સૂતા પહેલા કરો ફક્ત આ – મળશે ચમકતી ત્વચા ફક્ત થોડા જ દિવસોમાં…

ચહેરાની રોનક સાચવવા સુતા પહેલા આટલી સંભાળ જરૂર રાખો.

સુંદર દેખાવાની ઈચ્છા સૌ કોઈને રહે છે.સૌની એવી ઇચ્છા હોય છે કે આપણે જેવા આજે દેખાઈએ છીએ એવા જ દસ વર્ષ પછી પણ દેખાઈએ ,ચહેરાની ત્વચા સદાકાળ યુવાન રહે એવી ઈચ્છા પ્રત્યેક વ્યક્તિ ધરાવે છે.વધતી જતી વયની સૌપ્રથમ ઘોષણા ત્વચા કરી જાણે છે માટે તેની યોગ્ય સારસંભાળ રાખવી જરૂરી છે .

image source

શક્ય છે કે રોજિંદી દોડ ભાગમાં દિવસ દરમ્યાન ચહેરાની સાર સંભાળ કરવાનો સમય મળ્યો ન હોય પરંતુ આખા દિવસની કાર્યવાહી દરમિયાન ઘરમાં હોઇએ કે બહાર ચહેરા/ત્વચા ઉપર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉપરાંત વાતાવરણમાં રહેલી ધુળ અને રજકણ અસર કરતાં જ હોય છે. માટે રાતે સુતા પહેલા ચહેરા ની સાર સંભાળ કરવી જરૂરી છે.એનું મુખ્ય કારણ એ પણ ખરું કે આખા દિવસ દરમિયાન અસ્વચ્છ થયેલી ત્વચાની સરખી સાફ-સફાઈ થાય.

image source

આપણી નિદ્રાવસ્થા દરમિયાન શરીરના આંતરિક અવયયોની પ્રક્રિયા, બ્લડ સર્ક્યુલેશન તેમજ ટીશ્યુ રિપેરિંગનું કામ શરીર વધુ સારી રીતે કરે છે .આપણી ત્વચાના સેલનુ વધુ સારી રીતે હીલિંગ પણ નીંદરવસ્થામાં થતું હોય છે.માટે ચહેરો ચોખ્ખો સાફ કરીને સૂતા હોઈએ તો ત્વચાના સેલ વધુ સારી રીતે કામ કરી શકે છે.

જેને કારણે આપણી ત્વચા ચમકદાર ,મુલાયમ અને તાજગીસભર રહે છે જે ત્વચાની યુવાની પણ જીવંત રાખી શકે છે.

રાત્રે સુતા પહેલા ત્વચાની સારી સંભાળ માટે આટલું અવશ્ય કરો.

image source

સુતા પહેલા સારા ફેસવોશથી ચહેરા પર હળવે હાથે મસાજ કરી ચહેરો સાફ કરવો અને રૂમ ટેમ્પરેચર વાળા ચોખ્ખા પાણીએ ધોવો.સુતા પહેલા ચહેરાની સાફ સફાઈ કરવી આવશ્યક છે.ફેસવોશ કરવાનો સમય ન મળે તો ચોખ્ખા પાણીથી પણ ચહેરો ધોવો જોઈએ.

image source

હકીકતમાં ચહેરો ધોયા બાદ ત્વચાને સ્વસ્થ અને પોષણયુક્ત રાખવા માટે હર્બલ ફેસમાસ્ક નો પણ ઉપયોગ કરવો જોઈએ.ચહેરા પર મુલતાની માટી, કાકડીનો રસ અથવા ચંદન પાવડર નો હળવો લેપ કરીને પાંચ-સાત મિનિટ રાખી ચહેરો પાણીથી સાફ કરી નાખો.

image source

રાતે સુતા પહેલા આંખો નીચે આંખના ક્રીમનું મસાજ કરવાથી આંખ નીચે થતા ડાર્ક સર્કલ્સમાં ઘટાડો થાય છે અને આંખો નીચે પડતી કરચલીઓ પણ દૂર કરી શકાય છે. વધતી જતી ઉંમર એનું કામ જરૂર કરે છે પરંતુ ત્વચાની યોગ્ય માવજત કરવાથી ત્વચા પરની ઉંમરને પાંચ-સાત વર્ષ પાછી જરૂર ધકેલી શકાય છે.ડોક્ટરની સલાહ અનુસાર રાત્રે આંખમાં આઈ ડ્રોપ નાખીને સૂવાથી આંખની પણ રક્ષા થાય છે અને દિવસ દરમિયાનનો થાક દૂર થાય છે.

image source

ત્વચામાં તાજગી લાવવા અને ત્વચાનું મોઈશ્ચર જાળવી રાખવા માટે માત્ર ચહેરા પર જ નહીં પરંતુ પૂરા શરીર પર ક્રીમ લોશન અથવા તો કોપરેલ લગાવવું જોઈએ.તેનાથી ત્વચા મોઇસ્ચરાઇઝડ રહે છે અને કરચલી પણ પડતી નથી.

image source

ચામડી ની સાથે સાથે વાળમાં પણ હળવે હાથે તેલનું મસાજ કરવાથી વાળને પણ પોષણ મળે છે.વાળની ત્વચા પણ ચોખ્ખી અને તૈલીય રહે છે. ઉપરાંત આખા દિવસનો થાક દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.સ્વસ્થ અને પૂરતી ઊંઘ મળવાથી પણ ત્વચાનું સ્વાસ્થય જળવાઈ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ