ગોલ્ડ લોન આપતી મુથુટ ગ્રુપના ચેરમેન એમ જી જ્યોર્જનું છત પરથી પડી જવાથી મોત, અકસ્માતે મોત કે આત્મહત્યા?

મુથૂટ ગૃપના ચેરમેન એમજી જોર્જનું નિધન થયું છે. તેમનું નિધન ઘરના ચોથા માળેથી પડી જવાથી નીપજ્યું હતું. પોલીસના જણાવ્યાનુસાર આ ઘટના શુક્રવાર મોડી રાત્રીએ બની હતી ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ આર પી મીણાના જણાવ્યાનુસાર અમર કોલોની પોલીસ સ્ટેશનમાં શુક્રવારે મોડી રાત્રે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જોર્જ પોતાના ઘરના ચોથા માળેથી પડી ગયા છે અને તેમનું નિધન થયું છે.

image source

72 વર્ષીય એમ જી જોર્જ બીમાર પણ હતા. તેઓ દિલ્હીમાં રહેતા હતા તેમનું નિધન અચાનક છત પરથી પડી થવાથી થતાં અનેક તર્ક પણ શરુ થયા છે. આ ઘટના આત્મહત્યા છે કે અકસ્માતે મોત તે અંગે તપાસ શરુ થઈ છે. જો કે પોલીસના જણાવ્યાનુસાર અત્યાર સુધીની તપાસમાં કોઈપણ પ્રકારના ષડયંત્રના પુરાવા મળ્યા નથી. તેમ છતાં પુછપરછ અને અન્ય કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આ સાથે જ પોલીસ સંબંધિત તમામ સીસીટીવી પણ ચકાસી રહી છે.

image source

ઉલ્લેખનીય છે કે એમ જી જોર્જ તેમના પરિવારની ત્રીજી પેઢીના સભ્ય હતા જેઓ મુથુટ ગૃપના ચેપમેન બન્યા હતા. તેઓ ઓર્થોડોક્સ ચર્ચાના ટ્રસ્ટી અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈંડસ્ટ્રીની રાષ્ટ્રીય કારોબારી સમિતિના સભ્ય પણ હતા. મુથુટની કંપનીનું મુખ્યાલય કોચ્ચિમાં છે પરંતુ જોર્જ લાંબા સમયથી દિલ્હીમાં જ રહેતા હતા.

image soucre

ઉલ્લેખનીય છે કે એમ જી જોર્જ મુથુટના નેતૃત્વમાં મુથુટ ગૃપની પ્રમુખ કંપની મુથુટ ફાઈનાન્સ લિમિટેડ, એનબીએફસી વચ્ચે ભારતની સૌથી મોટી સોનાની વિત્તપોષણ કંપની બની ગઈ હતી. તેમના નેતૃત્વમાં મુથુટ ગૃપે દુનિયાભરમાં 5500થી વધુ બ્રાંચ અ 20થી વધુ વિવિધ વ્યવસાયનો વિસ્તાર કર્યો છે.

વર્ષ 2020માં જ જોર્જ મુથુટને દેશના 26માં ક્રમના સૌથી અમીર વ્યક્તિ ઘોષિત કર્યા હતા. ફોર્બ્સ એશિયા મેગેઝીન અનુસાર તે દેશના સૌથી વધુ અમીર મલયાલી ભારતીય હતા. મુથુટ લાંબા સમયથી દિલ્હીમાં જ સ્થાયી થયા હતા. જો કે તેમના 20થી વધુ ક્ષેત્રોના કારોબારોનો વહીવટ કોચ્ચિ ખાતેના મુખ્યાલયથી જ થતો હતો. આ ગૃપ ગોલ્ડ લાવવાથી લઈ સિક્યોરિટી, રિયલ એસ્ટેટ, હોસ્પિટલ, હોસ્પિટાલીટી અને એજ્યુકેશન સેક્ટરમાં કાર્યરત છે.

image source

મુથુટ ગૃપના ચેરમેનનું નિધન થયાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો. તેમને નીચે પટકાયા બાદ દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા સુધીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જોર્જે મુથુટ ફાઈનાન્સને નવી ઊંચાઈ સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નિધનથી મુથુટ ગૃપમાં પણ ખળભળાટ મચી ચુક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ