નાજુક નમણી આલિયા ભટ્ટની ખુલી ગઇ આ પોલ, વાંચો તો ખરા આખરે આલિયા કેમ ભડભડ બોલી ગઇ આ બધું જ

આજકાલ સેલિબ્રિટીઝ પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે ઇન્સ્ટાગ્રામ લાઈવ પર આવતા રહે ફહે જેનાથી એમને એ ખબર પડે છે કે એમના ફેન્સ એમના વિશે શું વિચારે અને એમની પાસે શુ અપેક્ષા રાખે છે.બોલીવુડની ક્યૂટ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ પોતાના ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ લાઈવ પર આવી અને એમને પોતાના ફેન્સના સવાલોના ખુલીને જવાબ આપ્યા. ફેન્સ સાથે true or false સેશન દરમિયાન આલિયા ભટ્ટે પોતાના ઘણા રહસ્યો જણાવ્યા.

શુ તમને શોપિંગ કરવી ગમે છે?

image source

આલિયા ભટ્ટને જ્યારે પૂછવામાં આવ્યું કે શું એમને શોપિંગ કરવું ગમે છે તો આલિયાએ જણાવ્યું કે એમને શોપિંગ કરવું નથી ગમતું. જો તમે આલિયાને કોઈ સ્ટોરમાં લઈ જશે તો એ કન્ફ્યુઝ થઈ જશે અને સ્ટોરમાંથી જલ્દી જ બહાર નીકળી જશે. આલિયાએ કહ્યું કે ઓનલાઇન શોપિંગે મારા માટે બધું બદલી નાખ્યું છે એટલે આલિયાને ઓનલાઇન શોપિંગ વધુ ગમે છે.

શુ તમે રોજ વર્કઆઉટ કરો છો?

image soucre

આલિયા ભટ્ટને જ્યારે પૂછવામાં આવ્યું કે શું એ રોજ વર્કઆઉટ કરે છે તો આલિયાએ કહ્યું “આ ખોટું છે .હું રોજ વર્કઆઉટ નથી કરતી. તમારે રોજ વર્કઆઉટ ન કરવું જોઈએ. અઠવાડિયામાં 5 6 દિવસ વર્કઆઉટમાટે પૂરતા છે

શુ તમને બટાકા અને ચોકલેટ ભાવે છે?.
જ્યારે આલિયા ભટ્ટને આ સવાલ પૂછવામાં આવ્યો તો એમને ફટાક કરીને કહ્યું કે ” એ સાચું છે મને બટાકા અને ચોકલેટ ખૂબ જ ભાવે છે”

શુ તમને ઇન્ડિયન ફૂડ પસંદ છે?

આ સવાલના જવાબમાં આલિયાએ કહ્યું કે “હા, મને ઘરનું બનેલું ઇન્ડિયન ફૂડ પસંદ છે. ઘરનું બનેલું જમવાનું બેસ્ટ હોય છે, એની સરખામણી અન્ય કોઈ ફૂડ સાથે ન કરી શકાય”

શુ તમને તમારા ફેન્સ પસંદ છે?

image source

આ સવાલના જવાબમાં આલિયાએ ખુશીમાં પોતાનું માથું હલાવતા હામાં જવાબ આપ્યો.

તમને બિલાડી ગમે કે કૂતરા?

આ સવાલના જવાબમાં આલિયા ભટ્ટે કહ્યું કે મને બિલાડી ગમે છે કારણે કે મારી પાસે બિલાડી છે અને મને કૂતરા પણ ગમે છે કારણ કે મારી પાસે કુતરા પણ છે.

શુ તમે તમારો બ્રેકફાસ્ટ સ્કીપ કરો છો?

image soucre

આ સવાલના જવાબમાં આલિયાએ કહ્યું કે “ના હું મારો બ્રેકફાસ્ટ સ્કીપ નથી કરતી. જો મને ભૂખ ન લાગી હોય તો અલગ વાત છે નહીં તો હું મારો બ્રેકફાસ્ટ જરૂર ખાઈ લઉં છું”

શુ તમે બધું જ છોડીને વેકેશન પર જવા માંગો છો?

આ સવાલના જવાબમાં આલિયા એ કહ્યું કે ” હા, પણ એકલા નહિ”

શુ તમે તમારા હેર કટ કરાવી રહ્યા છો?

આ સવાલનો જવાબ આલિયાએ પોતાની હેર સ્ટાઈલિશ પ્રિયંકા બોરકરને આપવાનો કહ્યો અને આલિયાની હેર સ્ટાઈલિશે આ સવાલનો જવાબ નામાં આપ્યો.

શુ તમારી સ્કિન સોફ્ટ છે?

image source

આ સવાલનો જવાબ આપવા માટે આલિયાએ તેની મેકઅપ એક્સપર્ટને કહ્યું અને આલિયાની મેકઅપ એક્સપર્ટે જવાબ આપ્યો કે આલિયાની સ્કિન ખૂબ જ સોફ્ટ છે અને એ પોતાની જાતને નસીબવાળી સમજે છે કે એમને આલિયાની સ્કિન પર કામ કરવાની તક મળી.

શુ તમે ફુડી છો?

એનો જવાબ આલિયાએ ખાતા ખાતા આપ્યો અને કેપશનમાં લખ્યું ટ્રુ સ્ટોરી.

શુ તમને મેકઅપ કરવું ગમે છે.

આના જવાબમાં આલિયાએ કહ્યું કે “મને હવે મેકઅપ કરવું ગમે છે એટલે આ સવાલ સાચો છે.”

શુ તમને જમવાનું બનાવવું ગમે છે.

image source

આ સવાલના જવાબમાં આલિયાએ કહ્યું કે “ના મને ફક્ત ખાવાનું ગમે છે.”