આલિયા ભટ્ટ બની બોયફ્રેન્ડ રણબીર કપૂરની નવી પાડોસણ, અધધ કિંમતમાં ખરીદ્યો ફ્લેટ

બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ એક્ટર અને બૉયફ્રેન્ડ રણબીર કપૂરની પડોશણ બની ગઈ છે. હા, અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આલિયાએ તાજેતરમાં જ એક અત્યંત મોંઘો અને ભવ્ય ફ્લેટ રણબીરની પાડોશમાં જ ખરીદ્યો છે. આ ફ્લેટ તે જ વાસ્તુ પાલી હિલ કોમ્પ્લેક્સમાં છે જ્યાં રણબીર કપૂર પણ રહે છે. જોકે હાલ માત્ર એટલું જ કન્ફર્મ થયું છે કે રણબીરનો એપાર્ટમેન્ટ સાતમાં માળે છે જ્યારે આલિયા ભટ્ટનો ફ્લેટ 5માં માળે છે.

image source

તમને જણાવી દઈએ કે આલિયા પાસે મુંબઈના જુહૂ વિસ્તારમાં પહેલેથી જ એક ફ્લેટ છે. જૂહુ ખાતેનો ફ્લેટ આલિયાએ 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો જેમાં તેણીની સાથે સાથે તેની બહેન પણ રહે છે. આ ફ્લેટ આલિયાએ ગયા વર્ષે એટલે કે 2019માં ખરીદ્યો હતો. રણબીર કપૂરની પાડોશમાં ખરીદેલો આ ફ્લેટ 32 કરોડનો છે. આ ઉપરાંત આલિયા વિદેશમાં પણ પ્રોપર્ટી ધરાવે છે. તેણી લંડનમાં પણ પ્રોપર્ટી ધરાવે છે. મિડિયા રિપોર્ટ્સ પ્રમાણે આલિયાની લંડનવાળી પ્રોપર્ટી કાન્વેટ ગાર્ડન પાસે છે જે તેણીએ 2018માં ખરીદી હતી.

image source

જો સમાચારનું માનવામાં આવે તો આલિયાએ નવા ઘરને ડેકોરેટ કરવાની જવાબદારી જાણીતી ઇન્ટિરિયર ડિઝાઈનર ગૌરી ખાનને સોંપી છે. અહીં એક વાત ધ્યાન આપવા જેવી છે કે ગૌરીએ જ 2016માં રણબીર કપૂરના એપાર્ટમેન્ટનું ઇન્ટિરિયર કર્યું હતું. આલિયાનું આ નવું ઘર મુંબઈ બાન્દ્રા વિસ્તારમાં આવેલું છે. કહેવાય છે કે આલિયાના નવા ઘરમાં હવન પૂજા પણ થઈ ગયા છે જેમાં આલિયાના કુટુંબીજનો ઉપરાંત તેના મેન્ટર કરણ જોહર, ફિલ્મ બ્રહ્માસ્ત્રના ડીરેક્ટર અયાન મુખર્જી અને એક્ટર રણબીર કપૂર પણ હાજર રહ્યા હતા.

image soucre

આલિયા અત્યાર સુધીમાં પોતાના જૂહુ ખાતેના મકાનમાં પોતાની બહેન અને પોતાની પાલતુ બીલાડી સાથે રહેતી હતી. પણ હવે તેણીએ બાન્દ્રા ખાતેના આ નવા ફ્લેટમાં રહેવાનું નક્કી કર્યું છે.

image source

આલિયા ભટ્ટના આ અપાર્ટમેન્ટનો એરિયા 2460 સ્ક્વેર ફીટ છે, તે બાન્દ્રાના પાલી હિલ ‘વાસ્તુ’માં આવેલો છે. આલિયા ભટ્ટ પોતાના હાલના બૉય ફ્રેન્ડ રનબીર કપૂરની બીલુકલ નજીક રહેશે. રનબીરે પોતાનો આ ફ્લેટ ત્યારે ખરીદ્યો હતો જ્યારે તેનું કેટરીના કૈફ સાથે બ્રેકઅપ થયું હતું. ઉપર જણાવ્યું તેમ રનબીર 7માં માળે રહે છે જ્યારે આલિયાનો આ નવો ફ્લેટ પાંચમાં માળે આવેલો છે.

image source

આલિયાના આ નવા ફ્લેટની કીંમત 32 કરોડ કહેવામાં આવી રહી છે. તમને એ પણ જણાવી દઈએ કે આલિયા ભટ્ટનું આ નવું ઘર ક્રીશ્ના રાજ બંગલોની નજીક આવેલું છે, અહીં કપૂર ફેમલીની વાર-તહેવારની મુલાકાતો થતી રહેતી હોય છે.

image source

આલિયા ભટ્ટ પોતાની બહેન શાહીન ભટ્ટ સાથે ખૂબજ ઉંડો સંબંધ ધરાવે છે. આ બન્ને બહેનો સાથે જ રહે છે. તે બન્ને જ્યારે પોતાના માતાપિતાના ઘરમાંથી જૂહુ ખાતેના આલિયાના નવા ફ્લેટમાં રહેવા ગઈ ત્યારે પણ સાથે જ રહેતી હતી અને હવે જૂહુના ફ્લેટમાંથી તેણી બાંદ્રા ખાતેના નવા ફ્લેટમાં પણ પોતાની બહેન સાથે જ શીફ્ટ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ