માત્ર 129 રૂપિયામાં મેળવો SonyLIV અને Voot Select જેવા પ્લેટફોર્મનું એક્સેસ, જલદી જ ઉઠાવો આ ઓફરનો લાભ, નહિં તો રહી જશો

ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલે તેના બ્રોડબેંડ યૂઝર્સ માટે નવી સેવા એક્ટિવ કરી છે. આ સર્વિસનું નામ સિનેમા પ્લસ છે. બીએસએનએલે તેના માટે યપ ટીવી સાથે ભાગીદારી કરી છે. સિનેમા પ્લસ સર્વિસનો લાભ લેવા માટે યૂઝરે 3 મહિના માટે 129 રૂપિયા આપવા પડશે. પહેલીવાર માટે આટલી રકમ ચુકવવામાં આવશે. જ્યારે આ 3 મહિનાનો પ્લાન પૂર્ણ થાય ત્યાર પછી યૂઝરે દર મહિને 199 રૂપિયા ચુકવવા પડશે.

image source

યપ ટીવી સ્ટ્રીમિંગ સબ્સક્રિપ્શનની મદદથી કોઈપણ યૂઝર વુટ સિલેક્ટ, સોની લિવ, ઝી5 સહિત ફર્સ્ટ ડે ફર્સ્ટ શો અને યપ ટીવી મુવીને એક્સેસ કરી શકે છે. આ પ્લાન અંગે કંપનીએ દાવો કર્યો છે કે યૂઝર 300થી પણ વધારે ટીવી ચેનલ જોઈ શકશે. જ્યારે 8000થી વધારે મૂવીનું એક્સેસ યૂઝરને મળશે.

image source

બીએસએનએલના આ પ્લાનથી યૂઝર્સ તેના કોમ્પ્યુટર, મોબાઈલ અને સ્માર્ટ ટીવી પર ફિલ્મ, સીરીઝ અને સીરીયલની મજા માણી શકશે. સાથે જ તેમના અનુભવને ઉત્તમ બનાવતા રિકમેંડ, કન્ટેન્ટ એગ્રીગેશન સહિતના ફીચર્સનો પણ લાભ તેમને મળશે.

image source

આ પ્લાનનો લાભ લેવા માટે બીએસએનએલના સબ્સક્રાઈબર્સે કંપનીની વેબસાઈટ પર જઈ ત્યાં સાઈનઅપ કરવાનું રહેશે. ત્યારબાદ પોતાનો બીએસએનએલ નંબર, ટેલીકોમ સર્કલ, ઈમેલ આઈડી, નામ સહિતની વિગતો ભરવી પડશે. એકવાર સાઈનઅપ થયા બાદ યૂઝર્ને સિનેમા સર્વિસનો લાભ મળતો થશે. યૂઝર્સ તેને ડેસ્કટોપ અને લેપટોપ પર વેબ બ્રાઉઝર તરીકે એક્સસ કરી શકશે.

image source

મહત્વપૂર્ણ છે કે કંપનીએ 2020માં કહ્યું હતું કે તેઓ બ્રોડબેંડ પ્લાનમાં સુધારો કરશે, સ્પીડ વધારશે. આ સાથે જ બીએસએનએલ એક માત્ર એવી કંપની છે જે પોતાના પ્રમોશનલ બ્રોડબેંડ પ્લાન સાથે ડીઝની પ્લસ હોટસ્ટારનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન આપે છે. આ પ્લાનને પણ આગામી 4 એપ્રિલ 2021 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આ સિવાય બીએસએનએલના 999 રૂપિયા અને 1499 રૂપિયાના પ્રીપેડ પ્લાન્સમાં ડીઝની પ્લસ હોટસ્ટારનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.

image source

કંપનીનો ફાઈબર પ્રીમિયમ બ્રોડબેંડ પ્લાન 999 રૂપિયામાં 200 એમબીપીએસની સ્પીડ 300 જીબી કે 3.3 ટીબી સુધી આપે છે. ત્યારબાદ સ્પીડ 2 એમબીપીએસની થઈ જાય છે. આ પ્લાન ડિઝની પ્લસ હોટસ્ટારના પ્રીમિયમ સબ્સક્રિપ્શન સાથે આવે છે. આ ઉપરાંત કંપનીનો અલ્ટ્રા ફાઈબર પ્લાન 1499 રૂપિયામાં ઉપલબ્ધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ