તબાહીનું મંજર, 80થી પણ વધુ મકાનો એકસાથે કાદવમાં વહી ગયા, વીડિયો વાયરલ થતાં જ દુનિયામાં હાહાકાર મચી ગયો

હાલમાં જાપાનના પાણીએ તબાહી મચાવી દીધી હતી. ત્યાંનાં શિઝુઓકા પ્રાંતના દરિયા કિનારે આવેલા આતામી શહેરમાં સતત ભારે વરસાદનો થયો હતો. આ પછી ભૂસ્ખલન થયું હતું. તેમાં ઘણા મકાનો વહી ગયા હતા. સ્થિતિ એવી બની હતી કે કાદવનું એવું તેજ વહેણ આવ્યું કે એક પછી એક ઘર કાગળના ટુકડા હોય તે રીતે પડવા લાગ્યા હતાં. જાણવા મળ્યું છે કે આ દરમિયાન ઘણા લોકો ગુમ થયા હતા. આ દુર્ઘટનાના કેટલાક વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યા છે જેમાં બધા મકાનોનો પૂરમાં વહી રહ્યાં છે.

એક રિપોર્ટ મુજબ શનિવાર સુધીમાં ભૂસ્ખલનથી 130 ઇમારતો ધરાશાયી થઈ હતી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મકાનો કેવી રીતે પાણીનાં વહેણ સાથે ધરાશાયી થઈ રહ્યાં છે. પાણીનાં વહેણમાં જે પણ બિલ્ડિંગ આવે છે વહેણ તેને તેની સાથે વહાવીને લઈ જાય છે. આ વીડિયોમાં એક બિલ્ડિંગ પણ પડતી જોવા મળી રહી છે જેના આધારે આ વહેણની ગંભીરતા સમજી શકાય છે. ત્યાંનાં એક પ્રત્યક્ષદર્શીએ એનએચકેને કહ્યું હતું કે તેણે અચાનક જ એક ભયંકર અવાજ સાંભળ્યો. આ પછી જ્યારે તેણે અવાજની દિશામાં જોયું ત્યારે ત્યાં પાછળથી કાદવ સાથે કાટમાળ વહી રહ્યો હતો.

આ સાથે બચાવ કાર્યકરો પણ લોકોને મકાન ખાલી કરવાની અપીલ કરી રહ્યા હતા. આ વીડિયોને જોઈને તમે સમજી શકશો કે ખરેખર આ આપત્તિ કેટલી ભયંકર હતી. ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીનું આ અંગે કહેવું છે કે આ દુર્ઘટનામાં 80 મકાનો સંપૂર્ણ રીતે લુપ્ત થઈ ચૂક્યાં છે. આ વિશે જ્યારે જાપાનના વડા પ્રધાન યોશીહિદે સુગા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે બચાવકર્તા કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે કે જે લોકો જલદીથી મદદ મળે તેવી રાહ જોઈને બેઠા છે.

image source

ગયાં વર્ષે પણ જાપાનમાં આવી જ એક મોટી આફત આવી હતી. જ્યાં જાપાનના દક્ષિણમાં આવેલાં ક્યુશુ ટાપુ પર મુશળધાર વરસાદ, ભૂસ્ખલન અને પૂરથી તારાજી સર્જાઈ છે અને જેમાં ઓછામાં ઓછા 14 લોકોનાં મૃત્યુ થયાં છે. તે સમયે પણ લાખો લોકોને પોતાનાં ઘરો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. સ્થિતિ એવી બની હતી કે કુમામોટો પ્રાંતમાં કુમા નદી પણ પોતાના સામાન્ય સ્તરથી ઉપર વહી રહી હતી. વડા પ્રધાન આબેએ 10 હજાર સૈનિકોને બચાવકાર્યમાં તહેનાત કર્યા હતા અને લોકોને ચેતવણી આપતાં કહ્યું કે આ વખતે ભારે વરસાદની આશંકા છે એવામાં લોકો ‘વધારે સાવધાન’ રહે. તે સમયે ભારે વરસાદના કારણે આ ટાપુના કુમામોટો અને કગોશિમા પ્રાંત વધારે પ્રભાવિત થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong