આ વળી નવીન, સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં કોરોના થવાનું જોખમ વધારે, એમાં પણ ટાલિયા પુરુષો બને છે પહેલો શિકાર

કોરોના વાયરસે હાલ ફક્ત ભારત જ નહિ પણ વિશ્વન લગભગ દરેક દેશને પોતાની જાળમાં લઇ લીધું છે. લગભગ કોઈ દેશ એવો નથી કે જ્યાં કોરોના વાયરસનો પ્રભાવ ન ફેલાયો હોય. આ વાયરસ સંબંધે અનેક સંશોધનો પણ થાય છે.

image source

ત્યારે કોરોના વાયરસ સંબંધે રિસર્ચ કરતા રિસર્ચરોએ એવો દાવો કર્યો છે કે પુરુષના હાર્મોન એન્ડ્રોજન (Androgens) કોરોના વાયરસ (Corona Virus) ની સંક્રમિત કરવાની ક્ષમતાને વધારી શકે છે. આ હાર્મોનને કારણે પુરુષોમાં દવાઓની અસર પણ ઓછી થાય છે. ખાસ કરીને ટકલા પુરુષોમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ થવાનું જોખમ અન્ય વ્યક્તિઓની સરખામણીએ વધુ છે.

અમેરિકાની બ્રાઉન યુનિવર્સીટી દ્વારા કરવામાં આવેલા આ નવા સંશોધનના મુખય સંશોધનકર્તા પ્રોફેસર કાર્લોસ વેમ્બિયરના કહેવા અનુસાર પુરુષોમાં ટાલિયાપણું હોવું એ કોવિડ 19 ના ગંભીર સંક્રમણનું રિસ્ક ફેક્ટર છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના આઉટબ્રેક બાદ આ સંશોધન સામે આવ્યું હતું કે આ મહામારીને કારણે સ્ત્રીઓની સરખામણીએ પુરુષો પર મૃત્યુનું જોખમ વધારે છે.

સ્પેન અને અમેરિકામાં થઇ સ્ટડી

image source

અસલમાં કોરોના વાયરસ અને ટાલિયાપણાનો સંબંધ જાણવા માટે બે સંશોધન કરવામાં આવ્યા છે. એક સંશોધનમાં 41 કોરોના દર્દીઓ પર કરવામાં આવેલ રિસર્ચમાં એવું સામે આવ્યું હતું કે તેમાંથી 71 ટકા લોકો ટાલિયા હતા. જયારે બ્રાઉન યુનિવર્સીટીના સંશોધન મુજબ 122 કોરોના દર્દીઓ પર થયેલ શોધમાં 79 ટકા લોકો ટાલિયા હતા.

એકસરખા પરિણામ જોવા મળ્યા

બન્ને સંશોધનોમાં એકસરખા જ પરિણામો જોવા મળ્યા હતા. સંશોધનકર્તાઓના જણાવ્યા મુજબ ટાલિયાપણા અને કોરોના વાયરસના ગંભીર સંક્ર્મણનો ખાસ સંબંધ છે. રિસર્ચરના દાવા મુજબ પુરુષોના હાર્મોન એન્ડ્રોજન કોરોના વાયરસની સંક્ર્મણ ક્ષમતાને વધારી શકે છે. આ હાર્મોનને કારણે જ પુરુષોમાં કોરોના સામે લડવા માટેની દવાઓ અસરકારક નથી રહેતી અને દર્દી ગંભીર રીતે બીમાર પડી જાય છે. આવી સ્થિતિમાં દર્દીને સજા થવામાં પણ વધુ સમય લાગે છે.

એક અન્ય સંશોધનમાં પણ થયો હતો ખુલાસો

આ પહેલા એક સ્ટડીમાં એમ કહેવામાં આવ્યું હતું કે મહિલાઓની સરખામણીએ પુરુષોના લોહીમાં એવા અણુઓની સંખ્યા વધુ હોય છે જે સરળતાથી કોરોના વાયરસના વાહક બની શકે છે. કોરોના વાયરસથી સંક્રમિત પુરુષો અને મહિલાઓની સંખ્યા એકસમાન હતી પરંતુ પુરુષોને વધુ ગંભીર બીમારી થઇ. વૈજ્ઞાનિકોએ એમ પણ જાણ્યું કે મૃત્યુ પામનારા 70 થી વધુ પુરુષો હતા. જેનો અર્થ એ થાય કે પુરુષોમાં મહિલાઓ કરતા મૃત્યુ દર લગભગ 2.5 ટકા વધુ હોઈ શકે છે. તેઓએ જણાવું કે પુરુષ ભલે કોઈપણ ઉંમરના હોય પરંતુ પુરુષ હોવાને કારણે તેઓને વાયરસને કારણે અન્ય ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!