બેંગલુરુ અને પુણે બાદ હવે સુરત બનશે આઈટી હબ, અધધધ…લોકોને મળશે રોજગારી

સુરતનું નામ આવે એટલે આપણને હિરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ તરત જ યાદ આવે. પરંતુ હવે ધીમે ધીમે સુરતની સુરત બદલાઈ રહી છે. બેંગ્લોર અને પુણેની જેમ હવે સુરત પણ આઈટી હબ બની રહ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સુરતમાં બે વર્ષમાં જ 16000 નાની-મોટી આઈટી કંપનીઓ ખૂલી છે. આ કંપનીઓ મા જેમાં 16 હજારથી પણ વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

image source

નોંધનિય છે કે સુરતના વિદ્યાર્થીઓ બેગ્લોર અને પૂણેમાં અભ્યાસ કરી પોતાના વતન સુરત આવી પોતાની કંપનીઓ ખોલી રહ્યા છે. તો બીજી તરફ ભવિષ્યમાં સુરતના IT સેક્ટરને પ્રોત્સાહન આપી શકાય એ માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત IT કમિટીની રચના પણ કરી છે. તો બીજી તરફ સાઉથ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી સોસાયટીની સ્થાપના પણ કરાશે.

4 હજારથી પણ વધારે એપ્લિકેશન બનાવી

image source

તમને જણાવી દઈએ કે ડાયમંડ બુર્સની જેમ એક જ જગ્યાએ તમામ આઈટી કંપનીઓ હોય એ માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેથી આવનારા સમયમાં સુરતમાં વિપુલ પ્રમાણમાં નોકરીની તકો પણ ઉભી થશે. તમને જણાવી દઈએ કે 2019માં સુરત શહેરમાંથી અંદાજે 4 હજારથી પણ વધારે એપ્લિકેશન બનાવીને ઓનલાઇન પ્લેટફોર્મ પર મૂકવામાં આવી હતી, જેના કારણે ગૂગલે 4 હજાર કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. તમને વધુમાં જણાવી દઈએ કે આઈટી કંપનીઓને ખાસ કરીને હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને વીજળીની જરૂર હોય છે, એ માટેની વ્યવસ્થા કરાશે. વિદેશી કંપનીઓમાંથી આઉટસોર્સિંગનું કામ કેવી રીતે લાવવા પ્રયત્નો કરાશે. આવનારા સમયમાં સુરતની ઓળખ આઈટી હબ તરીકે થશે.

ગૂગલે પેમેન્ટ તરીકે 4 હજાર કરોડ ચૂકવ્યા

image source

આ અંગે ચેમ્બરના આઈટી કમિટી ચેરમેન ગણપત ધામેલિયાએ જણાવ્યું હતું કે આઈટીક્ષેત્રે સુરત હબ બનશે જેથી સુરતના અને આજુ બાજુના વિસ્તારના યુવાનોને રોજગારી મળે તે માટે માટે ચેમ્બરમાં આઈટી કમિટી બનાવી છે. આ ઉપરાંત અમે સાઉથ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેકનોલોજી સોસાયટીની સ્થાપના પણ કરીશું. અમે નામ રજિસ્ટ્રેશન કરવા માટે મૂકી દીધું. સંગઠન બનાવીને સારી રીતે આગળ વધવાનો હેતુ છે. તો આ અંગે એક એપ ડેવલપર સતીષ શંકરે જણાવ્યું હતું કે હું પહેલાં બેંગલુરુની એક કંપનીમાં જોબ કરતો હતો, પરંતુ ત્યાંથી જોબ છોડીને સુરત આવી ગયો છું. હવે અલગ અલગ પ્રકારની એપ્લિકેશન બનાવીને અપલોડ કરી રહ્યો છું. જેમા ફોટોગ્રાફી કેટેગરીમાં મારી એક એપ્લિકેશન ટોપ 10માં છે. મને મદદ કરવા માટે એક કંપનીએ આસિસ્ટન્ટ આપ્યો છે. તમને જણાવી દઈએ કે સુરતમાંથી 2019માં અલગ અલગ આઈટી કંપનીઓએ 4 હજારથી વધુ એપ્લિકેશન અપલોડ કરી હતી, જેને લીધે વર્ષ 2019માં એપ અપલોડ કરવાના ગૂગલે પેમેન્ટ તરીકે 4 હજાર કરોડ ચૂકવ્યા હતા.

સુરતમાં આઉટસોર્સિંગનું કામ 4 હજાર કરોડનું મળે છે

image source

નોંધનિય છે કે સૌથી વધારે એપ્લિકેશન વરાછા વિસ્તારમાંથી અપલોડ કરવામાં આવી હતી. તો બીજી તરફ હાલમાં સુરતમાં આઉટસોર્સિંગનું કામ પણ મોટા પ્રમાણમાં કરતી કંપનીઓ પણ છે, જેમાં ખાસ કરીને બેંકના સોફ્ટવેર મેકિંગ, ફૂડ પ્રોડક્શન કંપનીઓના સોફ્ટવેર માટેનાં કામ સુરતમાં થાય છે. એક અંદાજ પ્રમાણે, સુરતમાં આઉટસોર્સિંગનું કામ 4 હજાર કરોડનું મળે છે. સુરતમાંથી બીએસી આઈટી, એમએસસી આઈટી, બીસીએ, એમસીએ, કમ્પ્યુટર સાયન્સ સહિતના વિવિધ કોર્સ કરીને દર વર્ષે અંદાજે 6 હજાર વિદ્યાર્થીઓ બહાર નીકળે છે, જેમાંથી 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ બેંગલુરુ, મુંબઈ, પુણે જેવાં શહેરમાં નોકરી કરવા માટે જતા રહે છે. જો સુરતમાં વધુ પ્રમાણમાં આઈટી કંપનીઓ આવશે તો અહિયા વિદ્યાર્થીઓને ફાયદો થશે અને તેમને સુરતમાં જ શિક્ષણ મળી રહેશે.

શિક્ષણનો ખર્ચ પણ ઘટશે

image source

જેનાથી તેમનો શિક્ષણનો ખર્ચ પણ ઘટશે અને બીજા વિદ્યાર્થીઓ કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેમને ઘર આંગણે જ ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળી રહેશે. તમને જણાવી દઈએ કે હાલમાં સુરતમાં રજિસ્ટર્ડ 2 હજાર ઓનલાઇન સેલર છે, 20 હજારથી વધુ પ્રોડક્ટ સુરતથી સમગ્ર ભારતમાં સપ્લાઇ કરવામાં આવે છે. આવનારા સમયમાં આઈટી ક્ષેત્રે સુરત નવી ક્રાન્તિ કરશે તેમાં કોઈ શંકા નથી. જેથી રાજ્યનું નામ પણ રોશન થશે.