સરોજ ખાન, રાજીવ કપૂરથી લઇને આ સેલેબ્સને હાર્ટ એટેક આવતા નાની ઉંમરમાં જ દુનિયા છોડીને જતા રહ્યા

હાલમાં જ બૉલીવુડ અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. પણ બોલીવુડમાં રાજ કૌશલ સિવાય પણ ઘણા એવા કલાકારો છે જે શારીરિક રીતે એકદમ સ્વસ્થ હતા અને પોતાના પરિવાર સાથે ખુશહાલ જિંદગી જીવી રહ્યા હતા. પણ હાર્ટ એટેક આવતા જ અચાનક આ કલાકારોનું નિધન થઈ ગયું. ઘણા એવા કલાકાર છે જેમને ખૂબ જ નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે પોતાનો જીવ ગુમાવી દીધો.

રાજીવ કપૂર.

image source

રામ તેરી ગંગા મેલી, આસમાન, મેરે સાથી જેવી ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનું પ્રદર્શન કરી ચૂકેલા રાજીવ કપૂરનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. રાજીવ કપૂર રણધીર કપૂર અને ઋષિ કપૂરના નાના ભાઈ હતા. જ્યારે રાજીવ કપૂરને હાર્ટ એટેક આવ્યો ત્યારે એ રણધીર કપૂરના ઘરે હતા એ પછી રણધીર કપૂર એમને તરત જ હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડૉક્ટરસે એમને મૃત ઘોષિત કરી દીધા. રાજીવ કપૂરની ઉંમર ફક્ત 58 વર્ષ હતી. તમને જણાવી દઈએ કે એમના પિતા રાજ કપૂરનું નિધન પણ 1988માં હાર્ટ એટેકથી જ થયું હતું.

સરોજ ખાન.

image source

માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપરા, શ્રીદેવી સહિત ઘણા કલાકારોને પોતાની ધૂન પર નચાવનાર ફિલ્મ જગતની જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધનથી આખું બૉલીવુડ શોકમાં ડૂબી ગયું હતું. વર્ષ 2020માં અચાનક જ સરોજ ખાન આ ઊંડો આઘાત એમને ફેન્સને આપી ગયા. સરોજ ખાન ઘણા સમયથી બીમાર હતા પણ સારવાર બાદ એ ઠીક થઈને ઘરે આવી ગઈ હતી. 3 જુલાઈએ અચાનક સરોજ ખાનને હાર્ટ એટેકે આવ્યો અને 72 વર્ષની ઉંમરમાં ડાન્સ માસ્ટર સરોજ ખાને આ દુનિયાને અલવિદા કહી દીધું.

સંજીવ કુમાર.

image source

સંજીવ કુમાર એમના જમાનાના જાણીતા અભિનેતા હતા, એમને પરિચય, મોસમ, આંધી જેવી ઘણી સફળ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. પણ 48 વર્ષની નાની ઉંમરમાં જ આ દિગગજ કલાકારે આ દુનિયાને અલવિદા કહી દીધું. 6 નવેમ્બર 1985ના રોજ હાર્ટ એટેકના કારણે એમનું નિધન થઈ ગયું.

ઇંદર કુમાર.

image source

સલમાન ખાન સાથે કહી પ્યાર ના હો જાએ અને વોન્ટેડ ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા ઇંદર કુમાર નાની ઉંમરમાં ક આ દુનિયા છોડીને જતા રહ્યા. 4 જુલાઇ 2017ના રોજ જ્યારે ઇંદર કુમાર સુઈ રહ્યા હતા તો એ દરમિયાન એમને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે એમનું નિધન થઈ ગયું હતું. એમની ઉંમર ફક્ત 43 વર્ષની જ હતી. રિપોર્ટ્સ અનુસાર એક સમયે દર બીજી ફિલ્મમાં દેખાતા ઇંદર કુમાર કામ ન મળવાના કારણે પરેશાન હતા.

વિનોદ મેહરા.

image source

વિનોદ મેહરાનું નિધન દરેકના દિલને તોડી દીધા. એમના અચાનક નિધનની ખબરે આખા દેશમાં આઘાત વ્યાપી ગયો હતો. જે સમયે હાર્ટ એટેકના કારણે વિનોદ મેહરાનું નિધન થયું એ સમયે એ ફક્ત 45 વર્ષના હતા. વિનોદ મેહરાએ પોતાની ફિલ્મોથી દર્શકોનું ખૂબ જ મનોરંજન કર્યું અને એમના કરિયરમાં લગભગ 100 ફિલ્મોમાં કામ કર્યું.

કિશોર કુમાર.

image source

આજે પણ જ્યારે કિશોર કુમારનું નામ આવે છે તો લોકોના મનમાં એમના ગીતો તાજા થઈ જાય છે..હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા અને ગાયક કિશોર કુમારે વર્ષો સુધી બોલીવુડની સાથે સાથે ફેન્સના દિલ પર પણ રાજ કર્યું. પણ 13 ઓક્ટોબર 1987માં આ મહાન કલાકાર આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. 13 ઓક્ટોબરની સાંજે 4:45 મિનિટે કિશોર કુમારને હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે એમનું નિધન થઈ ગયું. 58 વર્ષની ઉંમરમાં આ મહાન કલાકારે છેલ્લો શ્વાસ લીધો.

ફારૂખ શેખ.

image source

દિગગજ અભિનેતા ફારૂખ શેખે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1974માં આવેલી ફિલ્મ ગરમ હવાથી કરી હતી. એ પછી એમને ચશ્મે બદદુર, ઉમરાઓ જાન જેવી ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું. 65 વર્ષના ફારૂખ શેખ એમના પરિવાર સાથે દુબઈમાં નવા વર્ષની રજાઓ મનાવવા ગયા હતા ત્યારે એમને અચાનક હાર્ટ એટેક આવ્યું હતું. 28 ડિસેમ્બર 2013ના રોજ અચાનક એમનું નિધન થઈ ગયું હતું.

દેવાનંદ.

image source

દેવાનંદ એમના સમયના સૌથી ફેમસ કલાકારોમાં સામેલ છે. એમના જમાનામાં એમનો ચાર્મ આખી દુનિયા પર ચાલ્યો. દેવાનંદ માટે એમની લંડન યાત્રા એમની અંતિમ યાત્રા સાબિત થઈ. 3 ડિસેમ્બર 2011ના રોજ લંડનના વોશિંગટન મેફેયર હોટલમાં દેવાનંદનું નિધન હાર્ટ એટેકના કારણે થયું હતું. દેવાનંદનું 88 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું.

રીમાં લાગુ.

image source

હમ સાથ સાથ હે, હમ આપકે હે કોન જેવી ફિલ્મોમાં માતાની ભૂમિકા કરનારી દિગગજ અભિનેત્રી રીમાં લાગુ 18 મેં 2017ના રોજ અચાનક દુનિયા છોડીને ચાલી ગઈ હતી. 18 મેની મોડી રાત્રે રીમાં લગુને હાર્ટ એટેક આવ્યું જતું. એ સંપૂર્ણપણે ઠીક હતી અને પોતાની સીરિયલના શૂટિંગ પરથી પરત ફરી હતી.

ઓમ પુરી.

image source

ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનું પ્રદર્શન કરી ચૂકેલા ઓમપુરીના નિધનને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી હતી. દિગગજ અભિનેતા ઓમ પુરીએ 66 વર્ષની ઉંમરમાં છેલ્લો શ્વાસ લીધો. 6 જાન્યુઆરી 2017ના રોજ ઓમ પુરીનું હાર્ટ એટેક આવ્યો હતો. એ એમના ઘરે ફર્શ પર મૃત અવસ્થામાં મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong