માત્ર બે કલાક જેટલી ટુંકી યાદશક્તિ ધરાવે છે આ કીશોરી ! જાણો શું થયું હતું તેની સાથે ?

એક તારીખ પર અટકી ગઈ છે તેની મેમરી ! ડૉક્ટરો પણ તેની પાછળનું કારણ નથી જાણી શક્યા.

આ કિશોરીની ઉંમર માત્ર 16 જ વર્ષની છે પણ તેણી એક ગંભીર બિમારીથી પીડાઈ રહી છે. અમેરિકાના ઇલિનોઈસમાં રહેતી આ કીશોરી દર બે કલાકે બધું જ ભુલી જાય છે. તે 11 જુન 2019ના દિવસમાં અટકી ગઈ છે. તેને બધા જ દિવસ 11 જુન 2019 જ લાગે છે. આ દિવસ પર તેની યાદશક્તિ અટકી ગઈ છે.

વાસ્તવમાં તેણીને મગજ પર એક ગંભીર ઘા થયો હતો જેના કારણે દર બે કલાકે તેની મેમરી રીસેટ થઈ જાય છે. અને તેને એવું લાગે છે કે દરેક દીવસ 11 જુનનો જ દિવસ છે. આ જ તારીખે તેને માથામાં ઘા થયો હતો.

તેણીનું નામ છે રિલે હોર્નર એક દુઃખદ ઘટના બાદ તેણી 11 જુનથી આગળ વધી જ નથી શકતી. તેના માટે સમય જાણે 11 જુન, 2019માં જ ગુંચવાઈ ગયો છે. આ દિવસે એક ડાન્સ પર્ફોમન્સ દરમિયાન અકસ્માતે તેના માથા પર લાત વાગી ગઈ હતી. બસ ત્યારથી તેના મગજની મેમરી ડીસ્ટર્બ થઈ ગઈ છે અને દર બે કલાકે તેની યાદશક્તિ હતી ત્યાંની ત્યાં પહોંચી જાય છે.

ડોક્ટરો પણ હોર્નની આ સ્થિતિથી ઘણા ચકીત છે. તેઓ એ કારણ શોધી જ નથી શકતાં કે હોર્નરની આ સ્થિતિ શા કારણે છે. તેણીની માતા સારાહ હોર્નરે જણાવ્યું કે ડોક્ટરો કહે છે કે તેમની દીકરી સાથે મેડીકલી તો કશું જ ખોટું નથી. તેમને કશી જ ખામી નથી દેખાતી. તેના સીટી સ્કેન, એમઆરઆઈ બધી જ તપાસ થઈ ગઈ પણ તેના મગજમાં કોઈ પણ જાતનો રક્તસ્રાવ નથી કે નથી તો કોઈ ગાંઠ.

હવે તેણીની આ સમસ્યામાં મેડિકલ સાયન્સ પણ કંઈ જ કરી શકે તેમ નથી ત્યારે. રિલેએ પરિસ્થિતિ સાથે કોઓપરેટ કરવાનું શરુ કરી દીધું છે. તે પોતાની મેમરીને યોગ્ય રીતે કામ કરાવવા માટે બે કલાકમાં જે કંઈ પણ ઘટે છે તે એક ડાયરીમાં લખી રાખે છે અને તેની તસ્વીરો પણ લે છે. જેથી કરીને તે મૂળ બાબતો યાદ રાખી શકે. જેમ કે તેનું લોકર ક્યાં છે. તેની બીજી વસ્તુઓ ક્યાં છે.

રિલે જણાવે છે કે તેણીએ પોતાના રૂમના દરવાજા પર કેલેન્ડર લગાવી રાખ્યું છે જેમાં રોજની તારીખ અંકિત કરવામાં આવી હોય છે જેથી કરીને તેણીને યાદ રહે કે તે દિવસે કંઈ તારીખ છે. તે જ્યારે તે તારીખ જુએ છે ત્યારે તેને આંચકો લાગે છે કે આટલા બધા દિવસો જતાં રહ્યા.

એવું નથી કે 11 જુન 2019 સુધીની પોતાની સાથેની બધી જ બાબતો રિલેને યાદ હોય કારણ કે તેને તેના જીવનના ઘણા મહત્ત્વમા પ્રસંગો યાદ નથી. જેમ કે તેની માતાનો ભાઈ આગલા અઠવાડિયે મૃત્યુ પામ્યો હતો તે વિષે તેણીને કંઈ જ યાદ નથી. દર બે કલાકે તેને જણાવવું પડે છે.

તેણીના કુટુંબને તેણીની આ સ્થિતિની ખુબ જ ચિંતા છે. તેઓ તેણીના ભવિષ્યને લઈને ખુબ જ ચિંતિતિ છે. તેણીની માતા જણાવે છે કે “અમને મદદની જરૂર છે. અમને એવી વ્યક્તિની જરૂર છે જેને આ વિષે વધારે માહિતી હોય.”

આ માનસિક સ્થિતિને લઈને 2004માં એક ખુબ જ સુંદર લાગણી સભર રોમેંટીક ફિલ્મ 50ફર્સ્ટ ડેટ્સ આવી ગઈ જેમાં મુખ્ય પાત્ર ડ્રૂ બેરીમોરે ભજવ્યું હતું અને તેના પ્રેમિનુ પાત્ર એડમ સેન્ડલરે ભજવ્યું હતું. ફિલ્મમાં દરરોજ નવેસરથી હીરોએ હીરોઈનને પોતાનો તેણી પ્રત્યેનો પ્રેમ દર્શાવવો પડતો અને તેણી બીજા દિવસે સવારે બધું જ ભુલી જતી. દરરોજ હીરો ફરી પ્રયાસ કરતો પણ ક્યારેય હાર નહોતો માનતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ