જાણો ઉધરસ અને છીંક ખાતી વખતે કઇ-કઇ બાબતોનુ ખાસ રાખવુ જોઇએ ધ્યાન

ઉધરસ તેમજ છીંક ખાતી વખતે આ બાબતનું અચૂક પણે ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે

image source

આજે જ્યારે દિવસેને દિવસે ઉત્તરોત્તર વાયરલ ફ્લૂની સમસ્યા વધી રહી છે તેવા સંજોગોમાં આપણે એક ઉત્તમ નાગરીક તરીકે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે જ્યારે ક્યારેય કોઈ ઇનફેક્શન સ્પેશ્યાલિસ્ટને મળશો ત્યારે તે તમને આ બે વાત ચોક્કસ જણાવશે – તમારા હાથ નિયમિત ધોતા રહો અને યોગ્ય રીતે ઉધરસ અને છીંક ખાવી.

તમે એવું પણ પુછશો કે યોગ્ય રીતે છીંક કે ઉધરસ ખાવી એટલે વળી શું ? તો તમને જણાવી દઈ કે કેટલાક અભ્યાસ થયા છે જે દર્શાવે છે કે કીટાણુઓ અને ફ્લુ વાયરલ હવામાં આપણે સમજીએ છે તેના કરતાં ક્યાંય વધારે સમય જીવીત રહે છે.

image source

ઉદાહણ તરીકે જો તમારો સાથી કર્મચારી બીમાર હોય, અથવા બસ કે મેટ્રોમાં તમારો સાથી પેસેન્જર છીંક તેમજ ઉધરસત ખાતો હોય તો તેના જર્મ્સ હવામાં ત્યાં લાંબો સમય હાજર રહે છે અને તે તમને પણ ચેપ લગાડી શકે છે. હવે તમે અમારા કહેવાનો અર્થ સમજી ગયા હશો.

છીંક તેમજ ઉદરસના અત્યંત બારીક ટીપાં વધારે સમય જીવે છે

image source

એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે છીંક કે ઉધરસના ટીપાં બે મીટર સુધી ટ્રાવેલ કરી શકે છે અને કેટલાક સંજોગોમાં 8 મીટર સુધી. તે જગ્યામાં વેન્ટિલેશન કેવું છે તેના પર તેનો આધાર છે. માત્ર થોડી જ સેકન્ડ્સમાં તે આખાએ ઓરડામાં ફેલાઈ શકે છે કારણ કે તે દસ મિનિટ સુધી ત્યાં રહે છે. આ ઉપરાંત અભ્યાસ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે ફ્લુ વાયરસ કેટલીક સરફેસ પર તો 24 કલાક સુધી પણ જીવી શકે છે અને જો તે સરફેસને અડવામાં આવે તો તેનો ચેપ પણ લાગી શકે છે. માટે છીંક કે ઉધરસ ખાતી વખતે તમારે તમારું મોઢું અને નાક ઢાંકેલા રાખવા જોઈએ જેથી કરીને આવા સંક્રમણને અટકાવી શકાય.

image source

છીંકવા તેમજ ઉધરસ ખાવાની આ છે યોગ્ય રીત

હવે તમને એ જણાવીએ કે યોગ્ય રીતે છીંક તેમજ ઉધરસ ખાવી એટલે શું. જો તમને ખબર હોય કે તમને ફ્લુ છે તો તમારે તમારી પાસે ટીશ્યુઝ રાખવા જોઈએ. ઉધરસ અને છીંક આવતી વખતે જાડા ટીશ્યુનો ઉપયોગ કરવો જોઈએ અને જો તમારી ઉધરસ કફવાળી હોય તો તો તમારે વધારે જાડા ટીશ્યુમાં ઉધરહસ ખાવી જોઈએ.

image source

એ વાતનું ખાસ ધ્યાન રાખો કે છીંક કે ઉધરસ ખાતી વખતે તમે દર વખતે પેપર નેપ્કીન કે નેપ્કીન પર એક જ બાજુને મોઢા અને નાક આગળ રાખો જેથી કરીને જર્મ્સવાળી બાજુને તમારા હાથ ન અડી જાય. તમારા ટીશ્યુ કે હાથરૂમાલને વાળવાની આદત રાખો જેથી કરીને તમે છીંક્યા પછી તે બાજુને ફોલ્ડ કરીને ઢાંકી શકો. અને જો તમને વારંવાર છીંક આવતી હોય તેમજ ઉધરસ થઈ હોય તો તમારે દર કલાક – બે કલાકે હાથરૂમાલને બદલી નાખવો જોઈએ.

ઉધરસની તમને ખબર હોય છે કે તે તમને થઈ છે માટે તમે તમારી પાસે હાથરૂમાલ કે ટીશ્યુ રાખેલા હોય છે પણ છીંક ગમે ત્યારે આવે છે અને બની શકે કે તમારી પાસે ટીશ્યુ ન હોય. તો તેવા સંજોગોમાં તમારે તમારી કોણીથી તમારા નાક તેમજ મોઢાને કવર કરી લેવા જોઈએ. વાયરસને બીજા લોકોમાં ફેલાતો અટકાવવા માટેની આ એક અસરકારક રીત છે.

image source

આ રીતે તમે તમારી વર્ષો જુની આદતને દૂર કરી શકો છો અને તે દ્વારા તમે બીજા લોકોના સ્વાસ્થ્યને પણ સુરક્ષિત કરો છો. માટે તમારે તમારી આદત સુધારવી જોઈએ અને લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ