અત્યંત કરુણ ઘટના: રાત્રે 9 વાગે પતિનું થયુ મૃત્યુ, અને પત્નીએ રાત્રે 12 વાગે આપ્યો બાળકને જન્મ અને પછી….

પ્રેમિકાથી પત્ની બની તો સમાજે કેટલાએ બંધનો તેના પર લગાવી દીધા. પણ પ્રેમ જરા પણ ઓછો ન થયો. લગ્ન બાદ ઘરમાં એક નવા મહેમાનની ખુશી આવવાની હતી. તેના માટે જ પત્ની હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ડોક્ટર્સે તેણીનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. અને તે હંમેશની જેમ તેની સાથે સતત હાજર રહીને તેનો ખ્યાલ રાખી રહ્યો હતો. અને અચાનક પતિ ઘરે ભોજન લેવા જતો રહે છે. અને પછી ક્યારેય પાછો જ નથી આવતો. હોસ્પિટલ પાસે એક ટ્રકે ટક્કર મારી અને ઘટના સ્થળે જ પતિનું મૃત્યુ થઈ ગયું.

બાળકની ડિલીવરી અને પતિનું મૃત્યુ

image source

ઘરવાળા અને સમાજથી લડી ઝઘડીને કર્યા હતા લવ મેરેજ. 25 નવેમ્બરે પ્રેગ્નન્ટ પત્ની ડિલિવરી માટે અગ્રોહા મેડિકલ કોલેજમાં દાખલ થઈ હતી. રાતના સમયે ઘરેથી ભોજન લઈને હોસ્પિટલ આવતી વખતે પતિને મેડિકલ કોલેજની પાસે ટ્રકે ટક્કર મારી દીધી. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જતી વખતે જ મૃત્યુ થઈ ગયું. તો વળી તે જ રાત્રે પત્નીએ રાત્રે 12 વાગે એક દીકરાને જન્મ આપ્યો. ત્યાર બાદ મહિલાની સ્થિતિ પણ બગડી ગઈ. અને મહિલાને તરત જ આઈસીયુમાં દાખલ કરવામા આવી. બુધવારે સવારે ડોક્ટરે પત્નીને મૃત ઘોષિત કરી દીધી.

સમાજ સાથે ઝઘડીને એક થયા હતા

image source

મૃતક પતિ રોશનલાલના પિતા જગદીશના જણાવ્યા પ્રમાણે, મૃતક રોશનલાલ અને તેમની પત્નીએ પોતાનો પ્રેમ પામવા માટે ખૂબ સંઘર્ષ કર્યો હતો. બન્ને એક જ ગામમાં રહેતા હતા. માટે તેના ગામના લોકો તે બન્નેના પ્રેમના વિરુદ્ધ હતા. બન્નેના પ્રેમને લઈને ગામમાં પંચાયત પણ બોલાવવામાં આવી હતી. જેમા બન્નેને અલગ રહેવાનું ફરમાન કરવામા આવ્યું હતું. પણ તેમ છતાં બન્નેએ સમાજ તેમજ પંચાયતની વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કરી લીધા. ત્યાર બાદ છોકરીના પરિવારના લોકોએ છોકરી સાથે હંમેશ માટે સંબંધ તોડી દીધો હતો.

સાથે જ જીવવા-મરવાના સમ ખાધા હતા.

image source

જ્યારે આખો સમાજ તેમના પ્રેમની વિરુદ્ધમાં હતો, ત્યારે તે બન્ને જ માત્ર એકબીજાનો સહારો હતા. બન્નેએ સાથે જીવવા અને મરવાના સમ ખાધા. મૃતક પતિના પિતા અનુસાર, બન્નેએ પોતાના સમને પુરા કર્યા. મરતા સુધી તે બન્ને સાથે રહ્યા. બન્નેનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ એક સાથે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની છેલ્લી ક્ષણોમાં પણ તેમને કોઈ એકબીજાથી અલગ ન કરી શક્યું.

સ્વસ્થ બાળક

image source

બાળકને જન્મ આપ્યા બાદ માતાનું મૃત્યુ થઈ ગયું. બાળકની માતાનું મૃત્યુનુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. પણ હાલ બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેને નર્સરીમાં રાખવામાં આવ્યો છે. નર્સિંગ સ્ટાફ તેમજ ચિકિત્સકોની એક ટીમ તેનો ખ્યાલ રાખી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ