250ની સ્પીડે કાર પલટતાં લાગી આગ, ડ્રાઇવરને બચાવ્યો, પૂરી ઘટના વાંચીને છૂટી જશે તમારી પણ ધ્રુજારી

ગયા રવિવારે બહેરીન ખાતે ગ્રાં પ્રી યોજાઈ ગઈ હતી. ગ્રાં પ્રી એટલે કે કાર રેસીંગની પ્રતિયોગિતા. જેમાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ રેસ દરમિયાન ફોર્મ્યુલા વન ડ્રાઇવર રોમેન ગ્રોસ્ઝા (34)ની કાર ભયંકર રીતે ક્રેશ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે તેમની કારની સ્પીડ 250 કિમી પ્રતિ કલાક હતી. અને કાર ક્રેશ થતાંની સાથે જ કારમાં ભયંકર આગ લાગી હતી.

image soucre

જો કે ટ્રેક પર હાજર સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ડ્રાઇવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. આ રેસમાં વિજેતા લુઇસ હેમિલ્ટન રહ્યો હતો. તમને જણાવી દઈએ કે ટ્રેક પર ભયંકર અકસ્માત સર્જાતા રેસને થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી બાજુ વિજેતા હેમિલ્ટને જણાવ્યુ હતું કે તે ઇશ્વરનો આભારી છે કે ડ્રાઇવર રોમેન સલામત છે. તેમણે પોતાની રમતના જોખમને દર્શાવતા એ પણ જણાવ્યું હતું કે તેમની રમત કોઈ મજાક નથી. અને તેમણે એવો સંદેશો પણ આપ્યો હતો કે જે લોકો આ રમતને લઈને જે જોખમો છે તેને અવગણી રહ્યા છે તેમણે અહીંથી શીખવું જોઈએ. અમે તેમને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને અકસ્માત ગ્રસ્ત કારમાંથી ડ્રાઈવર રોમનને જે રીતે ફેડરેશનના કર્મચારીઓ દ્વારા કારમાંથી બચાવવામાં આવ્યો તે બાબતે પણ તેમણે આભાર માન્યો હતો.

ફોર્મ્યુલા વનનની નવી સેફ્ટી સિસ્ટમ

તાજેતરમાં ફોર્મ્યુલા વનની નવી સેફ્ટી સિસ્ટમ અમલમાં લાવવામાં આવી છે. અને રેસ ઓર્ગેનાઇઝર્સ તેમજ ડ્રાઇવર્સે તેના ખૂબ વખાણ કર્યા છે. તમને જણાવી દઈએ કે કાર ક્રેશ થતાં અને આગ લાગતાં ડ્રાઈવર રોમન કારની કોકપિટમાં ફસાઈ ગયા હતા. અને આ નવી સેફ્ટી સિસ્ટમના કારણે તેઓ બહાર નીકળી શક્યા હતા. અને તેના કારણ જ તેમનો જીવ બચી શક્યો છે.

image source

જે રીતે અકસ્માત સર્જાયો હતો તે જોતાં ઘણા બધા લોકોને રોમન ક્રેશ થયેલી કારમાંથી બહાર પગે ચાલીને બહાર આવ્યો તે જોઈને આશ્ચર્ય થયું છે. 1996ના વર્લ્ડ ચેમ્પિયન બ્રાઇટન ડેમલે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. માત્ર તેટલું જ નહીં પણ સેફ્ટી એન્ડ ઓફિશિયલ મેડિકલ કાર ડ્રાઇવર એલન વાનને પણ તેમને આ રીતે સુરક્ષિત જોતાં આશ્ચર્ય થયું હતું. તેમણે એ પણ કહ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં કારમાં આવી આગ ક્યારેય નથી લાગી.

ડ્રાઇવર રોમેને હોસ્પિટલમાંથી વિડિયો મેસેજ મોકલ્યો

હાલ રોમેનની સારવાર ચાલી રહી છે. તેમણે હોસ્પિટલથી વિડિયો દ્વારા એક મેસેજ મોકલ્યો છે જે તેમના ફેન્સને સંબોધીત છે. રોમેને પોતાના આ વિડિયો મેસેજમાં કહ્યુ છે કે તેઓ સ્વસ્થ છે. તેમને થોડી ઇજા થઈ છે પણ તેઓ ખુબ જ જલદી સ્વસ્થ અને ફીટ થઈ જશે.

image source

આ સિઝનમાં ચેમ્ફિયન રહેલા હેમિલ્ટન 7 વાર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી ચુક્યા છે. કાર રેસની આ સિઝનમાં તેઓ આ 11મી વાર રેસ જીત્યા છે. તેમની કારકીર્દીનો આ 95મો વિજય છે. આ રેસમાં હેમિલ્ટન પહેલા ક્રમે રહ્યા તો રેડ બુલ અને પૈર મેક્સ બીજા ક્રમે અને એલેક્સ એલ્બોન ત્રીજા ક્રમે રહ્યા હતા.

હેમિલ્ટનની સરખામણી માઇકલ શૂમાકર સાથે

image source

રેસર હેમિલ્ટન મર્સીડીઝ ટીમના ડ્રાઇવર છે. તેમણે હજુ ગયા વર્ષે જ જર્મનીના વિશ્વવિખ્યાત મહાન ડ્રાઇવર માઇકલ શૂમાકરના સૌથી વધારે વાર એટલે કે 7 ફોર્મ્યુલા વન વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાના રેકોર્ડની બરાબરી કરી છે. તેમણે તુર્કી ગ્રાં પ્રી ખાતે 7મી વાર ચેમ્પિયન શીપ જીતી હતી.

image source

તમને જણાવી દઈએ કે હાલ માઇકલ શુ માકર બિમાર છે. તેઓ પોતાના દિકરા સાથે સ્કીઇઁગ કરવા ગયા હતા તે વખતે તેમનો અકસ્માત સર્જાયો હતો અને તે વખતે તેમનું માથુ એક પથ્થર સાથે અથડાયું હતું. જો તેમણે હેલમેટ ન પહેર્યું હોત તો તેઓ મૃત્યુ પામ્યા હોત. જોકે તેઓ હવે ધીમે ધીમે કોમામાંથી બહાર આવી રહ્યા છે. જો કે તેમની બ્રેઇન ઇન્જરીના કારણે મેડિકલી ઇડ્યૂસ્ડ કોમામાં રાખવામાં આવ્યા હતા. અને 2014માં તેઓ કોમામાંથી સંપુર્ણપણે બહાર આવી ગયા હતા. ત્યાર બાદ 2015માં સમાચાર મળ્યા હતા કે તેમને લકવો મારી ગયો હતો અને તેઓ વ્હીલચેરમાં હતા. અને તેઓ બોલી પણ નહોતા શકતાં અને તેમને યાદશક્તિની પણ સમસ્યા હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ