ઈન્ડીયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝન સમાપ્ત થાય તે પહેલા જ લીગને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. ત્યાં જ આવામાં ક્રિકેટર્સને કોરોના વાયરસની કઈ વેક્સિન લેવી જોઈએ તેના વિષે ખુલાસો કરવામાં આવ્યો છે.

-ભારતીય ક્રિકેટર્સને કોરોના વાયરસની આ વેક્સિન લેવા માટે આપવામાં આવી સલાહ.
-અત્યારે ક્રિકેટર્સ પોતાના ઘરે છે તો વેક્સિન લઈ શકશે.
-આવનાર મહિનામાં ઈંગ્લેન્ડ ટુર પર જવાનું રહેશે.

ભારતીય ક્રિકેટર્સને આવનાર મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવા માટે ઈંગ્લેન્ડ જવાનું હોવાથી તેની પહેલા ભારતીય ક્રિકેટર્સ પોતાના પરિવારની સાથે સમય વિતાવી શકશે. દેશમાં કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સિનેશન અભિયાન પુરા જોશ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે આવા સમયમાં ભારતીય ક્રિકેટર્સને કોવિશિલ્ડ નામની કોરોના વાયરસની વેક્સિન જ લેવી જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવા જતા પહેલા બીસીસીઆઈ દ્વારા ભારતીય ક્રિકેટર્સને કોરોના વાયરસની વેક્સિન અપાવવાનું કોઈ આયોજન કરવામાં આવ્યું છે કે નહી? આ વિષે જણાવતા સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, હવે ક્રિકેટર્સ પાસે સમય છે જેથી તેઓ વ્યક્તિગત રીતે રસી લઈ શકે છે કેમ કે, રાજ્ય સરકાર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. તમામ ક્રિકેટર્સ પોત- પોતાના ઘરે ચાલ્યા ગયા છે એટલા માટે આ રીત સરળ છે. જો કે, ક્રિકેટર્સને ફક્ત કોવિશિલ્ડ વેક્સિન લેવાની જ સલાહ આપવામાં આવી છે. આવું એટલા માટે કેમ કે, જો ભારતીય ક્રિકેટર પહેલો ડોઝ ભારતમાં લે છે તો ક્રિકેટરને જયારે બીજો ડોઝ લેવાનો સમય આવશે તે સમયે તેઓ ભારતમાં હશે નહી. કોવિશિલ્ડ વેક્સિન ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકા દ્વારા બનાવવામાં આવેલ વેક્સિન છે એટલા માટે ક્રિકેટર ઈંગ્લેન્ડમાં રહીને પણ વેક્સિનનો બીજો ડોઝ લઈ શકશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રીપોર્ટમાં જણાવ્યા મુજબ ક્રિકેટર્સને આ સલાહ આપવામાં આવી છે કે, ક્રિકેટર ભારતમાં કોરોના વાયરસની વેક્સિન કોવિશિલ્ડનો પહેલો ડોઝ લેવો જોઈએ કેમ કે, તે ઈંગ્લેન્ડમાં બનાવવામાં આવી છે અને જયારે તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન જયારે બીજો ડોઝ લેવાનો આવી ત્યારે તેઓ ઈંગ્લેન્ડમાં રહીને પણ કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લઈ શકે છે.

આપને જણાવીએ કે, કોરોના વાયરસના રસીકરણની ગાઈડલાઈન્સ મુજબ, કોરોના વાયરસની કોઈપણ વેક્સિનના બે ડોઝ લેવા આવશ્યક છે. જો કોઈ વ્યક્તિ કોવેક્સિન રસીનો પહેલો ડોઝ લે છે તો તે વ્યક્તિએ બીજો ડોઝ પણ કોવેક્સિનની રસીનો જ લેવો જરૂરી છે. એટલા માટે ભારતીય ક્રિકેટર્સને બીસીસીઆઈ દ્વારા કોવિશિલ્ડ વેક્સિન લેવા માટે કહ્યું છે કેમ કે, ભારતીય ક્રિકેટર્સને ૪ મહિના જેટલા લાંબા સમય સુધી ઈંગ્લેન્ડમાં રહેવાનું છે એટલા માટે ભારતીય ક્રિકેટર્સ વેક્સિનનો બીજો ડોઝ પણ લઈ શકે એટલા માટે કોવિશિલ્ડ વેક્સિન લેવાની સલાહ આપવામાં આવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!