ચામડીમાં પડે એ કરચલીઓ? – તો આ ૫ રીતે વાપરો નારિયેળનું તેલ…

નાળિયેર તેલના આ ઉપયોગથી ચહેરા પરની કરચલીઓ આ રીતે કરો દૂર

ભારતિય સંસ્કૃતિમા તેલનું અત્યંત મહત્ત્વ છે. તે પછી ખાવાનું તેલ હોય, મસાજ કરવાનું તેલ હોય કે પછી માથામાં નાખવાનું તેલ હોય. બાળક જન્મે ત્યારથી તેને તેલ વડે મસાજ કરવામાં આવે છે અને મોટું થયા બાદ તેના વાળને ઘેરા બનાવવા માટે પણ નિયમિત ચંપી કરવામાં આવે છે. આમ તેલનો ઉપયોગ ડગલેને પગલે કરવામાં આવે છે. તેમ છતાં આપણે સામાન્ય લોકો તેલના ઘણા બધા ઉપયોગો વિષે અજાણ છીએ.

image source

આજે અમે તમારી સમક્ષ નાળિયેર તેલનો એક અદ્ભુત ઉપયોગ લઈને આવ્યા છીએ. આ ઉપયોગ કરીને તમે તમારા ચહેરા પરની કરચલીઓ ખુબ જ સરળતાથી દૂર કરી શકો છો.

હા, ચહેરા પરની કરચલીઓ જે દરેક મહિલાને ચાલીસ વર્ષ બાદ અને હાલ તો કેટલીક મહિલાઓને તેમની ત્રીસીમાં જ ચહેરા પરની કરચલીઓની ફરિયાદ રહેવા લાગે છે. અને માત્ર કરચલીઓ જ નહીં પણ ત્વચાને લગતી અન્ય કેટલીક ફરિયાદો પણ ઉભી થઈ જાય છે. તો આવી સમસ્યાઓને દૂર કરવા માટે નાળિયેર તેલનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિષેની માહિતી લાવ્યા છીએ.

image source

ચહેરા પરની કરચલીઓનો સૌથી મોટો દુર્ગુણ એ છે કે તમને તમારી ઉંમર કરતાં ક્યાંય મોટા દેખાડે છે. ચહેરો ગોરો હોય અને તેના પર કરચલી હોય તો તેવી સુંદરતાનો કોઈ જ અર્થ નથી. પણ તેની સામે શ્યામ, તાજો, સ્નિગ્ધ ચહેરો હોય તો લોકોની નજર તો તે જ ચહેરા પર ઠરશે. તેના માટે મહિલાઓ મોંઘેરા બ્યુટીપાર્લરમાં જઈને જાત જાતની ટ્રીટમેન્ટ કરાવતી હોય અથવા તો ટીવી પર આવતા એડવાળા મોંઘા લોશનનો પણ ઉપયોગ કરતી હોય છે તેમ છતાં સમસ્યા ત્યાંની ત્યાં જ રહેતી હોય છે.

image source

પણ જો તેની જગ્યાએ નાળિયેરના તેલનો ઉપયોગ કરવામા આવે તો તે તમારા ખીસ્સાને પણ ભારે નહીં પડે પણ તમારા ચહેરા પર જોરદાર અસર કરશે. આ કુદરતી રીતે તમે તમારા ચહેરા પરની કરચલીઓ દૂર કરી શકો છો.

પુરાતન સમયમાં માત્ર ભારતમાં જ નહીં પણ યુરોપ જેવા દેશોમા પણ નાળિયેર તેલનો મસાજ તરીકે ઉપયોગ કરાતો આવ્યો છે. નાળિયેર તેલ માત્ર તમારા વાળ કે સ્વાસ્થ્યને જ સુંદર નથી બનાવતું પણ તમારી ત્વચા પર પણ જાદૂ કરે છે. તો ચાલો જાણીએ નાળિયેર તેલના કરચલીઓ દૂર કરતાં જાદૂઈ ઉપયોગ વિષે.

આ વાતનું ખાસ ધ્યાન રાખો

image source

નાળિયેર તેલ જો તમે તમારી ત્વચા માટે વાપરવા માગતા હોવ તો એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે જે નાળિયેર તેલ વાપરો છો તે વર્જીન હોવું જોઈએ. એટલે કે તેના પર કોઈ પણ જાતની પ્રોસેસ ન થયેલી હોવી જોઈએ. કારણ કે આ જ શુદ્ધ તેલ તમારી ત્વચા પર અસર કરશે.

નાળિયેર તેલનો આ રીતે કરો ઉપયોગ

સૌ પ્રથમ તમારે તમારો ચહેરો ઠંડા પાણીથી સ્વચ્છ કરી લેવો. પછી હળવા હાથે રૂમાલ દબાવી-દબાવીને ચહેરો લૂછી લેવો. રૂમાલ ઘસવો નહીં. ક્યારેય પણ તમારે તમારો ચહેરો ઘસીને લૂછવો નહીં. હવે ચહેરો સાફ થઈ ગયા બાદ. વર્જીન કોકોનટ ઓઈલના કેટલાક ટીપાં તમારા હાથ પર લેવા અને તેને 5થી 10 મીનીટ સુધી સર્ક્યુલર ડીરેક્શનમાં હળવા હાથે મસાજ કરતાં રહેવું.

image source

આ વિધિ તમારે દીવસે નહીં પણ રાત્રે સુતા પહેલા કરવી. આવી રીતે 10 મીનીટ સુધી મસાજ કર્યા બાદ તેને તેમ જ મુકી દેવું અને સુઈ જવું. સવારે ઉઠીને તમે જે રીતે તમારો ચહેરો ધોતા હોવ તે રીતે ધોઈ લેવો. આ પ્રયોગ તમારે રેગ્યુલર કરતાં રહેવો. જો તમે તમારી ત્વચાને આજીવન સ્મુધ તેમજ ચમકીલી અને હેલ્ધી રાખવા માગતા હોવ તો આ પાંચથી દસ મિનિટના પ્રયોગને તમારે તમારો નિયમ બનાવી લેવો.

image source

નાળિયેર તેલમાં ફ્રી રેડિકલ્સને દૂર કરવાની શક્તિ હોય છે અને આજ ફ્રી રેડિકલ્સ તમારી ત્વચાને સૌથી વધારે નુકસાન પોહંચાડે છે અને તેના કારણે જ તમારા ચહેરા પરની કરચલીઓ થાય છે અને સમય જતાં વધે છે. માર્કેટમાં ઓર્ગેનિક નાળિયેર તેલ ઉપલબ્ધ છે તમે તેનો ઉપયોગ કરી શકો છો. અથવા ઘરે પણ તેને બનાવી શકો છો.

નાળિયેર તેલ અને મધનો પ્રયોગ

image source

મધ પોતાનામાં સેંકડો ગુણ ધરાવે છે. તે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે તો સૌંદર્ય વધારવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. મધમાં એન્ટીઓક્સિડન્ટ ભરપુર પ્રમાણમાં હોય છે અને આ એન્ટીઓક્સિડન્ટ ત્વચા માટે ખુબ જ ઉપયોગી તત્ત્વ છે. તે ત્વચાને આંતરીક રીતે સુંદર બનાવે છે અને તેના કારણે ત્વચા બહારથી ચમકીલી બને છે.

image source

પણ આ મધનો ઉપયોગ જો નાળિયેર તેલ સાથે કરવામાં આવે તો તે બન્ને એકબીજામાં રહેલા ગુણોમાં વધારો કરે છે. તે નાળિયેર તેલમાં રહેલાં કરચલી દૂર કરવાની અસરને ઝડપી બનાવી દે છે. તેના માટે તમારે તમારી હથેળી પર થોડાં ટીપાં નાળિયેર તેલ અને થોડું મધ લેવું તેને બરાબર મિક્સ કરી લેવું. અને તેને તમારા ચહેરા પર જ્યાં કરચલીઓ પડી હોય ત્યાં લગાવવું. તેને તેમજ એકાદ કલાક માટે રાખો. ત્યાર બાદ ઠંડા પાણી વડે ચહેરો સાફ કરી લો. આ પ્રયોગ તમે રોજ કરી શકો છો.

નાળિયેર તેલ અને હળદરનો પ્રયોગ

image source

હળદર ત્વચા માટે ગુણોની ખાણ સમાન છે માટે જ લગ્ન પહેલાં કરવામાં આવતી પીઠી ચોળની વીધીમાં શુદ્ધ હળદરનું ઉબટન પરણનાર યુવતિ પર લગાવવામાં આવે છે. કારણ કે તેના પર તેનો એક અલગ જ નિખાર આવે છે.

image source

હળદર ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. તેના માટે તમારે એક નાનકડી વાટકીમાં નાળિયેરના થોડા ટીપા અને નાની ચમચી હળદર લેવા તેને બરાબર મિક્સ કરવું. અને મિક્સ થઈ ગયા બાદ આ લેપને ચહેરા તેમજ ડોક પર સપ્રમાણ લગાવી લેવું. અને અરધા પોણા કલાક બાદ તેને પાણીથી ધોઈ લેવું. આ પ્રયોગ નિયમિત કરવાથી તમારા ચહેરા પરની કરચલીઓ તેમજ ઉંમરના કારણે દેખાતા લક્ષણો દૂર થશે.

નાળિયેર તેલમાં દીવેલ ઉમેરી કરો આ પ્રયોગ

image source

નાળિયેર તેલની સાથે દીવેલ ઉમેરીને પણ તમે તમારા ચહેરાની ફાઈન લાઇન્સ દૂર કરી શકો છો. દીવેલનું તેલ તમારી ત્વચા પર સુદંર અસર કરે છે. આ બન્ને તેલનો ઉપયોગ એક સાથે કરવાથી તમે તમારી ઉંમર કરતાં ક્યાંય નાના દેખાવા લાગશો.

image source

અહીં પણ તમારે નાળિયેર તેલ અને દીવેલના તેલના કેટલાક ટીપાં હાથમાં લેવાના અને તેને ચહેરા પર સરક્યુલર મોશનમાં મસાજ કરવું. જ્યારે દસ મિનિટ સુધી મસાજ કરી લો ત્યારે તેને તેમ જ એક દોઢ કલાક સુધી રાખી મુકો તેમ કરવાથી તમારી ત્વચાના કોશોમાં તે તેલ ઉતરશે અને ત્વચાને અસર કરશે. ત્યાર બાદ તમે તમારો ચહેરો સાફ કરી શકો છો. આ પ્રયોગ તમે રોજ કરી શકો છો.

નાળિયેર તેલ અને એપલ સિડિર વિનેગરનો પ્રયોગ

image source

એપલ સિડર વિનેગરનો ઉપયોગ વિદેશમા ખાસ કરીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વાળ પર કરવામા આવે છે તેનાથી વાળ શાઈની બને છે. આ સિવાય પણ એપલ સિડર વિનેગરના ઘણા બધા ઉપયોગો છે. એપલ સિડર વિનેગર તમારી ત્વચા પર એસ્ટ્રિજન્ટનુ કામ કરે છે અને તેના કારણે તમારી ત્વચાનું પીએચ સ્તર બેલેન્સ્ડ રહે છે.

image source

એપલ સિડર વિનેગર તમારી ચામડીના જુના ત્વચા કોશો છે તેને સ્વચ્છ કરી દે છે. અને તેનો પ્રયોગ નાળિયેર તેલ સાથે થવાથી ત્વચા પર નવા કોષોનો વિકાસ થાય છે. તેના માટે તમારે સૌ પ્રથમ થોડું એપલ સિડર વિનેગર લેવું. અને તેમાં થોડું પાણી ઉમેરવું. હવે આ મિશ્રણમાં રૂ પલાળીને તેનાથી તમારો ચહેરો તેમજ તમારી ડોક સાફ કરી લેવા.

image source

ત્યાર બાદ તેના પર નાળિયેર તેલનું ઉપર જણાવ્યું તે પ્રમાણે મસાજ કરી લેવું. અને બીજા દીવસે સવારે પાણીથી ચહેરો ધોઈ લેવો. પ્રયોગ તમારે રાત્રે સુતા પહેલાં કરવાનો છે. માત્ર થોડા ક જ દિવસમાં તમારા ચહેરા પર તેનો જાદૂ દેખાવા લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ