WhatsAppની આ ટ્રીકથી તમે તમારા પ્રોફાઈલ પિક્ચરને ખાસ વ્યક્તિઓ માટે કરી શકાય છે હાઇડ

આજકાલ WhatsApp એક એવી એપ્લિકેશન છે જે આજકાલ મોટાભાગના સ્માર્ટફોન ધારકોના ફોનમાં હોય છે અને વૈશ્વિક રીતે તો WhatsApp એવી સોશ્યલ મીડિયા એપ પૈકી એક છે જે સૌથી વધુ લોકપ્રિય હોય. હા, એ વાત સાચી કે થોડા સમય પહેલા જ Whatsapp દ્વારા તેની પ્રાઇવસી પોલિસી અપડેટ કરવાની કાર્યવાહી બાદ ઘણા ખરા યુઝર્સ અન્ય સોશ્યલ મીડિયા એપ તરફ વળી ગયા હતા અને Whatsapp ને તેના યુઝર્સની સંખ્યામાં પણ ઘટાડો ભોગવવો પડ્યો હતો.

image source

Whatsapp પર પોતાનો સારામાં સારો પ્રોફાઈલ પિક્ચર મૂકી બધાને દેખાડવામાં લગભગ બધાને રસ હોય છે. પરંતુ ક્યારેક એવું પણ બનતું હોય છે અને એવી પરીસ્તીથી હોય છે કે આપણે અમુક ખાસ વ્યક્તિઓને આપણો પ્રોફાઈલ પિક્ચર નથી દેખાડવા ઇચ્છતા. ત્યારે આજના આ ટેક્નોલોજી સંબંધિત લેખમાં અમે આપને એક એવી ટ્રીક વિષે જણાવવાના છીએ જેની મદદથી તમે તમારો મનપસંદ ફોટો dp માં લગાવી શકશો અને તે પણ અમુક ખાસ વ્યક્તિઓને ન દેખાય તે રીતે. તો આ ટ્રીક કઈ છે આવો જઈને.

image source

whatsapp માં પ્રોફાઈલ પિક્ચર હટાવવા માટેની સેટિંગમાં થોડો ફેરફાર કરવો પડશે. આ માટે સૌપ્રથમ તમારા whatsapp ને ઓપન કરો. અને ત્યારબાદ whatsapp ના સેટિંગમાં જવું. ત્યાં તમને એકાઉન્ટનો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરી. આગળના વિકલ્પ પ્રાઇવસીને ક્લિક કરવું.

image source

હવે અહીં તમે પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો. ત્યારબાદ એક પૉપ અપ વિન્ડો ઓપન થશે જેમાં સૌથી ઉપર પ્રોફાઈલ ફોટો લખેલું હશે. અને તેના નીચે અન્ય ત્રણ વિકલ્પ હશે. સૌ પ્રથમ એવરી વન, ત્યારબાદ માય કોન્ટેક્ટ અને ત્યારબાદ નો બોડી. તમારા whatsapp પ્રોફાઈલ પિક્ચરને ખાસ વ્યક્તિઓથી હાઇડ કરવા માટે તમારે બીજો વિકલ્પ માય કોન્ટેક્ટ પસંદ કરવાનો રહેશે.

image source

whatsapp પર આ ફેરફાર કર્યા બાદ તમારું કામ થઇ જશે એટલે કે તમે તમારા ખાસ સંબધીઓથી તમારો પ્રોફાઈલ પિક્ચર હાઇડ કરી શકશો. જો કે આ માટે એક સ્ટેપ બાકી છે અને તે એ કે જયારે પણ તમે તમારો પ્રોફાઈલ પિક્ચર બદલાવો ત્યાર પહેલા એ વ્યક્તિઓના નંબર તમારા સ્માર્ટફોનમાંથી ડીલીટ કરી દો જેઓને તમે તમારો whtasapp પ્રોફાઈલ પિક્ચર દેખાડવા નથી ઇચ્છતા. આમ કર્યા બાદ તમારે તમારી પસંદગીનો પ્રોફાઈલ પિક્ચર અપલોડ કરી શકશો અને તે ખાસ કરેલા વ્યક્તિઓથી હાઇડ એટલે કે છુપાયેલો રહેશે.

image source

whatsapp ની આ ટ્રીક થોડી અઘરી જરૂર છે. પણ અઘરી એ લોકો માટે જ હશે જેઓ whatsapp ના નવા યુઝર્સ હોય અથવા જેઓને તેની સેટિંગ સંબંધી માહિતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!