રાત્રે વાળ ધોવાથી થાય છે આ ૩ નુકસાન, આવી રીતે રાખો વાળની સંભાળ.

રાત્રે વાળ ધોવાથી આ ૩ મોટી વાળની સમસ્યાઓ થઈ સકે છે. રાત્રે વાળ ની સારી રીતે સંભાળ રાખવા માટે અપનાવો આ સરળ રસ્તા.

image source

સવારનો સામે એવો હોય છે જ્યારે મહિલાઓ ખૂબ વધારે વ્યસ્ત હોય છે. સવારે ઘરનું કામકાજ જોવું, બાળકોને શાળાએ મોકલવા અને ઓફિસની તૈયારી કરવી જેવા ઘણા બધા કામો હોય છે. અને આ કામોની સાથે વાળ ને સાંભળવા ખૂબ મુશ્કેલ થઈ જાય છે. વાળને શેમ્પૂ કરવાના હોય તો વાળ ધોવા અને પછી તેને ધોવા અને તેમાંથી ગૂંચ કાઢવી અને સુકવવામાં પણ તો સામે લાગે છે.

image source

કેટલીક સ્ત્રીઓ સવારના સામે ની આ ગડમથલ માંથી બચવા માટે રાત્રે વાળ ધોવે છે. જો તમે પણ એવું કરો છો તો સાવધાન થઈ જાઓ, આનાથી તમારા વાળ કમજોર થઈ સકે છે અને તમારા વાળ ને લગતી ઘણી સમસ્યાઓ થઈ સકે છે. જાણો કે રાત્રે વાળ ધોવાથી કેવા પ્રકાર ની સમસ્યાઓ ઉદભવી સકે છે.

ભીના વાળ થી વાળ ની સમસ્યાઓ વધી સકે છે

image source

સ્ત્રીઓ જો રાત્રે વાળ ધોવે તો તેઓ સરખી રીતે સુકાઈ સકતા નથી. સામાન્ય રીતે સ્ત્રીઓ ઘરના બધા કામ પતાવીને વાળ ધોતી હોય છે. મોદી રાત્રે વાળ ધોવાથી તેમણે સુકવવા માટે સમય નથી વધતો. રાત્રે વાળ ભીના રઈ જવાને કારણે અને વાતાવરણમાં થતાં ફેરફાર ને કારણે તમને ઠંડી લાગી સકે છે અને તમે બીમાર પડી સકો છો. અને ભીના વાળને ગૂંચ કાઢ્યા વગર રઈ જાય તો તે વધારે અટવાઈ સકે છે. જો તમે ભીના વાળને જ ઓળો છો તો વાળ ખરવાની સમસ્યા પણ થઈ સકે છે, કેમ કે ભીના વાળ વધારે નાજુક હોય છે.

વાળમાં ડેંડ્રફ થઈ શકે છે

image source

જો વાળ ભીના રઈ જાય તો તેમ ચેપ લાગવાની સમસ્યા પણ ઉદભવી સકે છે. ભીના વાળથી વાળ ખરવા, ડેન્ડ્રફ અને માથામાં ખંજવાળ ની સમસ્યાઓ થઈ સકે છે. તે જ કારણ થી જો વધારે જરૂરી ના હોય તો રાત્રે વાળ ધોવાનું ટાળો.

વાળ ગૂંચવાઈ જાય છે

image source

વાળને ધોયા પછી જો તરત તેમાંથી ગૂંચ કાઢવામાં ન આવે તો તે વધારે ગૂંચવાઈ જાય છે અને રાત્રે જો સ્ત્રીઓ થાક કે ઊંઘના કારણે વાળની ગૂંચ કાઢ્યા વિના જ સૂઈ જાય તો તે વધારે ગૂંચવાઈ જાય છે. તેનાથી વાળની ગૂંચ કાઢવામાં વધારે સમય લાગે છે.

image source

આવી રીતે રાખો વાળની સંભાળ

• જો તમારે સવારે વેલા ઊઠીને ઓફિસ કે કોઈ બીજા કામ માટે બહાર જવું પડે છે તો તમે તેના માટે નાના નાના ઉપાયો કરી શકો છો જેનાથી તમારા વાળ પણ સુંવાળા રહેસે અને વાળ ખારવા કે કમજોર થવાનો ભય પણ નહીં રહે.

image source

• જો રાત્રે ખૂબ જ જરૂરી હોય તો જ વાળ ધોવા પરંતુ તેને રોજની ટેવ ન બનાવો. વાળને ધોયા પછી, તેમાં ચોક્કસપણે કન્ડિશનર પણ લગાવો. એનાથી તમારા વાળને પોષણ પણ મળસે અને તે વધારે ગુંચવાશે નહીં. ખાલી એ વાતનું ધ્યાન રાખો કે તમારે ફક્ત વાળ સંપૂર્ણપણે સુકાઈ જાય પછી જ સૂવું, જેથી વાળમાં કોઈ ચેપ લાગવાનો ભય પણ ન રહે.

image source

• જ્યારે તમે ટુવાલથી વાળ સાફ કરી લીધા પછી, ત્યારે જાડા કાંસકા વડે વાળમાંની થોડી ગૂંચ કાઢી લેવી. આ પછી થોડી વાર પછી વાળને હળવા હાથે કાંસકોથી ઓળવા. તેનાથી તમારા વાળ ઝડપથી સુકાઈ જશે.

image source

• વાળ સુકાઈ ગયા પછી તેમને ઢીલા બાંધી દો. આનાથી સવારના સમયે વાળ વધારે ગુંચવાશે નહીં.

image source

• જો તમારે સવારે તમારા વાળ માટે ફ્રેશ દેખાવ જોઈતો હોય, તો પછી તમે વાળને થોડા ભીના કરીને તેમાં લિવ-ઇન કંડિશનર, ડ્રાય શેમ્પૂ અથવા લીવૉન અજમાવી શકો છો. આ તમારા વાળને એકદમ ફ્રેશ લુક આપશે અને તમારે વાળ ધોવા માટે પણ મહેનત કરવી પડશે નહીં. લિવ-ઇન કન્ડિશનર્સ, લિવૉન અને ડ્રાય શેમ્પૂ તમારા વાળને નરમ અને સુંવાળા બનાવે છે અને તમે તમારા વાળ ઝડપથી ઓળીને અન્ય આવશ્યક કાર્યોમાં ધ્યાન આપી શકો છો.

નિષ્ણાત શું કહે છે?

બ્યૂટી એક્સપર્ટ શેનાઝ હુસેનનું માનવું છે કે,

image source

‘જે સ્ત્રીઓના વાળ તૈલી હોય છે તેમણે અઠવાડિયામાં ૩ થી ૪ વખત એમના વાળ ધોવા જોઈએ અને જે સ્ત્રીઓના વાળ સૂકા છે, એમને અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વખત એમના વાળ જરૂર ધોવા જોઈએ. વાળને ધોવાથી એમ રહેલી ગંદકી અને કેમિકલ્સ નીકળી જાય છે, પરંતુ વાળ ને વધારે પણ ણા ધોવા જોઈએ, કેમ કે એનાથી માથાની ચામડી પર કુદરતી રીતે ઉત્પન્ન થતું કુદરતી તેલ ઉત્પન્ન થવાનું બંધ થઈ જાય છે, જે વાળ ને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે. વાળને વધારે ધોવાથી વાળ સૂકા થઈ શકે છે અને માથામાં ખંજવાળ ની સમસ્યા થઈ શકે છે. વાળનું સ્વાસ્થય સારું રાખવા માટે કેમિકલવાળ શેમ્પૂ ને બદલે કુદરતી તત્વો ધરાવતા શેમ્પૂનો ઉપયોગ કરવો વધારે યોગ્ય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ