ભારતીય હવામાન વિભાગની આગાહી આ વખતે સારી પડી હોય તેમ આગાહી અનુસાર 24 જુલાઈ અને શનિવારથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ શરુ થયો છે. 24 જુલાઈ અને શનિવારએ ગુજરાત તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયો છે. હજુ પણ આજે અને કાલે એટલે કે 27 જુલાઈ સુધી કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ દમણ-દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય આગામી 28 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેમ જ દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ અને કચ્છમાં વરસાદ પડી શકે છે.

જો કે છેલ્લા 24 કલાકના વરસાદમાં જ અનેક જિલ્લામાં જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ચુકી છે અને નદીઓ ગાંડીતૂર થઈ છે. જો કે આ સ્થિતિમાં રાજ્યના 50થી વધુ માર્ગો પણ બંધ છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના પરિણામે રાજ્યના 56 રસ્તા ઓવરટેપીગ ના કારણે બંધ. જેમાં પંચાયતના 54, 1 સ્ટેટ હાઈવે અને અન્ય એક રસ્તો બંધ છે.

આ 56 રસ્તાની વિગતો પર નજર કરીએ તો આ તમામ રસ્તા વાહનોની અવર જવર માટે બંધ થઈ ચુક્યા છે. જેમાંથી 54 પંચાયત હસ્તકના રસ્તાઓ છે અને 1 જામનગર જિલ્લાનો સ્ટેટ હાઈવે બંધ છે. પંચાયત હસ્તકના જે રસ્તાઓ બંધ છે તેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના છે. અહીંના 30 રસ્તા બંધ છે. આ સિવાય ડાંગમાં 9, તાપીમાં 5, સુરતના 4 રસ્તા અતિશય વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે.

અહીં ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો રસ્તો પણ બંધ થઈ ચુક્યો છે. આ સિવાય દાહોદ ખાતે 1 અને છોટાઉદેયપુરમાં 2 રસ્તા બંધ છે. વાત કરીએ મહેસાણાના બહુચરાજીના તો અહીં ડેડણા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યું છે જેના કારણે દુર્ઘટના ન સર્જાય તે માટે વાહનની અવરજવર બંધ કરવી પડી છે આ સ્થિતિમાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો બંધ થવાથી હાલ બહુચરાજી ડેડાણાનો સંપૂર્ણ વાહન વ્યવહાર ખોરવાયો છે.

સૌરાષ્ટ્રમાં પણ સ્થિતિ આવી જ છે અહીં 24 કલાકમાં થયેલા વરસાદના પહેલા અનેક નદી-નાળા છલકાતા વરસાદી પાણી પુલ સહિતના રસ્તા પર ફરી વળ્યા છે. રાજકોટ જિલ્લામાં આવેલા રતનપર, જારીયા, ખોરાણાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર બંધ થયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong