સુષ્મિતા સેને બોયફ્રેન્ડ સાથે એક જોખમી યોગા પોઝ કર્યો ! વિડિયો થઈ રહ્યો છે વાયરલ

સુષ્મિતા સેન, ભુતપુર્વ બ્રહ્માંડ સુંદરી, તેણી છેલ્લા ઘણા લાંબા સમયથી બોલીવૂડની ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ છે પણ તેણી ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર લગભગ દર બે ત્રણ દિવસે પોતાની હાજરીની નોંધ તેના ફેન્સને અપાવતી રહે છે. તે હંમેશા પોતાના ફેમિલિ સાથેની હળવી મસ્તીભરી પળો તેના સોશિયેલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

તાજેતરમાં તેણીએ પોતાના કાશ્મીરી બોયફ્રેન્ડ રોહમાન શોલ સાથે એક યોગા પોઝ કર્યો હતો જેની વિડિયો પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેયર કરી હતી. આ એક જોખમી યોગાસન છે. જેને એક્રોયોગાસન કહેવાય છે. આમાં બે વ્યક્તિની જરૂર પડે છે અને સાથે સાથે તેમના એકબીજા પરના વિશ્વાસની પણ જરૂર પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુષ્મિતાએ આ વિડિયો શેયર કરતાં કંઈક આ પ્રમાણે લખ્યું હતું, જે તેના આ યોગાપોઝના સંદર્ભમાં હતું, “આ પોઝ કરવા માટે શરીરમાં સ્ટ્રેન્ગ્થ, ફોર્મ, ફ્લેક્સિબિલિટી, બેલેન્સ હોવા જરૂરી છે તેમ છતાં સૌથી વધારે મહત્ત્વનો છે વિશ્વાસ.”

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુષ્મિતા સેન અને તેનો બોયફ્રેન્ડ રોહમાન શોલ એક ફિટનેસ ફ્રિક છે અને તેઓ અવારનવાર એકબીજાના વર્કઆઉટ વિષે સોશિયલ મિડિયા પર તસ્વીરો તેમજ વિડિયો શેયર કરતાં રહે છે.

આ પહેલાં પણ તેણે પોતાના વ્યાયામની વિડિયો શેયર કરી હતી જેમાં તેણીએ લખ્યું હતું, “તમે શું પસંદ કરો છો, તમારામાંની તાકાત કે પછી તમારામાંની સહનશક્તિ ? હું, મારામાંની તાકાતને સહન કરી તેની મર્યાદા વધારું છું !!”

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

43 વર્ષિય સુષ્મિતા કાશ્મિરના મુળ રહેવાસી એવા રોહમાન શોલને છેલ્લા બે વર્ષથી ડેટ કરી રહી છે. સુષ્મિતાએ ફિલ્મો સાથે તો છેલ્લા ઘણા વર્ષોથી સંબંધ તોડી નાખ્યો છે પણ તેણી એક સુપર મોડેલ છે અને આજે પણ તેની મોડેલીંગ કેરિયર સફળ છે. ઘણા બધા નામી ડીઝાઈનરોના ફેશન શોમા શો સ્ટોપર રહી ચુકી છે. આ ઉપરાંત તેણી સબ્યસાચી મુખર્ચી જેવા અવ્વલ દરજાના ડીઝાઈનરના કેટલોગમાં પણ આવી ગઈ છે. તેના ઇન્સ્ટા અકાઉન્ટ પર તેના 47 લાખ ફોલોઅર્સ છે. તેણીની દરેક પોસ્ટને એકથી બે લાખની સરેરાશ લાઇક્સ મળે છે.

સુષ્મિતા સેને ભલે તેની દત્તક લીધેલી દીકરીઓને પોતાની કુખે જન્મ ન આપ્યો હોય પણ તેણી અવારનવાર તેણી એક ઉત્તમ માતા હોવાની સાબિતિ પુરી પાડે છે. તે પોતાની દીકરીઓને પુરતો સમય ફાળવે છે અને દુનિયાનું બધું જ સુખ આપવા તત્પર રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

તેણી પોતાની દીકરીઓ સાથે દુનિયા ફરે છે તેની પણ તસ્વીરો શેયર કરે છે. તાજેતરમાં જ તેણી માલદિવ્સના પ્રવાસે પોતાની દીકરીઓ સાથે ગઈ હતી તેની સુંદર વિડિયો તેણીએ ઇન્સ્ટા અકાઉન્ટ પર શેયર કરી છે જેમાં તેણી સફેદ વસ્ત્રોમાં બીચ પર લટાર મારી રહી છે.

આ પહેલાં પણ પોતાની 10 વર્ષની દીકરીની અંડરવોટર એડવેન્ચરની વિડિયો શેયર કરી હતી. તો વળી યુરોપની ગલિયોમાં આઇસ્ક્રીમ ખાતી તસ્વીરો પણ તેણીએ આ પહેલાં શેયર કરી છે. સુષ્મિતા એક સેલ્ફમેડ વુમન છે તેણીએ કોઈપણ સ્થિતિમાં કોમ્પ્રોમાઈઝ નથી કર્યું અને હંમેશા પોતાનું જીવન પોતાની શરતે જ જીવ્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ