રાજસ્થાનનું આ શિવ મંદિર વૈજ્ઞાનિકો માટે છે એક કોયડો

ભારતમાં લાખો હિન્દુ દેવી દેવતાના મંદિરો આવેલા છે. આ બધા તેની ભવ્યતા અને તેની સાથે જોડાયેલ ઈતિહાસને લઈને લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. ઘણા મંદિરો એવા છે જેનું રહસ્ય સદીઓ બાદ પણ વણઉકેલ્યું છે. ભગવાન શિવનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. તેથી જ તેમને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે. પૌરાણિક કથાઓમાં પણ ભગવાન શિવના ચમત્કારોનો ઉલ્લેખ છે. દેશમાં ભગવાન શિવના હજારો મંદિરો આવેલા છે તેમાંના ઘણા ચમત્કારોથી ભરેલા છે, જેનો તોડ આજ સુધી કોઈ શોધી શક્યું નથી.આવુ જ એક મંદિર છે અચલેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર આજે પણ વૈજ્ઞાનિકો માટે પણ એક પડકાર છે.

રાજસ્થાનના ધૌલપુરમાં આવેલુ છે મંદિર

image source

ભગવાન શિવનો ચમત્કાર રાજસ્થાનના ધૌલપુર સ્થિત અચલેશ્વર મહાદેવના મંદિરમાં જોઇ શકાય છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિરમાં રહેલ શિવ લિંગ દિવસમાં 3 વખત રંગ બદલે છે. આમ તો જોવામાં આ શિવલિંગ બીજા શિવલિંગની જેમ સામાન્ય જ લાગે છે, પરંતુ તેના બદલાતા સુંદર રંગો દરેકને આશ્ચર્યચકિત કરે છે.

આ શિવલિંગ દિવસમાં 3 વખત તેનો રંગ બદલી નાખે છે

image source

એવું કહેવામાં આવે છે કે આ શિવલિંગ દિવસમાં 3 વખત તેનો રંગ બદલી નાખે છે. વૈજ્ઞાનિકો પણ આમ થવા પાછળનું કારણ શોધી શક્યા નથી. આ શિવલિંગનો રંગ સવારે લાલ હોય છે, પછી બપોરે તે કેસરી રંગમાં ફેરવાય છે. તે પછી, તે રાત પડતાંની સાથે જ કાળો થઈ જાય છે. તેનો અંતિમ છેડો ક્યાં છે તે આજદિન સુધી કોઈ જાણી શક્યું નથી.

આ શિવલિંગના મૂળ સુધી કોઈ પહોંચી શક્યું નથી

image soucre

અહીંના સ્થાનિક રહેવાસીઓ કહે છે કે આ શિવલિંગના મૂળ સુધી કોઈ પહોંચી શક્યું નથી. શિવલિંગ જમીન સાથે કેટલું ઉંડે સુધી જોડાયેલ છે તે શોધવા માટે તેનું ખોદકામનું કામ ઘણા દિવસો સુધી ચાલ્યું હતું, પરંતુ લોકો તેના છેડા સુધી પહોંચી શક્યા ન હતા અને ત્યારબાદ ખોદકામનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું.

અચલેશ્વર મહાદેવ મંદિરમાં લોકોની ખૂબ જ શ્રદ્ધા છે

image source

અચલેશ્વર મહાદેવ મંદિરમાં લોકોની ખૂબ જ શ્રદ્ધા છે. લોકો કહે છે કે શિવલિંગના દર્શન કરવાથી મનુષ્યની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે. લોકોની શ્રદ્ધ ત્યા સુધી છે કે જોઈ કોઈ અવિવાહિત વ્યક્તિ અહીં તેની મનોકામના લઈને આવે છે તો તેની મનોકામના પૂર્ણ થાય છે અને તેને ગમતું પાત્ર મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ