શું તમને ખ્યાલ છે લસણનું મીઠું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કેવી રીતે

મિત્રો, આપણે જ્યારે પણ કોઇ સબ્જી અથવા કોઇ અન્ય ખાવાની વસ્તુ બનાવીએ છીએ તો તેમા નમક અત્યંત આવશ્યક બની જાય છે. કોઇપણ ભોજન નમક વિનાનુ બેસ્વાદ લાગે છે. આ વાત અહી સુધી જ સીમિત નથી રહેતી પરંતુ, જે લોકો બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા હોય છે, તે લોકોને પણ દાકતર નમકનુ સેવન કરવાની સલાહ આપે છે પરંતુ, શું તમે ક્યારેય લસૂનના નમકનુ સેવન કર્યુ છે?

image source

તે ફક્ત તમારા બ્લડપ્રેશરને જ નિયંત્રણમા નથી રાખતુ પરંતુ, તે આપણા વધતા જતા વજનને નિયંત્રણમા રાખવા માટે પણ સહાયરૂપ સાબિત થાય છે. આપણામાંથી મોટાભાગના લોકો વધતા જતા વજન અને મોટાપાની સમસ્યાથી ખુબ જ વધારે પીડિત રહીએ છીએ અને તેના કારણે આપણે પોતાની ખાણીપીણામા પણ ફેરફાર કરીએ છીએ.

image source

વજન ઘટાડવા માટે આપણે કસરત પણ કરતા હોઈએ છીએ પરંતુ, ઘણીવાર આપણને આ બધાથી પણ મદદ મળતી નથી. એવામા જો તમે પણ વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો એવામા લસૂનનુ નમક તમારા માટે ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. તેમા ખૂબ જ ઓછા પ્રમાણમા ડાઇટરી ફાઇબર સમાવિષ્ટ હોય છે, તે આપણા ભોજનને પચાવવા અને આપણી પાચનક્રિયા મજબુત બનાવવામા પણ સહાયરૂપ સાબિત થાય છે.

image source

આપણામાંથી અમુક લોકો એવા પણ હોય છે કે, જે હાઇ બ્લડપ્રેશર જેવી સમસ્યાઓનો સામનો કરે છે. બ્લડપ્રેશરમા વધઘટ થવાના કારણે લોકોએ અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યા સામે લડી રહ્યા હોવ તો લસૂનવાળુ નમક તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આપણા શરીરમાથી ઝેરી પદાર્થો બહાર કાઢવા માટે પણ લસૂનવાળા નમકનુ સેવન ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. ઘણીવાર સ્થિતિ એવી સર્જાતી હોય છે કે, ખાણીપીણીની અમુક ખોટી આદતોના કારણે પણ આપણા શરીરમા અમુક પ્રકારના હાનિકારક તત્ત્વ પેદા થઇ જાય છે, જેને બહાર કાઢવાનુ કામ લસણવાળુ નમક કરી શકે છે.

image source

આ સિવાય આ નમકમા સમાવિષ્ટ તત્વો આપણા શરીરમા રહેલા બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવામા લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે નિયમિત આ વસ્તુનુ સેવન કરો છો તો તેનાથી તમારા કોલેસ્ટ્રોલનુ એકદમ સામાન્ય બની જાય છે. આ ઉપરાંત આ લસણનુ નમક બનાવવામા પણ ખૂબ જ સરળ છે.

image source

આ નમક તૈયાર કરવા માટે તમે સૌથી પહેલા ૧/૩ સાધારણ નમકની સાથે એક ભાગ લસણનો મિક્સરમા ઝીણુ ક્રશ કરી લો. ત્યારબાદ આ તૈયાર મિશ્રણને ૧૮૦ ડિગ્રી પર બેક કરી લો અને એકવાર ફરીથી તેને મિક્સીમા દળી લો. તો તૈયાર છે તમારુ ગાર્લિક સોલ્ટ. આ સોલ્ટનો તમારા રોજીંદા ભોજનમા ઉપયોગ કરો અને તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત