સુહાનાથી લઇને આ સ્ટાર કિડ્સે હજુ સુધી નથી લીધી ફિલ્મોમાં એન્ટ્રી, તેમ છતાં હંમેશા રહે છે ચર્ચામાં

છેલ્લા કેટલાક વર્ષોથી બોલીવુડમાં સ્ટાર કિડસને એક લાંબી ફોજ જોવા મળી રહી છે. અમુક આઉટસાઇડર્સને છોડી દો તો હાલના દિવસોમાં બોલીવુડમાં ચારે બાજુ સ્ટાર કિડ્સ જ છવાયેલા છે. જો કે ઘણા બધા સ્ટાર કિડ્સ એવા પણ છે જેમને ફિલ્મોમાં હજી એન્ટ્રી નથી લીધી પણ સોશિયલ મીડિયા પર એ ઘણા જ ફેમસ છે. એમના ફોટા અને ખબરો સોશિયલ મીડિયા પર ઘણા જ વાયરલ થતા રહે છે. તો ચાલો તમને જણાવી દઈએ એ સ્ટાર કિડ્સ વિશે જે ફિલ્મોમાં આવ્યા વગર જ મચાવી રહ્યા છે ધમાલ.

સુહાના ખાન.

image source

આ લિસ્ટમાં સુહાના ખાનનું નામ હોય એ તો સ્વાભાવિક જ છે. બોલિવુડના કિંગ ખાનની લાડલી દીકરી સુહાના ખાન હાલ ન્યુયોર્કમાં અભ્યાસ કરી રહી છે પણ સોશિયલ મીડિયા પર એ ખૂબ જ ફેમસ છે. સુહાના ઘણીવાર પોતાના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે જે એમના ફેન્સને ખૂબ જ પસંદ પણ આવે છે. સુહાના ખાન ફિલ્મોમાં આવશે કે નહીં એ તો આવનારો સમય જ જણાવશે પણ સોશિયલ મીડિયા પર એમના ફેન્સની સંખ્યા ઘણી બધી છે.

નવ્યા નવેલી નંદા.

image source

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા ફિલ્મોમાં નથી આવી પણ ઘણીવાર ચર્ચામાં બની રહે છે. સોશિયલ મીડિયા પર નવ્યાના ફોટા પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. નવ્યા ફક્ત પોતાના ગ્લેમરસ ફોટા જ નહીં પણ પોતાના પ્રોજેકટની જાણકારી પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે જેના પર યુઝર્સ ઘણી કમેન્ટ પણ કરે છે.

આર્યન ખાન.

image source

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન જ નહ8 એમનો મોટો દીકરો આર્યન ખાન પણ ઘણા જાણીતા સ્ટાર કિડ્સમાંથી એક છે. હજી સુધી આર્યન ખાને ફિલ્મોમાં એન્ટ્રી નથી લીધી પણ એમના ફોટા ખૂબ જ વાયરલ થતા રહે છે. થોડા સમય પહેલા આર્યનનો એક કોફી પીતો ફોટો ખૂબ જ વાયરલ થયો હતો. આ ફોટા પર યુઝર્સે ઘણી કમેન્ટ્સ પણ કરી હતી.

શનાયા કપૂર.

image source

સંજય કપૂરની દીકરી શનાયા કપૂર ખૂબ જ જલ્દી બોલીવુડમાં એન્ટ્રી લેવાની છે. એમના લોન્ચિંગનું એલાન કરણ જોહરે કર્યું હતું. જો કે ફિલ્મોમાં આવતા પહેલા જ શનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. એમના ગ્લેમરસ ફોટા યુઝર્સને ઘણા પસંદ આવે છે.

કૃષ્ણા શ્રોફ.

image source

જેકી શ્રોફની દીકરી અને ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પણ ફિલ્મોમાં નથી આવી પણ હમેંશા ચર્ચામાં રહે છે. કૃષ્ણા પોતાના ભાઈની જેમ ફિટનેસ ફ્રિક છે અને ઘણીવાર ઈન્ટરનેટ પર પોતાના બોલ્ડ અને ગ્લેમરસ ફોટા શેર કરે છે. કૃષ્ણાના ફોટા પર એમના ફેન્સ દિલ ખોલીને કમેન્ટ્સ કરે છે.

અહાન પાંડે.

image source

ચંકી પાંડેનો ભત્રીજો અહાન પાંડે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે. એમના ફોટા યુઝર્સને ઘણા ગમે છે. અહાનની કઝીન અનન્યા ફિલ્મોમાં આવી ચૂકી છે અને દર્શકોમાં પોપ્યુલર પણ છે. તો એવી પણ ખબર આવી રહી છે કે અહાન પણ જલ્દી જ ફિલ્મોમાં દેખાઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!