30 વર્ષ જૂની ‘મેને પ્યાર કિયા’ના કિસિંગ સીનનો રીક્રીએટ વિડીયો સલમાને કર્યો શેર, જોઇ લો જલદી તમે પણ

સલમાન ખાને પોતાની પ્રથમ ફિલ્મ મેને પ્યાર કિયાના કિસિંગ સીનને કર્યો રીક્રીએટ જુઓ રસપ્રદ વિડિયો

image source

સમગ્ર દેશમાં કોવીડ 19ના ફેલાવાને અટકાવવાના હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને તેના કારણે બોલીવૂડ સ્ટાર્સ પણ પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. સલમાન ખાન પણ હાલ પોતાના પનવેલ ખાતેના ફાર્મ હાઉસમાં લોકડાઉન દરમિયાન સમય પસાર કરી રહ્યો છે. અને ત્યાંના રહેવાસ દરમિયાનની તેની કેટલીક વિડિયો તેમ જ તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા અવારનવાર શેર કરતો રહે છે.

તાજેતરમાં સલમાને પોતાની લીડ એક્ટર તરીકેની પ્રથમ ફિલ્મ મૈને પ્યાર કિયાનો એક રોમેન્ટિક સીન રીક્રીએટ કરીને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો હતો. તેણે પોતાની આ ફિલ્મનો ઓરીજનલ સીન અને પોતે રિક્રિએટ કરેલા સિન એમ બન્ને વિડિયો ટ્વીટર પર શેર કર્યા હતા.

તેણે રીક્રીએટ કરેલા સીનમાં તે લીપસ્ટીકથી બનાવેલા માર્કને કીસ કરવાની જગ્યાએ તે તેને સેનેટાઇઝરથી સાફ કરી રહ્યો છે. હા તે આ વડિયોમાં લીપસ્ટીકના માર્કને ગાભાથી સાફ કરી રહ્યો છે. અને તેણે આ વિડિયો ટ્વીટ કરતી વખતે એક ટુંકું કેપ્શન પણ લખ્યું છે, ‘જો મૈને પ્યાર કિયા અત્યારે રિલિઝ થઈ હોત તો’

image source

સલમાનના ટ્વિટ પર તેણે સૌ પ્રથમ તો મેને પ્યાર કિયા હૈનો સીન બતાવ્યો છે જેમાં તે પોતાની પ્રેમિકાની યાદમાં અરીસા પરના લીપસ્ટીકના માર્કને દુઃખી થઈને કીસ કરી રહ્યો છે અને ત્યાર બાદ તેણે હાલ પોતે રીક્રીએટ કરેલો વિડિયો બતાવ્યો છે જેમાં તે લીપસ્ટીકના માર્કને સેનેટાઇઝરથી સાફ કરી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે સલમાને કોવીડ-19 વિષે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હોય. પણ થોડા સમય પહેલાં તેણે પોતાના ભત્રીજા એટલે કે સોહેલ ખાનના દીકરા સાથે એક વિડિયો શેર કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે તેનો ભત્રીજો છેલ્લા ઘણા સમયથી પોતાના પિતાને નથી મળી શક્યો અને તે પોતે પણ પોતાના માતાપિતાથી છેલ્લા ઘણા સમયથી દૂર રહેવા મજબૂર બન્યો છે. તેણે લોકોને ચેતવતા જણાવ્યું હતું કે હું ડરી ગયો છું તમે પણ ડરો અને ઘરમાં રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ