલ હાઇટ્સ, ઇલિનોઇસમાં એક દંપતીએ ડ્યુપેજ કાઉન્ટીના વહીવટને ફોન કર્યો હતો તો તેમણે જણાવ્યુ કે, તે છેલ્લા કેટલાક વર્ષોથી રક્ષિત વન વિસ્તારમા લોલાને જોઈ રહ્યા છે.

image source

તે લોલા સુધી નિયમિત ભોજન પહોંચાડતા હતા અને લોલા પણ આ અધિકારી સાથે ખુબ જ સારી રીતે ભળી ગયો હતો. લોલાની સાચી ઓળખ તેના માલિકે તેના પર લાગેલી માઇક્રોચિપથી કરી . ડેબ્રા મેજેઉરે જણાવ્યુ કે, મને થોડી પણ આશા નહોતી કે હવે અમે મળીશુ. એવુ પણ લાગ્યુ હતુ કે, હવે લોલા પાછુ નહિ આવે. કાશ તે જણાવી શકતુ કે, મારા વિના ત્રણ વર્ષ તે કેમ રહ્યુ અને તેણે આ સમય દરમિયાન શું-શું ભોગવ્યુ હતુ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ