પોરબંદરની આ યુવતીએ કર્યું એવું કે ગુજરાતનું નામ વિશ્વમાં થયું રોશન, જાણીને તમને પણ લાગશે નવાઈ

આજકાલની યુવતીઓ દુનિયાના કોઈપણ ક્ષેત્રમાં જરાય પાછળ નથી રહી એવામાં કેનેડામાં ગુજરાતની આ દીકરી ગુજરાતનું નામ રોશન કરી રહી છે. ગુજરાતના પોરબંદર શહેરની દીકરી એરોનોટિકલ એન્જીનિયર બની કેનેડામાં પ્લેનના બહારના બોડી પાર્ટ્સ બનાવે છે.

image soucre

ગુજરાતના પોરબંદરમાં જન્મેલી નિશા ઓડેદરાએ એરોનોટિકલ એન્જીનિયર ડિગ્રી મેળવવા માટે કેનેડા ગઈ હતી અને ત્યાં જ નિશાએ પ્લેન બનાવવાની ડિઝાઈન અને પ્લેનના બહારના બોડી પાર્ટ્સ બનાવી પાયલોટની તાલીમ મેળવી લીધી હતી અને જ્યારે નિશાને ડિગ્રી મળી તો તેના પરિવારના બધા જ લોકો ખૂબ જ ખુશ થયા હતા.

તમને જણાવી દઈએ કે ગુજરાતનું નામ રોશન કરનારી દીકરી નિશાના પિતા નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરા ભૂતકાળમા એરપોર્ટ વિસ્તારમાં ગાયો, ભેંસો ચરાવી તેમનું ગુજરાન ચલાવતા હતા. નિશાના પિતાએ આકાશમાં ઉડતા પ્લેનને જોઈને વિચાર્યું હતું કે, એક દિવસ મારા સંતાન પણ પ્લેન ઉડાડશે અને આ સપનું આજે એમની દીકરીએ સાકાર કરીને બતાવ્યું છે.

હાલ નિશાના પિતા નાથાભાઈ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલ છે અને ગુજરાતનાં કોંગ્રેસ જિલ્લા સમિતિના પ્રમુખ પણ છે. ધોરણ 10 સુધીનો અભ્યાસ નિશાએ પોરબંદરમાં કર્યો ત્યાર બાદ આગળ અભ્યાસ માટે નિશા રાજકોટ ગઈ હતી અને એ પછી તે ચેન્નાઈ ગઈ અને પોતાની કોલેજ પૂરી કરી હતી.

image soucre

ત્યાર બાદ નિશાએ આગળના માસ્ટર ડિગ્રી માટે યુકે યુનિવર્સિટીમાં 17 મહિનાનો કોર્સ કર્યો હતો અને તે પછી માસ્ટર ડિગ્રી મેળવી તે પોરબંદર આવીને રહી હતી અને પરમેનન્ટ રેસિડેન્ટ માટે કેનેડા એપ્લાય કર્યું હતું. કેનેડાની સરકારે નિશાની રેસિડેન્ટ એપ્લાય સ્વીકારી લીધું અને તે કંપની દ્વારા લાયસન્સની પ્રક્રિયા હાથ ધરી છે.

કંપની દ્વારા નિશાને પાયલોટ માટેની તાલીમ લઈ રહી છે અને તે ત્યાં જ રહેતા પોર્ટુગલમાં પોતાની જ્ઞાતિના જ યુવક સાથે લગ્ન કર્યાં છે. અને હાલ નિશા કેનેડા ખાતે પ્લેન બનાવવાની ડિઝાઈન અને પ્લેનના બહારના બોડી પાર્ટ્સ બનાવી રહી છે.
તમને જણાવી દઈએ કે નિશાએ એરોનોટિકલ એન્જીનિયર ડિગ્રી મેળવી કેનેડામાં જ પ્લેન બનાવવાની ડિઝાઈન અને પ્લેનના બહારના બોડી પાર્ટ્સ બનાવે છે.

નિશાએ એના સપના વિષે તેના પિતાને કહ્યું છે કે, પાંચ વર્ષ પછી પોતે પ્લેનની ડિઝાઈન બનાવી કંપની ખોલીને પ્લેન બનાવી લોન્ચ કરશે તે સપનું છે. પોરબંદરની આ દીકરી નિશા એરોનોટિકલ એન્જીનીયર બની કેનેડા ખાતે પ્લેનના બહારના બોડી પાર્ટ્સ બનાવે છે. સોશિયલ મીડિયામાં નિશાના પ્લેનની તાલિમ લેતી હોય તેવા ફોટા પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong