સ્વીટી પટેલ હત્યાનો ઘટનાક્રમઃ અજય અને હત્યામાં મદદ કરનાર તેના મિત્ર સામે નોંધાઈ હત્યાની ફરિયાદ

છેલ્લા એક માસ કરતાં પણ વધુ સમયથી જે કેસ ચર્ચાનો વિષય બન્યો હતો તે સ્વીટી પટેલ મર્ડર કેસ અંતે ઉકેલાય ગયો છે અને આરોપી તેનો પતિ જ નીકળ્યો છે. આ કેસમાં થયેલા ઘટસ્ફોટથી ભારે ચકચાર મચી છે. સ્વીટી પટેલની હત્યા તેના જ પતિ અને પોલીસ કર્મીએ કરી હોવાનું ખુલ્યા બાદ સ્વીટી પટેલના નાના ભાઇએ તેના બનેવી અને તેના મિત્ર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. સ્વીટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમે હત્યારા પતિ અજય દેસાઇ અને તેના મિત્ર જેણે આ સમગ્ર ઘટનામાં તેની મદદ કરી તેવા કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ અજય અને કિરીટના રિમાન્ડ માટે બંનેને કરજણ કોર્ટમાં રજુ કરવામાં આવશે.

image soucre

સ્વીટી પટેલના ભાઈની ફરિયાદના આધારે અજય દેસાઇ અને કિરીટસિંહ દોલુભા જાડેજા વિરુદ્ધ હત્યાના ગુનાની ફરિયાદ નોંધાઈ છે. બંનેની ધરપકડ કરતાં પહેલા તેમના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા જે નેગેટિવ આવ્યા બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

image source

 

image soucre

આ કેસમાં ચાલતી તપાસની વિગતો પર નજર કરીએ તો ક્રાઈમ બ્રાંચ ઘટનાસ્થળ પરથી મળેલા માનવ કંકાલનું ફરીથી પીએમ કરાવી રહી છે. પોલીસને હાડકાના 17 જેટલા ટુકડા મળ્યા હતા. આ પીએમ સાત કલાક ચાલ્યું હતું. આ કેસમાં હવે એસડીએસ અને ડીએનએ રિપોર્ટ પેન્ડિંગ છે. આ સિવાય પોલીસે મકાનમાંથી ઓશીકા પણ કબજે કર્યા છે અને બાથરુમની સીંકમાંથી મળેલા લોહીના નમૂના અંગે પણ વિગતો આવવી બાકી છે. જો કે આ રિપોર્ટ આવે તે પહેલા જ પોલીસ સામે અજયે હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. તે સતત 49 દિવસથી પોલીસને ગેરમાર્ગે દોરતો હતો પરંતુ અંતે પોલીસની કાર્યવાહી સામે હત્યારો અજય પણ ભાંગી પડ્યો. જાણવા એમ પણ મળ્યું છે કે અજયે તેના બંને સાળાને સ્વીટીનું મર્ડર કેમ કર્યું તે કહ્યું હતું. આ અંગે અજયને તેના સાળા સામે બેસાડી પુછપરછ કરવામાં આવી હતી.

સ્વીટી પટેલના પહેલા લગ્નથી લઈ હત્યા સુધીનો ઘટનાક્રમ

image soucre

સ્વીટી પટેલને તેના મૃત્યુ સુધી લઈ જનાર ઘટનાક્રમની શરુઆત થઈ હતી વર્ષ 2001માં જ્યારે સ્વીટીએ જાણીતા ક્રિકેટરના પિતરાઈ ભાઈ હેતશ સાથે લવ મેરેજ કર્યા. લવ મેરેજ કરવાના કારણે પરિવારે બંનેને સ્વીકાર્યા નહીં. જો કે આ લગ્ન પણ લાંબુ ચાલ્યા નહીં અને 2013માં સ્વીટીના છૂટાછેડા થયા. આ લગ્નથી સ્વીટીને બે દીકરા હતા જે પિતા સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે. છૂટાછેડા બાદ સ્વીટી એક મહિના માટે આણંદ હતી અને ત્યારબાદ અમદાવાદમાં તેના મિત્ર સાથે રહેવા લાગી હતી.

image soucre

આ સમય હતો વર્ષ 2014 દરમિયાન સ્વીટીનો સંપર્ક ઓનલાઈન યુએસએના કમલ પટેલ નામના વ્યક્તિ સાથે થઈ અને તેણે આર્ય સમાજ વિધિથી લગ્ન કર્યા. લગ્ન બાદ સ્વીટી યૂએસએ ગઈ પરંતુ પતિ સાથે વિવાદ થતાં વર્ષ 2016માં તેણે બીજા પતિથી પણ છૂટાછેડા લીધા અને અમદાવાદ પરત ફરી. અહીં 2017માં તેનો સંપર્ક થયો અજય સાથે. અજય સાથએ પણ તેણે ફુલહાર કરી ભગવાનની સાક્ષીએ લગ્ન કરી લીધા. આ લગ્ન બાદ સ્વીટી અમદાવાદ, વડોદરા અને કરજણ એમ ત્રણેય જગ્યાએ સમયાંતરે રહેતી હતી. પરંતુ આ લગ્નમાં પણ સમસ્યાઓ સર્જાવા લાગી અને હવે સ્વીટીનું અસ્તિત્વ જ રહ્યું નહીં..

image soucre

અજયે ઠંડા કલેજે સ્વીટીનું મર્ડર કર્યુ અને ત્યાર બાદ તે ગુમ થઈ હોવાની વાત ઉપજાવી કાઢી. સ્વીટીની હત્યા પછી તેની લાશ ઠેંકાણે પાડવા માટે અજયે તેના બાળકને સાળાને ત્યાં મોકલી દીધો હતો. સ્વીટીને શોધવાના બહાને અજયે તેની લાશને ઠેકાણે પાડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong