બિઝનેસમાં નુકશાન થયા પછી આત્મહત્યા કરવા માંગતા હતા કૈલાશ ખેર, જે આજે છે કરોડોના માલિક

તેરી દિવાની અને સૈયા જેવા રુહાની ગીતો ગાઈને યુથના દિલો પર રાજ કરનાર કૈલાસ ખેર આજે જે સ્થાન પર છે ત્યાં સુધી પહોંચવા માટે એમને ઘણી મહેનત કરી છે. નાની ઉંમરમાં કૈલાશ ખેરે પોતાનું ઘર છોડી દીધું હતું. એ સમયે એમની ઉંમર 13 વર્ષની હતી. ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં રહેનાર કૈલાશનું મન બાળપણથી જ સંગીતમાં હતું. નાની ઉંમરમાં જ એમને સંગીતમાં મહારથ હાસિલ કરી હતી. એ પછી એમને ઘણો સંઘર્ષ કર્યો એટલું જ નહીં એમને બાળકોને સંગીત પણ શીખવ્યું. મ્યુઝિક ટ્યુશન આપવાનું પણ શરૂ કર્યું. એમના પિતા કશ્મીરી પંડિત હતા અને લોકગીતોમાં રુચિ ધરાવતા હતા. કૈલાશને પણ સંગીતનું જુનુંન બાળપણથી જ ચડી ગયું હતું

image source

કૈલાશે 4 વર્ષની ઉંમરમાં ગાવાનું શરૂ કરી દીધું હતું. એમનું આ ટેલેન્ટ જોઈને ન ફક્ત એમના પરિવારના લોકો પણ એમના મિત્રો અને સગાઓ પણ મંત્રમુગ્ધ હતા. બાળપણમાં એમના અવાજથી મન મોહી લેનાર કૈલાશ માટે આગળની રાહ સરળ નહોતી.

image source

જ્યારે એમને સિગિંગને પોતાની જિંદગી બનાવવાનું નક્કી કર્યું તો એમના પરિવારે એનો વિરોધ કર્યો પણ કૈલાશ પણ ક્યાં હાર માનવાના હતા. એમને 14 વર્ષ વર્ષની કાચી ઉંમરમાં સંગીત માટે પોતાનું ઘર છોડી દીધું. એ દરમિયાન કૈલાસ ઘણું ફર્યા. એ જુદી જુદી જગ્યાએ જઈ લોકસંગીત વિશે જાણવા લાગ્યા. કૈલાશ માટે આટલી નાની ઉંમરમાં આ રસ્તે જવું સરળ નહોતું. રોજીરોટી માટે કૈલાશ બાળકોને સંગીતનું ટ્યુશન આપવા લાગ્યા.

image source

દરેક બાળક પાસે એ 150 રૂપિયા લેતા હતા અને એ પૈસાથી પોતાનું જમવાનું, અભ્યાસ અને સંગીતનો ખર્ચો કાઢતા હતા.વર્ષ 1999 કૈલાશ માટે સૌથી અઘરું વર્ષોથી એક રહ્યું. આ એ સમય હતો જ્યારે કૈલાશનું જીવન અંધારામાં ડૂબી ગયું હતું અને આશાની કોઈ કિરણ પણ નહોતી દેખાઈ રહી. કૈલાશે એ વર્ષે પોતાના મિત્ર સાથે હેંડીક્રાફટ એક્સપોર્ટ બિઝનેસ શરૂ કર્યો. કૈલાશ અને એમના મિત્રને એમા ભારે નુકશાન થયું. કૈલાશે આ ગમમાં આત્મહત્યા કરવાની કોશિશ પણ કરી હતી. ડિપ્રેશનના કારણે એમને ઋષિકેશ તરફ જવાનું નકકી કર્યું.

image source

દિલ્લી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા પછી કૈલાશે વર્ષ 2001માં મુંબઈ તરફ પ્રયાણ કર્યું. ત્યાં કૈલાશ ગુજરાન ચલાવવા માટે સિગિંગના જે ઓફર મળતા એને તરત સ્વીકારી લેતા. એમની પાસે સ્ટુડિયો જવાના પૈસા નથી હોતા. ઘસાયેલા ચંપલ પહેરીને કૈલાશ મુંબઈની ગલીઓમાં ભટકતા. કૈલાશ માટે આ શહેર નવું જરૂર હતું પણ સંગીતના જુનુંને એમને આ મુશ્કેલ સમયમાં હિંમત આપી. કૈલાશની જિંદગીમાં આશાનું કિરણ ત્યારે દેખાયું જ્યારે એ મ્યુઝિક ડાયરેકટર રામ સંપતને મળ્યા અને એમને કૈલાશને એડમાં જિંગલ્સ ગાવાની તક આપી.

image source

આ મહેનતનું ફળ એમને અંદાજ ફિલ્મમાં મળ્યું. એ ફિલ્મમાં કૈલાશે રબ્બા ઇશ્ક ન હોવે ગીત ગાયું હતું. આ ગીત આવતાની સાથે જ લોકોના મોઢે ચડી ગયું હતું. એ પછી વૈસા ભી હોતા હે પાર્ટ 2માં કૈલાશનું વિત અલ્લાહ કે બંદે ગાયું.. આ ગીતની લોકપ્રિયતા એવી છે કે કૈલાશ આજે પણ આ ગીતથી જાણીતા છે. એ પછી કૈલાશે ક્યારેય પાછળ વળીને નથી જોયું. બોલીવુડમાં એમને રબ્બા, ઓ સિકંદર અને ચાંદ સિફારીશ જેવા ગીતો ગાયા છે. એમાંથી બે ગીત માટે કૈલાશને ફિલ્મફેરનો બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ પણ મળી ચુક્યો છે.

image source

કૈલાશે હિન્દીમાં 500થી વધુ ગીતો ગાયા છે. એ સિવાય એ નેપાળી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાળી, ઉડીયા અને ઉર્દુ ભાષામાં પણ ગીતો ગાયા છે. કૈલાશનું કૈલાશા નામનું પોતાનું બેન્ડ પણ છે જે નેશનલ અને ઇન્ટરનેશનલ શો કરે છે કૈલાશે ઘણા સામાજિક કામો માટે પણ પોતાનો અવાજ આપ્યો છે એમને પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી પ્રોજેકટ સ્વચ્છ ભારત કા ઈરાદા કર લિયા હે હમને ગીત ગાયું છે. એ સિવાય અન્ના હજારેના એન્ટી કરપશન મુવમેન્ટ માટે અંબર તક યહી નામ ગુંજેગા ગીત પણ બનાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong