જો તમે અડધી રાત્રે ઉઠીને કરશો આ 2 કામ, તો ચમકી જશે કિસ્મત અને બની જશો લખપતિ

વ્યવહારિક અર્થશાસ્ત્રના પિતા તરીકે પ્રસિદ્ધ થયેલ રિચર્ડ થેલરએ નોબલ પુરસ્કાર જીતી લીધા પછી કહ્યું હતું કે અમીર બનવાનું સપનું દરેક વ્યક્તિનું હોય છે. વ્યવહારિક અર્થશાસ્ત્રમાં જણાવ્યા મુજબ અમીર બનવા માટે વ્યક્તિએ યોગ્ય દિશામાં પગલાં ભરવા ખુબ જ જરૂરી હોય છે. આ યોગ્ય પગલું આપ યોગ્ય સમય રહેતા ઉઠાવી લેવું જોઈએ. વધારે બચત અને સંપત્તિનું નિર્માણ કરવું એકબીજા સાથે સીધી રીતે સંબંધિત છે.

image source

આપણે ઘરમાં ઘણી વાર વડીલો કે પછી વૃદ્ધ વ્યક્તિઓને એવું કહેતા સાંભળીએ છીએ કે, જેવી સવાર હશે એવો જ દિવસ આપનો પસાર થશે. આપ પોતાના જીવનને સારું અને સુખમય બનાવવા માટે આપની સવારનું સારું હોવું ખુબ જ જરૂરી માનવામાં આવે છે. હિંદુ ધર્મની ધાર્મિક માન્યતાઓમાં જણાવ્યા મુજબ કેટલાક એવા કામ પણ હોય છે જેને સવારના સમયે કરી લેવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે, આ સાથે જ ભગવાનની કૃપા પર જળવાઈ રહે છે. હવે અમે આપને જણાવીશું કે, સવારના સમયે ક્યાં કામ કરવાથી આપણું જીવન સુખમય બનાવી શકો છો.

image soucre

-આપે સવારના સમયે ઉઠીને સૌથી પહેલા મહત્વનું અને પહેલું કામ સ્નાન કરવાનું હોવું જોઈએ. આપે દરરોજ સ્નાન કરવું જોઈએ. હિંદુ ધર્મના ધાર્મિક પુરાણોમાં જણાવ્યા મુજબ પણ વ્યક્તિએ દિવસની શરુઆત સ્નાન કરવાથી જ કરવી જોઈએ. સવારના સમયે સૌથી પહેલા સ્નાન કરીને આપે પવિત્ર થવાથી આખો દિવસ ઘણો સારો પસાર થાય છે અને વ્યક્તિના શરીરમાં આખો દિવસ ઉર્જાનો સંચાર થતો રહે છે.

image source

-આપે આપના ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તેના માટે અને ભગવાનની કૃપાથી આપના ઘરમાં બરકત જળવાઈ રહે તેના માટે આપે સવારના સમયે સ્નાનાદી કાર્ય પૂર્ણ કરી લીધા પછી ભગવાનની પૂજા- પાઠ કરવી જોઈએ. આપે રોજ નિયમિતપણે ભગવાનની સમક્ષ દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. સવારના સમયે સ્નાન કરી લીધા પછી વ્યક્તિએ પૂજા- પાઠ જરૂરથી કરવા જોઈએ. વ્યક્તિએ રોજ ભગવાનની પૂજા- પાઠ કરવાનો નિયમ જરૂરથી બનાવી લેવો જોઈએ. જે વ્યક્તિ ભગવાનની નિયમિતપણે સેવા- પૂજા કરતા હોય છે તેમના ઘરમાં હંમેશા સુખ- શાંતિ જળવાઈ રહે છે.

image soucre

-એક ગુજરાતી કહેવત એવી છે કે, ‘ઠંડા પ્હોરે ધંધો શરુ કરી દેવો અને ઠંડા પ્હોરે જ દુકાન બંધ કરવી.’ આ કહેવતનો અર્થ એવો થાય છે કે, ધંધો કરનાર વ્યક્તિએ પોતાના ધંધાને ટકાવી રાખવા માટે વહેલી સવારથી જ દુકાન ખોલી દેવી જોઈએ અને સાંજે જયારે સુર્યાસ્ત થઈ જાય ત્યાર પછી જ દુકાન બંધ કરવી જોઈએ.