તારક મેહતા..’ના કલાકારો માત્ર ઓન સ્ક્રીન જ નહીં પણ ઓફ સ્ક્રીન પણ ભેગા મળીને કરે છે મસ્તી

‘તારક મેહતા….’ના કલાકારો માત્ર ઓન સ્ક્રીન જ નહીં પણ ઓફ સ્ક્રીન પણ ભેગા મળીને મસ્તી કરે છે ? જાણો કોને કોની સાથૈ સૌધી વધારે બને છે

image source

તારક મેહતા ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં ચાલતા સૌથી લાંબા શોમાંનો એક શો છે. જ્યારથી આ કોમેડી સિરિઝનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી સતત સિરિયલમાં ઉભા કરવામાં આવતા પ્રસંગો અને તેના કારણે ઉભી થતી રમૂજો લોકોનું દીલ જીતતા આવ્યા છે. એક ગુજરાતી તરીકે આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે આ સિરિયલ ગુજરાતના જાણીતા હાસ્ય લેખક તારક મહેતાની હાસ્ય નવલકથા ‘દુનિયાને ઉંધા ચશ્મા’ પરથી બનાવવામાં આવી છે.

image source

શોલે ફીલ્મના પાત્રોની જેમ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પાત્રો પણ દેશના ઘરે ઘરે જાણીતા બની ગયા છે. અને તેમનો ફેન વર્ગ લાખોની સંખ્યામાં છે. જ્યારે આ સિરિયલનું સૌપ્રથમવાર પ્રસારણ કરવામાં આવ્યું ત્યારે સિરિયલના નિર્માતાઓને એવો જરા પણ અંદાજો નહોતો કે આ સિરિઝને આટલી બધી સફળતા મળશે અને તેમણે એવું ક્યારેય નહોતું વિચાર્યું કે તે સતત 12 વર્ષ સુધી લોકોને મનોરંજન પુરુ પાડશે.

આ સિરિયલની અપાર લોકપ્રિયતાના કારણે તેમના ફેન્સ તેમના વિષે નવું નવું જાણવા માટે હંમેશા આતુર રહે છે. તો આજે અમે તમારા માટે તેમની કેટલીક એવી અજાણી વાતો લઈને આવ્યા છે જેને જાણીને તમને પણ મજા આવશે અને આશ્ચર્ય પણ થશે.

image source

જો તમે તારક મેહતા… સિરિયલના નિયમિત વ્યૂઅર્સ હશો તો તમે જાણતા જ હશો કે આ સિરિયલમાં ગોકુલધામ સોસાયટિમાં રહેતા 6 ફેમિલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે ગડા, મેહતા, ભીડે, હાથી, ઐયર, સોઢી અને પોપટલાલનું એક વ્યક્તિનું કુટુંબ. સિરિયલમાં કેટલીકવાર આ કુટુંબો વચ્ચે મીઠા મીઠા ઝઘડા પણ બતાવવમાં આવ્યા છે.

તારક મેહતા…ના સેટ પર નિર્માતાઓ દ્વારા તો ભોજન આપવામાં આવે જ છે તેમ છતાં કલાકારો પોતાના ઘરનું ભોજન પણ સાથે લઈને આવે છે. તેઓ ઘરનું ભોજન ખાવાનો આગ્રહ રાખે છે. અને મુંબઈના ટીફીનવાળા આ બાબતમાં તેમની ખાસી મદદ કરે છે કારણ કે તેઓ તેમના ઘરેથી પેક કરી આપવામાં આવેલું ટીફીન સેટ પર કલાકારોને યોગ્ય સમયે પહોંચાડી દે છે.

image source

ઘરેથી ટિફિન મંગાવનારા કલાકારોમાં દિલીપ જોષી, મંદાર ચંદાવરકર એટલે કે મિ. ભીડે, શ્યામ પાઠક, અમિત ભટ્ટ એટલે કે આપણા ચંપક કાકા, જેનિફર મિસ્ત્રીનો સમાવેશ થાય છે. અને આ બધા જ એક સાથે જમવા બેસે છે. જેનિફરને દિલીપ જોષીના ટીફીનમાંનું લીલુ મરચૂ ખૂબ પસંદ છે. તો વળી ગૃપમાં ચંપક ચાચાનું ડુંગળી બટાટાનું શાક ખૂબ પ્રિય છે.

પોપટલાલ તો ઘણીવાર પોતાના ટીફીનમાં દાળભાત પણ લાવે છે અને સાઉથ ઇન્ડિયન પત્નીને પરણ્યા હોવાથી તેમના ટીફીનમાં અવારનવાર સાઉથ ઇન્ડિયન વાનગીઓ પણ આવે છે. આ ઉપરાંત સાથી કલાકારોને તેમના ટીફીનનું ફરસાણ પણ ખૂબ પસંદ છે.

image source

દિલીપ જોષી એટલે કે આપણા જેઠા લાલને સિરિયલમાં ઉંધિયુ, ફાફડા, જલેબી વિગેરે ખાતા બતાવવામાં આવે છે તેમને વાસ્તવમાં હેલ્ધી ફૂડ એટલે કે સલાડ વિગેરે વધારે પસંદ છે. તેમના પત્ની સલાડ સ્વાદિષ્ટ બનાવે છે. દિલીપ જોષી ભાત બિલકુલ નથી લેતા. તેઓ એક હેલ્ધી ડાયેટ ફોલો કરે છે.

તમને એમ લાગતું હશે કે ઐયરનો ઉલ્લેખ ક્યાંય ન આવ્યો તો તમને જણાવી દઈએ કે સેટ પર સૌથી ઓછું બોલનાર કોઈ હોય તો તે તનુજ મહાશબ્દે એટલે કે મિ. ઐયર છે. તેઓ સેટ પર સૌથી શાંત રહે છે.

image source

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે અમુક વ્યક્તિને અમુક વ્યક્તિ સાથે વધારે ફાવે તો બીજી વ્યક્તિ સાથે ઓછું ફાવે. તારક મહેતા…ની ઓફ સ્ક્રીન વાત કરીએ તો સિરિયલમાં મિસિસ સોઢીનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રીને મિસિસ ભીડે એટલે કે સોનાલિકા જોષી અને અબંકિા રજનકર એટલે કે મિસિસ હાથી સાથે વધારે મનમેળ છે.

જેનીફર મિસ્ત્રીનું કહેવું છે કે તે બન્ને સ્વભાવે ખૂબ જ આધ્યાત્મિક હોવાથી તેને તેમની સાથે વધારે બને છે. આ બન્નેમાં પણ

તેમને અંબિકા સાથે વધારે બને છે કારણ કે તેમનું આંતરિક જ્ઞાન ખૂબ છે અને તે બન્નેમાં એક સામાન્ય વાત પણ છે અને તે છે તેમની ગટ ફિલિંગ.

image source

સેટ પર દરેક કલાકારને તેમના મેકઅપ રૂમ આપવામાં આવ્યા છે અને ત્યાં જ તેમની આરામ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શોટ્સ વચ્ચે જે કલાકારોનું કામ ન હોય તેઓ પોતાના રૂમમાં જઈને આરામ કરી શકે છે. એમ પણ ટીવી સીરીયલમાં કલાકારો સતત 12-14 કલાક કામ કરતા હોય છે માટે તેમના માટે આરામ કરવો પણ ખૂબ જરૂરી છે.

image source

જો કે કેટલાક કલાકારો મેકઅપ રૂમ શેર કરવાનું પણ પસંદ કરે છે. જેમાં મિસિસ હાથી એટલે કે અંબિકા રજનકર અને બબીતાજી એટલે કે મુનમુન દત્તા સાથે મેકઅપ રૂમ શેર કરે છે. તો બીજી બાજુ જેનિફર અને સોનાલિકા મેકઅપ રૂમ શેર કરે છે. જ્યારે અંજલી ભાભી એટલે કે નેહા મેહતાનો મેકઅપ રૂમ અલગ રાખવામાં આવ્યો છે. જો કે દરેક કલાકારની આરામની વ્યવસ્થા અલાયદી કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ