કોરોના વાયરસમાં આ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીનો લઇ શકો છો લાભ, ચિંતામુક્ત થઇને હવે કરાવો સારવાર

દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેર સુનામી સ્વરૂપે ત્રાટકી છે. દેશભરમાંથી ચિંતામાં મુકી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. મોટા મોટા શહેરોમાં પણ ઓક્સીજન અને બેડ ખૂટી પડ્યા છે. જો કે ઓક્સીજનની આપૂર્તિ માટે કેન્દ્ર સરકારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે.

image soucre

દેશમાં કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિ વચ્ચે રાજસ્થાનમાં આજથી 3 મે સુધી લોકડાઉન જેવી કડક પાબંદી લગાવી દીધી છે. દિલ્હીમાં પણ આજથી કડક નિયમો અમલમાં મુકાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 74 હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 1619 લોકોના મોત થયા છે.

image source

કોરોનાના દર્દીઓની સંખ્યા જેમ જેમ વધી રહી છે. તેમ તેમ લોકોને હેલ્થ ઈંસ્યોરન્સ પોલિસીનું મહત્વ પણ સમજાય રહ્યું છે. કોરોનાની સારવારમાં લાખોનો ખર્ચ થાય છે. તેવામાં જેમની પાસે હેલ્થ પોલિસી નથી તેમના માટે સ્થિતિ ખરાબ થઈ જાય છે. ઘરમાં કોરોનાના એક દર્દીની સારવાર થાય તેમાં બધી જ બચત ખર્ચાય જાય છે અને ઘણાને તો ઉધાર નાણા લેવાની જરૂર પડે છે.

image source

લોકોની આ સ્થિતિને જોતાં કોરોના વાયરસને કવર કરવા માટે ખાસ પોલિસી શરુ કરવામાં આવી છે. જો કે મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે. તેથી તેનો લાભ લઈ શકતા નથી. તો આજે તમને જણાવીએ આ ખાસ પોલિસી વિશે.

image source

ભારતીય વીમા નિયામક તેમજ વિકાસ પ્રાધિકરણ દ્વારા એપ્રિલ 2020માં જાહેર કરવામાં આવ્યું હતું કે વીમા કંપની કોવિડ ટ્રીટમેન્ટનો ક્લેમ આપવાની મનાઈ કરી શકશે નહીં. વીમા કંપનીઓને આ અંગે નિર્દેશ પણ આપી દેવામાં આવ્યા હતા કે તમામ પ્રકારના હેલ્થ ઈંશ્યોરન્સ પોલિસીમાં કોરોનાની સારવારને પણ કવર કરવામાં આવે.

કોઈપણ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં 24 કલાકથી વધુ સમય માટે દર્દી હોસ્પિટલમાં દાખલ થાય એટલે તેને સંપૂર્ણ ખર્ચ મળશે. કોઈપણ હેલ્થ પોલિસીમાં કોરોનાની સારવારનો ખર્ચ આવરી લેવામાં આવશે. જો કે કેન્સર, હાર્ટ કે અન્ય ગંભીર રોગ માટે લીધેલી પોલિસીમાં કોરોનાની સારવારનો ખર્ચ આવરી લેવામાં નહીં આવે.

image source

આ સિવાય આઈઆરડીઆઈએ દ્વારા વીમા કંપનીઓને ખાસ કોરોના વાયરસ આરોગ્ય વીમા પોલિસી લાવવા પણ નિર્દેશ આપ્યા હતા. આ બાદ ઘણી વીમા કંપનીઓએ કોરોના વાયરસ માટે કોવિડ પોલિસી રજૂ પણ કરી છે. આ પોલિસીમાં માત્ર કોરોનાની સારવારનો ખર્ચ આપવામાં આવે છે. આ પોલિસીમાં ગ્રેસ ટાઈમ 15 દિવસનો હોય છે.

image source

કોરોના કવચ નામની આ પોલિસીમાં 50 હજારથી 5 લાખ સુધીની વીમાની રકમ હોય છે. આ એક પ્રીમિયમ પોલિસી છે. તે સાડા ત્રણ મહિનાથી લઈ 10 મહિના સુધીના સમય સુધી લઈ શકાય છે. જો કોઈએ આ વીમો લીધો છે તો તેને 50 હજારથી લઈ 2.5 લાખ રુપિયા સુધીનું વીમા કવચ મળશે.

image source

કોરોનાની આ સ્થિતિ જોતાં ચોક્કસથી એટલું કહી શકાય કે હજારોના ખર્ચ સામે વ્યક્તિ કોરોના થાય તો ચિંતામુક્ત રહી તમામ જરૂરી સારવાર કરાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!