ફેસ્ટિવલમાં લાગો સૌથી આકર્ષક, જહાન્વી કપૂરની આ સ્ટાઇલ કરો ફોલો.

જાહ્નવી કપૂરની સ્ટાઈલ તહેવારોની આ સિઝનમાં છે એકદમ હોટફેવરિટ… તમે પણ એવું લૂક અપનાવીને વટ પડાવી લેજો…

image source

આપણે સામાન્ય દિવસોમાં ગમે તેટલાં આરામદાયક કોટનના સાદા ડ્રેસ કે વેસ્ટર્ન કૂર્તિ અને ટોપ્સ પહેરતાં હોઈએ પણ નવરાત્રી કે દિવાળી જેવા તહેવારો આવે એટલે આપણને સૌને ટ્રેડિશનલ અને એથેનિક વેર પહેરવાની ઇચ્છા થઈ જ જાય છે. આપણી પાસે બેગ ભરીને કે કબાટમાં ઠસોઠસ તહેવારમાં પહેરાય એવાં કપડાં હોય તોય દર વર્ષે એકાદ તો નવી જોડી લેવાની ઇચ્છા થઈ જાવે. દર વર્ષે બદલાયેલી ફેશન પ્રમાણે કંઈને કંઈ નવા બદલાવ આવતા હોય છે. કલર્સ, પેટર્ન અને સ્ટાઈલ મુજબ લેટેસ્ટ ટ્રેન્ડ ચાલતો હોય એવા કપડાં લેવાની મજા પણ કંઈક ઓર જ હોય છે.

image source

એજ રીતે જોઈએ તો દર વર્ષે ફિલ્મી અભિનેત્રીઓ અને ફિલ્મમાં આવેલ ફેશન પ્રમાણે આ ટ્રેન્ડ પણ બદલાતા રહે છે. આ વર્ષે ટ્રેન્ડમાં નવી અભિનેત્રી જાહ્નવી કપૂર એકદમ હોટફેવરિટ છે. લોકોને તેની ફિલ્મો અને ફેશન ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ત્યારે તેનો લૂક અને ટ્રેન્ડ પણ અપનાવવામાં આજની યુવતીઓ પાછળ નથી… આવો જોઈએ શું છે આ વખતે લેટેસ્ટ ફેસ્ટીવલ ફેશન સ્ટાઈલ…

જાહ્નવી કપૂરની એથેનિક સ્ટાઈલ છે ટ્રેન્ડમાં…

image source

આજની આધુનિક મહિલાઓ અનેક સ્ટાઈલના જુદી જુદી રીતે મોર્ડન ડ્રેસ પહેરે છે, પરંતુ તહેવારની મોસમ શરૂ થતાંની સાથે જ તેઓ પારંપરિક વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે. જો તમે પણ તહેવારની સીઝનમાં ભારતીય પરંપરાવાળા એથનિક વસ્ત્રો પહેરવા માંગતા હો, તો તમે જાહ્નવી કપૂરની આ સ્ટાઈલિસ ફેશનમાંથી પ્રેરણા લઈ શકો છો. જાહ્નવી કપૂરે પોતાની પહેલી જ ફિલ્મથી લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવી લીધું છે.

image source

ધડક ગર્લ જાહ્નવી ફેશન સ્ટાઈલિંગ્માં અન્ય નવી અભિનેત્રીઓથી સહેજ પણ પાછળ નથી. વેસ્ટર્ન વસ્ત્રો હોય કે પછી ભારતીય, તે દરેક લૂકમાં ખૂબ જ સારી લાગે છે. ભલે તે સાડી હોય કે સલવાર સૂટ હોય કે લહેંગા, તેમનો દરેક લૂક અન્ય કરતા અનેક રીતે એકદમ જુદો પડે છે. હાલમાં એક જાહેરાત પણ ટીવીમાં જોવા મળી રહી છે, જેમાં એક ફેશન બ્રાન્ડ માટે જાહ્નવી અને વિકિ કૌશલ જુદા જુદા ટ્રેડિશનલ લૂકમાં પોઝ આપીને દિવાળીની પાર્ટીમાં હાજરી આપી રહ્યા છે.

image source

તેમને એ એડમાં પહેરેલાં કપડાં અને મેકઅપ અને ઝ્વેલરી પરથી આ વખતના તહેવારનો ટ્રેન્ડ જરૂર જોઈ લઈ શકાય એમ છે. જો તમે પણ બોલીવુડ સેલિબ્રેટીની જેમ તહેવારોની સીઝનમાં સ્ટાઇલિશ દેખાવા માંગતા હો, તો તમે આ દિવાળીના સમયમાં જાહ્નવી કપૂરના આ નવા લુકને ફોલો કરવું જરૂર ગમશે.

લોંગ લહેંગા સ્ટાઈલ…

image source

જો તમે જાહ્નવીની જેમ યંગ લેડી છો અને તહેવારની સિઝનમાં લાઇટવેઇટ લહેંગા પહેરવા માંગતા હો તો જાહ્નવીનો આ લુક તમારા ઉપર એકદમ સારો રહેશે. આ લુકમાં જાહ્નવીએ વ્હાઇટ રફલ ક્રોપ ટોપ સાથે સ્કાય બ્લુ કલરની બટરફ્લાય પ્રિન્ટ લોંગ સ્કર્ટ પહેરેલે છે. જાહ્નવીનો આ આઉટફિટ અબુ જાની સંદિપ ખોસલાએ ડિઝાઇન કર્યો છે. આ સાથે જાહ્નવીએ જયપુરમ બ્રાન્ડની ઇયરિંગ્સ પહેરી છે. તેનો દેખાવ તદ્દન સાદો હોવા છતાં પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

શ્વેત વસ્ત્રોની સુંદરતા…

image source

જો તમે નવા પરિણીત છો અને તમારા સાસરાના ઘરે આ તમારો પહેલો તહેવાર ઉજવાઈ રહ્યો છે તો તમે ચોક્કસપણે વધુ આખર્ષક દેખાવ અપનાવવા માંગતા હશો. આવી સ્થિતિમાં, તમે જાહ્નવીના આ દેખાવ પરથી પ્રેરણા લઈને તમારા કપડાં પસંદ કરી શકો છો. આ લુકમાં જાહ્નવીએ સિંગલ સ્ટ્રેપ ચોલી સાથે વ્હાઇટ એમ્બ્રોઇડરીંગ મિરર વર્ક લહેંગાની જોડી પહેરેલ છે. જાહ્નવીનો આ લહેંગા બ્રાન્ડ ફાલ્ગુનિનો શનપીકોકનો છે, જેની સાથે જાહ્નવીએ મેક-અપ એકદમ લાઈટ રાખેલ છે.

ટ્રેડિશનલ રેડ એન્ડ ગોલ્ડન

image source

જાહ્નવીના આ લુકને તમે કરવા ચૌથથી લઈને દિવાળી સુધી અને અન્ય લગ્ન પ્રસંગોમાં કોઈપણ વખતે પહેરી લઈ શકાય તેવો છે. આ લુકમાં જાહ્નવી કપૂરે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો ગોલ્ડન લહેંગા પહેરેલ છે. જે દેખાવમાં એકદમ સરસ અને જાજરમાન લાગે છે. જાહ્નવીએ ગોલ્ડન લેહેંગા સાથે રેડ દુપટ્ટાની જોડી કરી છે. આ આખો ગેટઅટક એકદમ કમ્પ્લીટ દેખાઈ રહ્યો છે.

સાડી કાયમ ટ્રેન્ડમાં રહે છે…

image source

જો તહેવાર દરમિયાન કોઈ પણ રંગમાં લાલ પછી સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, તો તે લીલો છે. તમે પણ આ રંગને ભારતીય વસ્ત્રોમાં ચોલી દુપટ્ટા કે સાડી તરીકે પહેરી લઈ શકો છો, ખાસ કરીને જાહ્નવી કપૂરના આ લુકમાં જાહ્નવીએ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલી ગ્રીન ટાઇ સાડી પહેરી છે એ રીતની ડિઝાઈનર વર્કની સાડીઓ ખૂબ જ પસંદ કરાય છે. તેમાં પલ્લુને એક બાજુ ઓછી પ્લીટ આપીને ખભ્ભા પાસેથી પાલવને ખુલ્લો રાખવામાં આવે છે. આ સાથે જાહ્નવી કપૂરે ગળામાં ડિઝાઇનર ચોકર પહેર્યું છે, જે તેના લુકને એકદમ કમ્પ્લીટ બનાવે છે. જાહ્નવીનો મેકઅપ પણ આ લૂકમાં ખૂબ જ હળવો રાખ્યો છે.

image source

લાઈટ વેઈટ સાડીઓ…

image source

કેટલીક સ્ત્રીઓને લાગે છે કે તેઓએ તહેવારની સિઝનમાં ખૂબ જ ચમક દમકવાળાં ભારેભરકમ કપડાં જ પહેરવા જોઈએ. ખરેખર તમારે તેવું કરવાની જરૂર નથી. તમે સિમ્પલ કપડાંમાં પણ ખૂબ જ સુંદર દેખાઈ શકો છો અને જાહ્નવીનો આ લુક તમને તે દેખાડી રહ્યું છે. ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની આ લાલ સાડી પાતળી ગોલ્ડન ઝરી બોર્ડર ધરાવે છે, જે તેને વધુ સુંદર બનાવે છે. આ સાથે જાહ્નવીએ લાઈટ બ્લાઉઝ સાથે પહેર્યું છે. આ સાથે જાહ્નવીએ આમ્રપાલી જ્વેલર્સની માળા પહેરી છે.

તો તૈયારી કરી લો, આ તહેવારોમાં તમે કેવો લુક પસંદ કરશો…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ