કોરોના કાળની મંદીમાં મોદી સરકારની મદદથી ઓછા રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, થશે લાખોમાં કમાણી

કોરોનાનું સંકટ એવું છે કે જેમાં ઘણા લોકોને અનેક પ્રકારના નુકસાન થયા છે. મોટા ભાગના લોકો એવા છે જેમનું કામ છૂટી ગયું છે. એટલે કે લોકડાઉન કે પછી આર્થિક સંકટના કારણે ચાલતા બિઝનેસને બંધ કરવાનો સમય આવ્યો છે. આવા લોકો માટે પૈસા કમાવાની સુવર્ણ તક સરકાર લાવી છે. મોદી સરકારની મદદ કોઈપણ વ્યક્તિ આ કામ ઓછા રોકાણ સાથે શરુ કરી શકે છે.

image source

કોરોના કાળમાં સરકારે એવા યુવક યુવતીઓને નવી તક આપી છે કે જેમને કામની સખત જરૂરીયાત હોય. આ બિઝનેસની ખાસિયત એ છે કે તે ઓછા રોકાણ સાથે શરુ કરી શકાય છે અને સાથે જ તેમાં મહિને લાખોની કમાણી થાય છે. હવે તમને પણ જાણવાની ઉત્સુકતા હશે કે આવો તે કયો બિઝનેસ હશે કે જેમાં ઓછા રોકાણ સાથે લાખોની કમાણી કરી શકાય..

image source

આ બિઝનેસ છે માસ્ક બનાવવાનો. કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ માર્કેટમાં માસ્ક અને સેનિટાઈઝરની માંગ વધી છે. આ જ કારણ છે કે લોકોએ ઘરે બેઠા માસ્ક બનાવવાનો બિઝનેસ શરુ કર્યો છે. આ બિઝનેસમાં ઓછા સમય અને ઓછા રોકાણમાં વધારે કમાણી કરી શકાય છે.

image source

માસ્કની સાથે સેનિટાઈઝર બનાવવાની ઈન્ડસ્ટ્રી પણ ઝડપથી વધી રહી છે. જો કે માસ્ક બનાવવાનો બિઝનેસ એવો છે કે જે ઘરે બેઠા પણ કરી શકાય છે. એટલે કે આ બિઝનેસ કોઈપણ વ્યક્તિ સરળતાથી કરી શકે છે. તમે ઘરે માસ્ક બનાવી અને ઓનલાઈન તેનું વેચાણ સારા નફા સાથે કરી શકો છો.

image source

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર સ્વાસ્થ મંત્રાલયની વેબસાઈટ પર હોમમેડ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. ત્યારબાદ કાપડથી બનેલા માસ્ક બનાવવાનું કામ શરુ થયું છે. ઘરમાં જ નહીં પરંતુ ટેક્સટાઈલ કંપનીમાં પણ ઈનહાઉસ ફેબ્રિક માસ્ક બનાવવાનું કામ શરુ કરવામાં આવ્યું છે.

image source

દેશભરના બજારોમાં પણ કાપડના માસ્ક વેચવાની સાથે નિકાસ કરવાની પણ શરુઆત કરવામાં આવી છે. આ દરમિયાન કાપડના માસ્કની ઘણી ડિઝાઈન પણ બજારમાં આવી છે. માસ્ક પણ ખાસ ફેબ્રિક સાથે ડિઝાઈન થવા લાગ્યા છે. માસ્ક ખાદી, કોટનના કાપડ અને રેઝા મટીરીયલથી બને છે. રેઝા ફેબ્રિક પર કામ કરતાં ડિઝાઈનર લલિતાનું કહેવું છે કે કોટન, ખાદી અને રેઝા ફેબ્રિકની માંગ માસ્ક માટે વધી રહી છે. રેઝા મટીરીયલના માસ્કની માંગ દક્ષિણ ભારતમાં વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!