બે વિશ્વ યુદ્ધનો સાક્ષી રહ્યો છે આ જીવ, 189 વર્ષની ઉંમરે હજુ પણ છે નોટ આઉટ

સમગ્ર વિશ્વમાં રોજે રોજ લોકો અવ નવા રેકોર્ડ બનાવતા રહે છે. જેમાના ઘણા રેકોર્ડ તો એટલા વિચિત્ર હોય છે કે આપણને સાંભળીને હસવુ આવવા લાગે. આ ઉપરાંત ઘણા સાહસિક એવા હેરતઅંગેજ રેકોર્ડ બનાવે છે જેને જોઈને આપણી આંખો ચાર થઈ જાય. હવે આ વાત તો રહી માણસોની પરંતુ આજે અમે તમને પ્રાણીઓએ બનાવેલા કેટલાક અદભૂત રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1. ટેક્સાસના મિલર પરિવારના ગોલ્ડન રીટ્રીવર પ્રજાતિના Augie નામના કૂતરા પાસે એક સાથે 6 ટેનિસ બોલને પકડવાનો વર્લ્ડ રેકોર્ડ છે. અને આ બોલને મોઢામાં બીજા કોઈ વ્યક્તિ મૂકી દેતા નથી પરંતુ તે જાતે જ તેના મોંથી 6 બોલ ઉઠાવી શકે છે.

Finley with all six balls in his mouth
image source

2. Anastasia નામનો કૂતરો સૌથી ઝડપથી 100 ફુગ્ગાઓ ફોડવાનો રેકોર્ડ ધરાવે છે. આ કૂતરાએ લોસ એન્જલસમાં Regis and Kellyમાં 44.49 સેકન્ડમાં 100 ફુગ્ગા ફોડ્યા હતા.

3. KneeHi નામનો ગધેડો અત્યાર સુધીનો સૌથી નાનો ગધેડો છે, જેની લંબાઈ માત્ર 64.2 સેમી (25.29 ઇંચ) છે અને તે અમેરિકાના જેમ્સ, ફ્રેન્કી અને રાયન લી દ્વારા ઉછેરવામાં આવ્યો હતો.

image source

4. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, વિશ્વની સૌથી ખતરનાક કીડી બુલડોગ કીડી છે તેનું આ નામ તેમના આક્રમક અને નિર્ભીક સ્વભાવને કારણે રાખવામાં આવ્યું છે, જે એકવાર હુમલો કર્યા પછી એક સાથે અનેક ડંખ મારે છે અને દરેક ડંખ વખતે શિકાર પર પોતાનું ઝેર છોડે છે

5. જોનાથન નામનો કાચબો જમીન પર રહેતા જીવોમાં સૌથી લાંબી ઉમરનો જીવ છે, જેનો જન્મ 1832 માં થયો હતો અને 2021માં તે 189 વર્ષનો થઈ ગયો છે. આ કાચબાએ વિશ્વ યુદ્ધ 1 અને 2 બંને દરમિયાન જીવતો હતો.

Jonathan (left) with another giant tortoise (1886)[6][2]
image source
6. ખારા પાણીના મગરના જડબાઓની તાકાત વિશ્વના કોઈપણ પ્રાણીમાં સૌથી વધુ છે. તેના ડંખની તાકાત 3700 પાઉન્ડ/ચોરસ ઇંચ છે, જ્યારે મનુષ્યની ચાવવાની શક્તિ ફક્ત 890 પાઉન્ડ/ ચોરસ ઈંચ છે. આ મગર કોઈપણ લોખંડના થાંભલાને એક જ ઝાટકે ચાવી શકે છે.

image source

7. સ્પર્મ વ્હેલનો અવાજ આ પૃથ્વી પરના કોઈપણ પ્રાણીની સરખામણીએ સૌથી મોટો અવાજ છે. તેની ધ્વનિ ક્ષમતા 200 ડેસિબલ્સ માપવામાં આવી છે જ્યારે 150 ડેસિબલ અવાજ સરેરાશ લોકોના કાનના પડદા ફાડવા માટે પૂરતો છે.

image source

8. Franchesca નામના સસલાના નામે સૌથી લાંબા ફર(વાળ) માટેનો વિશ્વ રેકોર્ડ છે. તેની ફર લંબાઈ 14.37 ઇંચ હતી.

Longest fur on a rabbit
image source

9. Box Jellyfishનું ઝેર વિશ્વમાં હાજર કોઈપણ પ્રાણીમાં સૌથી જીવલેણ માનવામાં આવે છે. તેનું ઝેર મનુષ્યના હૃદય અને નર્વસ પ્રણાલીને અસર કરે છે, જેના કારણે ઘણી વખત મનુષ્ય કાંઠે પહોંચે તે પહેલા જ મરી જાય છે.

10 ohtlikumat loomariigi esindajat, keda ei tasu vihaseks ajada - Lemmikloom
image source

10. Hercules નામનો વાઘ બિલાડીની જાતિનો સૌથી મોટો સભ્ય છે, જેની લંબાઈ 131 ઇંચ છે અને વજન 922 પાઉન્ડ છે. આ વાઘને નેટફ્લિક્સ શો ટાઇગર કિંગમાં પણ કાસ્ટ કરવામાં આવ્યો છે.

image source

11. Norman નામના કૂતરાના નામે સ્કૂટરમાં સૌથી ઝડપી 30 મીટરનુ અંતર કાપવાનો વર્લ્ડ રેકોર્ડ છે, જે 2013 માં બનાવ્યો હતો, અને 30 મીટરનું અંતર પૂર્ણ કરવામાં તેણે ફક્ત 20.77 સેકન્ડનો સમય લીધો હતો.

image source

12. એક બકરી દ્વારા સૌથી દૂર 36 મીટરના અંતર સુધી સ્કેટબોર્ડનો વિશ્વ રેકોર્ડ અમેરિકાની Happie નામની બકરીના નામે છે. આ બકરીએ 25 સેકન્ડમાં આ અંતર કાપ્યું હતું.

image source

13. હાલની જીવિત સાપની પ્રજાતિઓમાં સૌથી મોટા સાપનો વિશ્વ વિક્રમ Medusa નામના Reticulated Python ના નામે છે. તેની લંબાઈ 7.67 મીટર (25 ફૂટ 2 ઇંચ) હતી.

reticulated python in Malaysia
image source

14. બિગ જેક નામનો ઘોડો વિશ્વનો સૌથી ઉંચો ઘોડો છે. તેની ઉંચાઈ 210.19 સે.મી. (82.75 ઇંચ) માપવામાં આવી હતી.

15. Horned Dung Beetle એ આપણા પૃથ્વી પરનુ સૌથી શક્તિશાળી પ્રાણી છે જે પોતાના શરીરના વજન કરતાં 1160 ગણા ભારને ધક્કો મારી શકે છે, જે એક વ્યક્તિ દ્વારા 8 બસોને ધક્કો મારવા બરાબર છે.

image source

16. ટેલિગ્રાફ અનુસાર, આફ્રિકન હાથીઓને પૃથ્વી પરના કોઈપણ પ્રાણીની તુલનામાં ગંધની શ્રેષ્ઠ ક્ષમતા હોય છે. તેમની સુઘવાની ક્ષમતા કૂતરા કરતા બે વધારે છે.

17. Arctic Tern પ્રવાસી પક્ષીઓ એ વિશ્વની સૌથી વધારે અથવા લાંબી મુસાફરી કરનારા પક્ષીઓ છે. તેઓ તેમના સ્થળાંતર દરમિયાન પૂર્વીય આર્કટિક ભાગોથી દક્ષિણ એન્ટાર્કટિકા તરફ આશરે 50,000 માઇલની મુસાફરી કરે છે.

image source

18. જીવંત પક્ષી પ્રજાતિઓમાં સૌથી મોટા ઇંડાનું વજન 2.589 કિલો છે. જે સ્વીડનમાં કેર્સ્ટિન અને ગુન્નર સાહલીનના ફાર્મમાં એક શાહમૃગ દ્વારા 2008 માં આપવામાં આવ્યુ હતુ.

19. Colossal Squidની આંખો પૃથ્વી પરના કોઈપણ પ્રાણીમાં સૌથી મોટી છે. તેની આંખો 11 ઇંચ વ્યાસ સુધીની છે, જે એક ફૂટબોલના કદ જેટલી છે.

image source

20. National Geographicના 2014 ના સંશોધન મુજબ, Cuvier’s Beaked Whale સમુદ્રમાં 9,874 ફુટ જેટલી ઉંડાઈ સુધી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું, જે કોઈપણ પ્રાણી દ્વારા સૌથી ઉંડી ડુબકી છે. અને આ ઉંડાઈ સુધી પહોંચવામાં 2 કલાક અને 17 મિનિટનો સમય લાગ્યો છે, જે અત્યાર સુધીની સૌથી લાંબી ડૂબકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong