58 વર્ષ પછી લાગશે આવું સૂર્ય ગ્રહણ, પ્રભાવ પડશે જોરદાર, જાણી લો પહેલા કઇ તારીખ છે

26 ડિસેમ્બર : 58 વર્ષ બાદ લાગશે આવું સૂર્યગ્રહણ, જાણો કેવો પડશે પ્રભાવ

image source

26 ડિસેમ્બરના રોજ થનાર સૂર્યગ્રહણની સ્થિતિ છેલ્લા કેટલાક દાયકાઓમાં લાગેલા સૂર્ય ગ્રહણ કરતાં અલગ હશે. આ ગ્રહણ સમયે 6 ગ્રહ જેમાં સૂર્ય, ચંદ્ર, ગુરુ, શનિ અને બુધનો સમાવેશ થાય છે તેમની યુતિ ધન રાશિમાં કેતુ સાથે હશે.

આ પહેલા 5 ફેબ્રુઆરી 1962માં પૂર્ણ સૂર્ય ગ્રહણ સમયે મકર રાશિમાં તમામ 7 ગ્રહ કેતુ સાથે ઉપસ્થિત હતા. તે ગ્રહણના પ્રભાવથી તે વર્ષમાં ક્યૂબા મિલાઈલ સંકટના કારણે અમેરિકા અને રુસ વચ્ચે યુદ્ધ થવાની સ્થિતિ સર્જાઈ હતી.

image source

તે જ વર્ષે ભારતને ચીન તરફથી આક્રમણનો માર સહન કરવો પડ્યો હતો. હવે ફરીથી આવું જ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે ત્યારે જાણીએ કે તેની અસર કેવી થશે.

1. સૂર્યગ્રહણનો સમય

રાહુ અને કેતુ છાયા ગ્રહ છે જે ગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્રને ગ્રસિત કરે છે. ભારતીય સમય અનુસાર 26 ડિસેમ્બરના રોજ ગ્રહણનો સમય સવારે 8 કલાકથી શરુ થશે અને બપોરએ 1 કલાક અને 36 મિનિટ સુધી રહેશે. આ સૂર્યગ્રહણ ભારત સહિત પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન અને પૂર્વી એશિયામાં જોવા મળશે.

ગ્રહણનો પ્રભાવ

image source

પોષ માસમાં થનાર આ ગ્રહણના એક દિવસ પહેલા મંગળ રાશિ પરિવર્તન કરશે. તે જલ તત્વની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. ગ્રહણના 3થી 15 દિવસોમાં ભૂકંપ, સુનામી અને બરફવર્ષા થવાની આશંકા છે.

ગ્રહણના સમયે ધન રાશિમાં બુધની યુતિ સૂર્ય અને ચંદ્ર સાથે હોવાથી તેના અશુભ ફળ તુરંત જોવા મળશે.

ગ્રહણ સમયે સૂર્ય, ચંદ્ર, બુધ, કેતુ અને ગુરુ મૂળ નક્ષત્રમાં હોય તેનાથી ગ્રહણ દ્રશ્ય છે તેવા દેશોમાં હિંસક ઘટનાઓ થઈ શકે છે.

image source

પ્રાકૃતિક આપદાથી જાનમાલને નુકસાન થઈ શકે છે. ગ્રહણના સમયે ગોચરમાં શુક્ર જલ તત્વની રાશિ મકરમાં હશે. આ સ્થિતિમાં કમોસમી વરસાદ અથવા તો ભયંકર બરફ વર્ષા થઈ શકે છે.

આ રાશિ પર ભારે પડશે સૂર્ય ગ્રહણ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન રાશિમાં થતું આ ગ્રહણ મંત્રીઓ, પ્રધાન વ્યક્તિ, રાજા, સૈનિક, હથિયાર રાખનાર, ડોક્ટર,મોટા વેપારીઓને કષ્ટ આપશે.

image source

આગામી 6 મહિનામાં આ ક્ષેત્રોમાં કાર્યરત લોકો પર સૂર્યગ્રહણનો અશુભ પ્રભાવ રહેશે.

ધન રાશિના રાહુલ ગાંધી જે વર્તમાનમાં રાહુની દશામાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે પણ ગ્રહણ અશુભ સમય લાવશે. આ ઉપરાંત અન્ય કેટલાક રાજનેતાઓ માટે પણ આ ગ્રહણ કષ્ટદાયી સાબિત થઈ શકે છે.

ગ્રહણ સમયે સોનાનો કારક ગુરુ પોતાની રાશિ ધનમાં હોવાથી કીમતી ધાતુની માંગ ઘટી શકે છે. શનિ અને ગુરુની યુતિના કારણે શેર બજારમાં વેચવાલીના કારણે મંદીની સ્થિતિ રહેશે.

image source

સૂર્ય કેતુ સાથે પીડિત હોવાથી અનાજની કીમતોમાં તેજી જોવા મળી શકે છે. મધ્ય એશિયામાં સંકટના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે.

આ આગામી સૂર્યગ્રહણ ભારત માટે અનેક ઉતાર-ચઢાવ લાવશે. આ સમયમાં કુદરતી આફતો પણ દેશને નુકસાન કરે તેવી સંભાવના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ