બંધ કરી દો આ 10 ચીજ વસ્તુઓ ખાવાનું, નહિં તો રોજ દુખશે માથુ

શું તમે જાણો છો, આ 10 વસ્તુઓ ખાવાથી માથાનો દુખાવો થઈ શકે છે.

image source

10 સામાન્ય ખોરાક કે જે તમને માથાનો દુખાવો આપી શકે છે.

એવી ખાદ્ય ચીજો વિશે તમે સાંભળ્યું જ હશે, જેનાથી પેટમાં દુખાવો થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એવી કેટલીક વસ્તુઓ અથવા ખાદ્ય ચીજો છે કે જે ખાવાથી તમને માથાનો દુખાવો થઈ શકે છે? તણાવ, ઊંઘનો અભાવ, એસિડિટી જેવા ઘણાં કારણો છે, જેના કારણે તીવ્ર માથાનો દુખાવો થાય છે. પરંતુ કેટલીકવાર કેટલીક ચીજો ખાવાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે. જો તમને આધાશીશીની (માઇગ્રેન) સમસ્યા છે, તો તમારે તમારા ભોજનની વિશેષ કાળજી લેવી જોઈએ. અહીં જાણો એવા સામાન્ય ખોરાક વિશે જે તમને માથાનો દુખાવો આપી શકે.

1. કેફીન:-

image source

વધુ કેફીન પીવાથી અથવા અચાનકથી કેફીનનું સેવન એકસાથે બંધ કરી દેવાથી – આ બંને પરિસ્થિતિઓમાં તમને તીવ્ર માથાનો દુખાવો થઈ શકે છે. કોફી, ચા, ચોકલેટ, આ કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ છે, જો તે વધારે માત્રામાં ખાવામાં આવે તો, તેમાં રહેલા કેફીનને કારણે તમને માથાનો દુખાવો થઈ શકે છે.

2. કૃત્રિમ સ્વીટનર:-

image source

કૃત્રિમ સ્વીટનર અને ખાંડના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી ચીજો, જેમ કે સુક્રોલોઝ, સાકરિન, એસ્પર્ટમ, અસલ્ફામ, વગેરે ઘણીવાર ખોરાક અને પીણાને સ્વીટ બનાવવા માટે વપરાય છે. ડાયાબિટીઝના દર્દીઓ પણ ઘણીવાર ખાંડના વિકલ્પ તરીકે આ સ્વીટનર્સનો ઉપયોગ કરે છે, પરંતુ ઘણા લોકો તેનું સેવન કર્યા પછી માથાનો દુખાવો અનુભવવાનું શરૂ થાય છે.

3. દારૂ:-

image source

આલ્કોહોલ એ સૌથી સામાન્ય ખોરાક અને પીણાના ઉત્પાદનોમાં સામેલ થાય છે જેના વપરાશ પછી માથાનો દુખાવો થાય છે. વધુ પડતો આલ્કોહોલ પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે, જેને માથાના દુખાવાનું મહત્વનું કારણ માનવામાં આવે છે. રેડ વાઇન અને બિયર પીતા લગભગ 25 ટકા લોકોને માથાનો દુખાવો થયા હોવાના કેટલાક અહેવાલ પણ છે.

4. ચોકલેટ્સ:-

image source

ચોકલેટનું નામ સાંભળીને તમે ભલે આશ્ચર્ય પામી શકો છો, પરંતુ તે સાચું છે કે ચોકલેટ ખાવાથી તમને માથાનો દુખાવો થઈ શકે છે. ઘણી ચોકલેટ્સમાં કોકોની માત્રા ખૂબ જ ઓછી હોય છે અને તેમાં ટાઇરામાઇન અને કેફીન જેવા રસાયણો પણ હોય છે, જેનાથી આધાશીશીથી પીડિત લોકોને માથાનો દુખાવો થઈ શકે છે.

5. જૂનાં ચીઝ:-

image source

ફેટા ચીઝ, બ્લુ ચીઝ અને પાર્મેજાન ચીઝ – આ કેટલાક એવા ચીઝ છે જે એકદમ જૂનાં છે. આ પ્રકારના ચીઝમાં ટાઇરામાઇન નામનું રસાયણ જોવા મળે છે અને આ રસાયણનું આધાશીશી અને માથાનો દુખાવા સાથે સીધું અને ઊંડું જોડાણ છે. જ્યારે ખાદ્ય વસ્તુ જૂની થવા લાગે છે ત્યારે પ્રોટીનનું ભંગાણ થાય છે ત્યારે ટાઇરામાઇન રચાય છે. એટલે કે, ચીઝ જેટલું જૂનું હશે તેમાં ટાઇરામાઇનનું પ્રમાણ એટલું વધારે હશે.

6. આઈસ્ક્રીમ અથવા ફ્રોઝન ફૂડ:-

image source

હા સાચ્ચે જ, તમારી પસંદગીનું આઈસ્ક્રીમ પણ તમને માથાનો દુખાવો આપી શકે છે. હકીકતમાં, આઈસ્ક્રીમ એકદમ ઠંડી હોય છે, તેનું અત્યંત ઠંડુ તાપમાન મગજમાં લોહીના પ્રવાહમાં દખલ કરી શકે છે. વળી, કેટલીકવાર રક્ત વાહિનીઓ પણ ફૂલી જાય છે જેના કારણે તમને માથાનો દુખાવો થવા લાગે છે.

7. મગફળી:-

image source

ચીઝની જેમ ટાયરામાઇન નામનું કેમિકલ તમારા મનપસંદ નાસ્તાની મગફળીમાં પણ જોવા મળે છે, જે તમને માથાનો દુખાવો આપી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે એકસાથે ઘણી વધારે મગફળી ખાઓ છો અથવા પીનટ બટર નું સેવન કરો છો તો તમને માથાનો દુખાવો થઈ શકે છે.

8. આથોવાળો (fermented) ખોરાક:-

image source

આથોવાળા ખોરાક એટલે કે એવી ખાદ્ય ચીજો જેમાં ખમીર, અથાણાં, કિમચી સલાડ, હૈલપિનોઝ વગેરે હોય છે તેમાં પણ જૂનાં ચીઝ જેટલું ટાયરામાઇન હોય છે અને જો તેનું વધુ પડતો સેવન કરવામાં આવે તો તેઓ માથાનો દુખાવો લાવી શકે છે.

9. એમએસજી (MSG) ખોરાક :-

image source

એવી ખાદ્ય ચીજો કે જેમાં મોનોસોડિયમ ગ્લુટામેટ (MSG) હોય તેને ખાવાનું સલામત માનવામાં આવે છે, પરંતુ ઘણા સંશોધનોમાં એમએસજી અને આધાશીશી વચ્ચેની કડી મળી છે.

10. વધારે મીઠાવાળો ખોરાક:-

image source

મીઠાવાળી ચીપ્સ અથવા પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાથી કે જેમાં વધારે પ્રમાણમાં મીઠું હોય, તે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધારે છે, જેના કારણે બ્લડ પ્રેશર વધે છે અને તે માઇગ્રેઇન્સ અને માથાના દુઃખાવા તરફ દોરી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ