– રોંગ સાઇડમાં એક ટુકડો પડતાં સામેથી આવતી કાર પણ ફંગોળાઈ ગઈ

લુણાવાડાથી માલપુર આવતા ચોરીવાડના ચાર રસ્તા પાસે એક ગમખ્વાસ અકસ્માત સર્જાયો છે. મળેલી માહિતી પ્રમાણે લુણાવાડા તરફથી એક મારુતિ કાર રવિવારની સવારે આવી રહી હતી ત્યારે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું જેના કારણે કાર ચાલકે સ્ટીયરિંગ વ્હિલ પરનો કાબૂ ગુમાવી દીધો હતો જેના કારણે કાર ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી અને બે ટુકડામાં વહેંચાઈ ગઈ હતી. કારના સ્ટીયરિંગ તરફનો જે ટુકડો હતો તે રોંગ સાઇડવાળા રસ્તા પર જઈને ફંગોળાયો હતો. અને તે જ સમયે માલપુરથી લુણાવાડા જતી એક પોલો કાર સાથે તે ટૂકડો ભયંકર રીતે અથડાયો હતો અને એક ભયંકર અકસ્માત સર્જાયો હતો.

image soucre

આ અકસ્માતમાં મારુતિ કારના બે ટુકડા થઈ ગયા હતા અને તેમાં સવારી કરી રહેલા ઇડરના જાદરના બે યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. બીજી બાજુ સામેથી આવી રહેલી પોલો કારમાં સવારી કરી રેહલો મુંબઈનો એક યુવાનન ગંભીર રીતે ઘવાયો હતો. આ અકસ્માતોના કારણે આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા અને ટ્રાફિકજામ થઈ ગયો હતો.

image source

ત્યાર બાદ તરત જ માલપુર પોલીસને આ અકસ્માતની જણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે માલપુર સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા અને મુંબઈના ઘાયલ યુવાનને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે માલપુર તાલુકામાં બે દિવસમાં ઉપરાઉપરી અકસ્માત સર્જાયો હતો અને તેમાં ચાર યુવકોના મૃત્યુ થયા છે. રવિવારે થયેલા અકસ્માતમાં સાબરકાંઠાના ઇડરના જાદરના જગદીશભાઈ અમીચંદ પટેલ ઉંમર 37 અને તેમની સાથે કામ કરતા રામાભાઈ ફતેસિંહ ભીલ ઉંમર 32નું મૃત્યુ થયું હતું. તે માનગઢ તાલુકાના હતા. તે સમયે તેઓ લુણાવાડાથી માલપુર તરફ આવી રહ્યા હતા.

image source

અહીં માલપુર નજીક ચોરીવાડ પાસે અચાનક કારનું ટાયર ફાંટ્યું હતું અને જગદીશ પટેલ સ્ટીયરિંગ વ્હિલ પરનો કંટ્રોલ ખોઈ બેઠા હતા અને કાર ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાઈ હતી. જેના કારણે કારના બે ટુકડા થઈ ગયા હતા જેમાંનો એક ભાગ રોંગ સાઈડ પર ઉછળી પડ્યો હતો અને તે જ વખતે સામેથી મુંબઈની કાર આવી રહી હતી જેની સાથે આ ટુકડો અથડાયો હતો. મુંબઈથી આવી રહેલી કારમાં વિવેકકુમાર વીનીતભાઈ ગેલ કારને ચલાવી રહ્યા હતા. તેમની કાર ખેતરમાં ફંગોળાઈ ગઈ હતી. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે મારુતિ કારના સવારોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

ઇજા પામેલા મુંબઈના યુવાને માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં ઉપરાઉપરી બે અકસ્માત થયા છે જેમાં ચાર યુવાનોના મૃત્યુ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ