6 ફૂટ દૂર રહીને કોરોના ના થાય એવું મનમાંથી કાઢી નાંખજો

દક્ષિણ કોરિયામાં થયેલા એક અભ્યાસ મુજબ કોરોના ટ્રાન્સમિશનને રોકવા માટે માત્ર 6 ફૂટનું અંતર રાખવાથી કામ નહીં બને. સરકાર તરફથી 2 ગઝની દુરી એ સાવચેતીનું પગલું હતું, જેને રોગચાળાના સમયથી દરેક દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. અહેવાલ મુજબ આ અંતર માત્ર ખુલ્લા વિસ્તારોમાં અસરકારક છે, બંધ વિસ્તારોમાં આ નિયમ લાગુ પડતો નથી. કેમ કે હવા પણ એક જોખમ છે. શહેરમાં દરેક જગ્યા સારી રીતે વેન્ટિલેટેડ નથી, જાહેર અધિકારીઓએ પ્રતિબંધને મંજૂરી આપી હતી કારણ કે કોરોના ફેલાય નહીં.

image source

દક્ષિણ કોરિયન અભ્યાસ જર્નલ ઓફ કોરિયન મેડિકલ સાયન્સમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે ખાલી વાત કરવાથી પણ ટૂંક સમયમાં કોરોના ફેલાઈ શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભલે છ ફૂટ દૂરની વાત હોય પણ અહીં તો બંને વચ્ચે 20 ફૂટનું અંતર હોવા છતાં કોરોનાનું સંક્રમણ થયું હતું.

image source

COVID-19 ટાસ્ક ફોર્સના સભ્યએ જણાવ્યું હતું કે, “કોરોના વાયરસ મંદિરો, શાળાઓ, રેસ્ટોરાં અને બજારો જેવા પ્રતિબંધિત સ્થળોએ ફેલાય નહીં તેની ખાતરી કરવા માટે સારી વેન્ટિલેશન જગ્યા આવશ્યક છે. આ પહેલીવાર નથી જ્યારે અંતર વિશે કોઈ ચોક્કસ હકીકત બહાર આવી છે. ઓક્ટોબર મહિનામાં, અમેરિકન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનમાં જણાવ્યું હતું કે છ ફુટ દુર ઉભા રહેલા લોકો ટીપાંથી પણ વ્યક્તિને ચેપ લગાડી શકે છે.

image source

હાલમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. જે એક સારી વાત છે. આજે તો કોરોનાનાં કેસ 1200થી પણ ઓછા નોંધાયા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1120 પોઝિટિવ કેસ આવ્યા છે.

image source

ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,28,803એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 11 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4182એ પહોંચ્યો છે. જ્યારે 1389 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 92.48 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 55,807 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિવાળી પછી રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ વધ્યા હતા પરંતુ હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 11 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 7 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 3 વ્યક્તિ અને વડોદરા કોર્પોરેશનમાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4182એ પહોંચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ