પત્ની અને પુત્રી સાથે આવા ભવ્ય ઘરમાં રહે છે અનિલ કપૂર – જુઓ ફોટા…

પત્ની અને પુત્રી સાથે અનિલ કપૂર રહે છે આ લક્ઝરિયસ ઘરમાં. તસ્વિરો જોઈ ચકિત થઈ જશો

image source

અનિલ કપૂરની ઉંમર વધતી જાય છે તેમ તેમ તે દીવસેને દીવસે યુવાન થતો જાય છે. આજે તે પોતાની સાથેના કોઈ પણ અભિનેતા કરતાં ક્યાંક વધારે સ્ફુર્તિલો છે. આ ઉપરાંત તેની પાસે ફિલ્મોની તો કોઈ કમી છે જ નહીં પણ સાથે સાથે તે ઘણા બધા એન્ડોર્સમેન્ટ પણ કરે છે. આ બધું જ તેની એવરયંગ ઇમેજને કારણે છે. જો કે તેને કંઈ હંમેશા યુવાન રહેવાનું વરદાન નથી મળ્યું પણ તે પોતાના સ્વાસ્થ્યની પુરતી કાળજી રાખીને યુવાન દેખાઈ રહ્યો છે. તે ચોક્કસ પ્રકારનું ડાયેટ તેમજ એક્સરસાઈઝ કરીને પોતાને ફીટ રાખે છે. અને તેની આજ ફિટનેસ આજની પેઢીના યુવાન અભિનેતાઓને પણ હંફાવે છે.

image source

અનિલ કપૂરનું કુટુંબ સમગ્ર બોલિવૂડનું એક નામી કુટુંબ છે. તેને બે ભાઈઓ છે તેમનો પણ પરિવાર છે આ ઉપરાંત પોતાની બે પુત્રી અને એક દીકરો છે તેમના પણ પરિવાર છે. આમ તેનું કુટુંબ ભર્યું-ભર્યું છે. અનિલ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 1979થી કાર્યરત છે. જો કે તેણે પોતાની પ્રથમ ફિલ્મમાં મુખ્ય હીરો તરીકે તો તેલુગુ ફિલ્મ વામસા વૃક્ષમમાં અભિનય કર્યો હતો.

image source

અનિલ કપૂરને બે નેશનલ અવોર્ડ અને છ ફિલ્મ ફેયર અવોર્ડ મળી ચુક્યા છે. તેણે ફિલ્મ ક્ષેત્રમાં 40 વર્ષ કરતાં પણ વધારે સમય કામ કર્યું છે જે હજુ પણ ચાલુ જ છે. તે 2005થી પ્રોડ્યુસર પણ છે. અનિલ કપૂરે માત્ર હિન્દી, તેલગુ કે કન્નડ ફિલ્મો જ નહીં પણ આંતરરાષ્ટ્રિય ફિલ્મોમાં પણ પોતાના અભિનયનું ઓજસ પાથર્યું હતું. તે મિશન ઇમ્પોસિબલમાં પણ જોવા મળ્યો હતો. આ ઉપરાંત બીજી ઘણા બધા આંતરરાષ્ટ્રિય પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. આમ અનિલ કપૂર એક આંતરરાષ્ટ્રિય સ્ટાર છે.

ભૂતકાળમાં રહેવું પડ્યું હતું બંગલાના ગેરેજમાં

image source

એક વખત એવો હતો કે જ્યારે અનિલ કપૂર આર્થિક રીતે તંગી ભોગવી રહ્યો હતો. અને તે વખતે તેણે પોતાના કુટુંબ સાથે રાજકપૂરના બંગલાના ગેરેજમાં પણ રહેવાનો વારો આવ્યો હતો પણ ત્યાર બાદ અનિલ કપૂરની કિસ્મત પલટી અને તે પોતાની કારકીર્દીમાં સફળ થતો ગયો અને બસ પોતાની આ જ પરસેવાની કમાણીથી તેણે જુહુમાં આ સુંદર બંગલો બનાવ્યો.

પત્ની સુનિતાએ ડીઝાઈન કર્યું છે બંગલાનું ઇન્ટિરિયર

image source

અનિલ કપૂર આજે મુંબઈના પોશ વિસ્તાર એવા જુહુમાં એક વિશાળ ઘર ધરાવે છે જેને અંદરથી તેની પત્નીએ સજાવ્યું છે. તેનું આ ઘર ભવ્ય તો છે જ પણ સાથે સાતે તેટલું જ કંફર્ટેબલ પણ છે. અહીં તે પોતાની પત્ની પોતાની બે દીકરી સોનમ અને રીહા તેમજ દીકરા હર્ષવર્ધન સાથે રહે છે. અનિલની પત્ની સુનિતા એક પ્રોફેશનલ ઇન્ટિરિયર ડિઝાઈનર છે. તેણીએ પોતાની હાથે આ સુંદર મજાના બંગલાને સજાવ્યો છે જો કે તેમાં તેણે પોતાના પતિની એક-એક પસંદને ધ્યાનમાં રાખી છે.

બંગલામાં એક વિશાળ જીમ પણ છે

image source

અનિલ કપૂર 60 વર્ષ ઉપરનો હોવા છતાં પણ કોઈ 30 વર્ષના યુવાન જેવી સ્ફુર્તિ ધરાવે છે. તેની પાછળ તેની ફીટનેસ જવાબદાર છે અને પોતાની જાતને ફીટ રાખવા માટે અનિલ પોતાના ઘરના જીમનો જ ઉપયોગ કરે છે. આ એક આંતરરાષ્ટ્રિય કક્ષાનું જીમ છે. જેનો ઉપયોગ ઘણીવાર તેના સેલિબ્રિટિ સાથીઓ જેવા કે અનુપમ ખેર વિગેરે પણ કરે છે.

બહારથી સામાન્ય લાગતો અનિલ કપૂરનો બંગલો અંદરથી કોઈ મહેલથી કમ નથી

image source

ઘણા બધા સ્ટ્રગલ બાદ આજે અનિલ કપૂર એક લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ એન્જોય કરી રહ્યો છે. અનિલ કપૂરના બંગલાના ઇન્ટિરિયરને મુખ્યત્વે વુડન શોપીસથી સજાવવામાં આવ્યું છે. આ સિવાય બંગલાના લોબી એરિયામાં એક સુંદર મજાનો બુદ્ધ ભગવાનનો શોપીસ પણ મુકવામાં આવ્યો છે. તેમજ દિવાલો પર વિદેશમાંથી ભેગા કરવામાં આવેલી સુંદર તસ્વીરો પણ સજાવવામાં આવી છે.

બંગલામાં છે એક નાનકડું ગાર્ડન

image source

આ ઉપરાંત બંગલામાં એક નાનકેડું ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે. જે ફેમિલિ મેમ્બર્સની ખુબ જ પસંદગીની જગ્યા છે. સોનમ તેમજ અનિલના ઇન્સ્ટા અકાઉન્ટ પર તમે ઘણીવાર તેમના નાનકડા ગાર્ડનની ઝલક જોવા મળી જશે. અહીં તેઓ નાનકડી પાર્ટીઝ પણ અવારનવાર ગોઠવતા રહે છે.

અનિલ કપૂરની અન્ય પ્રોપર્ટી

image source

અનિલ કપૂર આ બંગલા ઉપરાંત બીજી કેટલીક સંપત્તિઓ દેશ-વિદેશમાં ધરાવે છે. જેમાં મુંબઈની જ જેવીપીડી સ્કીમમાં એક બંગલો છે, આ સિવાય એક અહેવાલ પ્રમાણે તે બાંદ્રામાં એક હાઈએન્ડ અપાર્ટમેન્ટ ધરાવે છે. જેની લગભગ કીંમત 25-30 કરોડ સુધીની આંકવામાં આવે છે. આ સિવાય તે લંડનના અતિ પોશ કહેવાય તેવા સેન્ટ્રલ લંડનમાં પણ પ્રોપર્ટી ધરાવે છે આ સિવાય તે કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉટીમાં પણ એક ઘર ધરાવે છે જ્યાં તેનો દીકરો હર્ષવર્ધન અભ્યાસ દરમિયાન રહ્યો હતો. આમ એક વખતે જે વ્યક્તિ ગેરેજમાં રહેવા મજબૂર હતો આજે તે વ્યક્તિ પાસે અનેક પ્રોપર્ટી છે.

અનિલ અને સુનિતાની રસપ્રદ લવ સ્ટોરી

image source

અનિલ કપૂર ઘણીવાર પોતાના ઇન્ટવ્યુઝમાં પોતાની પત્ની સાથેના પ્રેમ વિષે કહી ચુક્યો છે. અનિલ એક સામાન્ય કુટુંબમાંથી આવતો હતો જ્યારે તેની પત્ની એક માલેતુજાર કુટુંબમાંથી આવતી હતી. તેની પત્ની પહેલેથી જ એક સફળ કોશ્ચ્યુમ ડિઝાઈનર હતી. તે બન્ને જ્યારે એકબીજાના પ્રેમમાં પડ્યા ત્યારે અનિલ પાસે કશું જ નહોતું. સામાન્ય રીતે હંમેશા બોયફ્રેન્ડ પાસે જ ગીફ્ટ્સ તેમજ રેસ્ટોરન્ટ વિગેરે લઈ જવાની અપેક્ષા રાખવામાં આવે છે પણ અહીં ઉલટું હતું. અહીં સુનિતા અનિલને બધી મજા કરાવતી હતી.

image source

છેવટે અનિલ કપૂરે પોતાની ગર્લફ્રેન્ડ અને પ્રેમિકા એવી સુનિકા ભાવનાની સાથે 1984માં લગ્ન કરી લીધા અને તેના એક વર્ષ બાદ સોનમનો જન્મ થયો ત્યાર બાદ 1987માં રીહા કપૂર અને 1990માં હર્ષવર્ધન કપૂરનો જન્મ થયો. સોનમને આજે ફેશન દીવા ગણવામાં આવે છે. જ્યારે રીહા કપૂર ફિલ્મો પ્રોડ્યુસ કરે છે અને હર્ષવર્ધન હજુ ફિલ્મોમાં પાપા પગલી ભરી રહ્યો છે. આમ અનિલ એક ભર્યું ભર્યું કુટુંબ ધરાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ