સુમિત્રા દેવી – જીવન આખું સફાઈ કર્મચારી તરીકે કામ કરનાર બહેનના દીકરા બન્યા ઓફિસર અને ડોક્ટર…

જીવન આખું સરકારી સફાઈ કર્મચારી તરીકે કામ કરનાર બહેનના દીકરા બન્યા ડોક્ટર, એન્જિનિયર અને આઈ.એ.એસ ઓફિસર…

image source

આપણે ફિલ્મોમાં કેટલાય એવા સીન જોયા હોય છે જેમાં માતાએ સિલાઈ કરીને કે પારકા ઘરના કામ કરીને પોતાના દીકરાઓને ઉછેર્યા હોય છે. પોતાના સંતાનો માટે વાર્તાઓની માતાઓએ કાળી મજૂરી કરતી આપણે વાંચી, જોઈ કે સાંભળી હોય છે પરંતુ હકીકતે પણ એવો બનાવ થોડા સમય પહેલાં બન્યો જ્યાં વર્ગ ૪ના મહિલા કર્મચારી બહેન જ્યારે નિવૃત્ત થયા ત્યારે એમના સન્માનમાં એવી ત્રણ ગાડીઓ આવીને ઊભી રહી ગઈ જેમાંથી એક ડોક્ટર, એક એન્જિનિયર અને એક સરકારી ઉચ્ચ અમલદાર બહાર નીકળ્યા અને આ બહેનને પગે લાગ્યા. કારણ જાણો છો? કેમ? કેમ કે, તે કર્મચારી બહેન એમના માતા છે. તેઓ માતાને સેવા નિવૃત્તિ બાદ લેવા આવ્યા હતાં.

image source

આપણે એવા કિસ્સાઓ જોઈએ છીએ જ્યાં પારિવારિક કલેશ હોય. વડીલોને વૃદ્ધાશ્રમ મોકલી દેવાની વાત થયા કરતી હોય. માતાપિતા એકલાં ઘરમાં બેસી રહેતાં હોય અને બાળકો માંડ એમની સાથે વાતો કરતાં હોય જેવા દુખદ પ્રસંગોની પણ ચર્ચાઓ થયા કરતી હોય છે. તેવામાં આ બનાવે સૌની આંખો ભીની કરી દીધી હતી અને એ દીકરાઓ ઉપર અને એ માતાની ઉછરણી ઉપર સૌએ ગર્વ પણ વ્યક્ત કર્યો હતો. આવો જાણીએ ક્યાં બન્યો હતો આ કિસ્સો અને કેવો રહ્યો હતો એ પ્રસંગનો અનુભવ જ્યારે માતાએ શીખામણ આપી કે કોઈ કામ નાનું નથી હોતું. દરેક કામ પવિત્ર હોય છે.

image source

માતાની નિવૃત્તિ સમયે શહેરના ઉચ્ચ હોદ્દાના દીકરાઓ રહ્યા હાજર, ત્યારે બન્યું કંઈક એવું કે સૌની આંખો છલકાઈ…

image source

ઝારખંડના રામગઢ ગામમાં એક એવો કિસ્સો બન્યો જેણે આખા દેશમાં ચર્ચાનું સ્થાન લઈ લીધું. સુમિત્રા દેવી નામના ક્લાસ ફોર કર્મચારીની સેવા નિવૃત્તિનો કાર્યક્રમ આયોજાયો હતો. હવે તમને થશે કે એ વળી કેવું કે આપણે આજ સુધી ઉંચા હોદ્દાના કર્મચારીઓના નિવૃત્તિ સમારંભની જ વાત સાંભળી છે.

image source

કોઈ સફાઈ કર્મચારી કે પિયૂન માટે સમારંભ યોજાય એજ પહેલાં તો નવાઈ પમાડે તેવું છે. આ અવસરે સીવાન શહેરના આઈ.એ.એસ અને ડી.એમ મહેન્દ્ર યાદવ, રેલ્વે એન્જિનિયર વિરેંદ્ર કુમાર યાદવ અને ત્યાંના જાણીતા ડોક્ટર ધીરેન્દ્ર યાદવ હાજર રહ્યા હતા. એનું સૌથી મુખ્ય કારણ એ હતું કે આટલા ઉચ્ચ હોદ્દા ધરાવતા એ ત્રણેય વ્યક્તિ આ નિવૃત્તિ લઈ રહેલાં મહિનાના પુત્રો હતા.

હું મારા કામને પવિત્ર માનું છું…

image source

રામગઢના સી.સી.એલ. સેન્ટ્રરલ કોલ્ડડ્ર્રીંક્સ લિમિટેડ કંપનીના ટાઉનશીપમાં જૈફવયના મહિલા કર્મચારીનું સેવાનિવૃત્તિ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ મહિલા અહીં વર્ષો સુધી કાર્યરત હતાં. તેઓ કહે છે કે આજે ભલે મારા દીકરાઓ ઉંચા હોદ્દે છે પરંતુ જો મેં અહીં કામ ન કર્યું હોત તો મારા દીકરાઓને હું ભણાવી ન શકી હોત. પોતાના કામ પ્રત્યેના સન્માનને કારણે તેમણે દીકરાઓ સેટલ થઈ ગયા બાદ પણ પોતાની નોકરી ચાલુ રાખી હતી.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે જેમણે આખું જીવન એક નાના કર્મચારી તરીકે કાઢી નાખ્યું એવા માતાના પુત્રોને પણ તેમના બલિદાનની કદર છે અને તેથી જ તેઓ નિવૃત્તિ સમયે માના સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા. તેઓ કહે છે, કોઈ જ કામ નાનું નથી હોતું… સુમિત્રા દેવીએ પોતાના સંતાનોને પણ આવી જ શીખ આપી છે. તેથી જ તેઓ આટલા ઉચ્ચ હોદ્દે પહોંચ્યા છે.

સંસ્થાએ સુમિત્રા દેવીને બીરદાવ્યા હતા…

image source

સન્માન સમારોહમાં સી.સી.એલ સંસ્થાએ કહ્યું કે અમને સુમિત્રા દેવી ઉપર ખૂબ જ ગર્વ છે અને અમે તેમને હંમેશા પરિવાર જેવા જ ગણ્યા છે અને તેમના પરિવારની સાથે જ છીએ. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા એ વિસ્તારના જી.એમ. ધિરેન્દ્ર બિહારીએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે બાળકોને ભણાવી – ગણાવીને ઉચ્ચ અધિકારી બનાવ્યા છે સુમિત્રા દેવીએ એજ એમના જીવનની સૌથી મોટી સફળતા છે. જેનો સૌને ગર્વ છે.
પુત્રોએ સ્વીકારી એવી વાત જેને આપણે પણ જીવનમાં ઉતારી શકીશું…

image source

તેમના ત્રણેય પુત્રો હાજર રહ્યા અને પોતાની વાત પણ રજૂ કરી ત્યારે એમણે એક જ વાત કહી કે અમે અમારા માતાનો સંઘર્ષ જોયો છે અને એમની મહેનતે જ આજે અમે આ સ્થાને પહોંચ્યા છીએ. માતાએ પિયૂનની નોકરી જેવી નાનું કામ પણ છેક સુધી કર્યું એનો એમને ભારોભાર ગર્વ જણાતો હતો. માતાએ આપેલી શીખને તેઓ કાયમ યાર રાખશે તેવું પણ જણાવ્યું હતું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ