સોનુ સૂદે કરી એવી કમાલ કે-આ છોકરાની 12 વર્ષની સમસ્યા 11 કલાકમાં થઈ ગઈ દુર

અમુક વાતો આપણે પહેલાં પહેલાં નવી લાગતી હોય, પરંતુ જ્યારે એવી ઘટના વારંવાર બને પછી આપણે નવું ન લાગે. એ જ રીતે અભિનેતા સોનુ સૂદ તેના ફેન્સને મદદ કરે એ વાત હવે નવી નથી રહી. કોરોના કાળ દરમિયાન સોનુએ એવું સરસ કામ કર્યું છે કે તે દરેકની નજરમાં હવે તે મસીહા બની ગયો છે. અને એક એવો મસીહો કે જે દરેક લોકોની કોઈ પણ કિંમતે મદદ કરવા તૈયાર છે. પોતાના કામથી સોનુ સૂદે ઘણા લોકોના દિલ જીતી લીધા છે. કોઈ માટે ઘર બનાવ્યું તો પછી કોઈને અભ્યાસમાં મદદ કરી, એવા તો ઘણા કામો સોનુએ કર્યા. એ રીતે વાત કરીએ તો સોનુ સૂદ ચાહકોને મદદ કરવામાં અગ્રેસર છે.

image source

ત્યારે હવે અભિનેતા સોનુ સૂદે એક ખુબ જ મોટું કામ કર્યું છે. તે ફરીથી દિલ ખોલીને વધારે એક ફેનને મદદ કરવા માટે આગળ આવ્યો છે. સોનુનો એક ફેન છેલ્લા 12 વર્ષથી મુશ્કેલીમાં હતો. પૈસાના અભાવે તેની સર્જરી થઈ શકતી નહોતી. વાત ત્યાં સુધી કે તેણે જિંદગીથી આશા જ ગુમાવી દીધી હતી. પરંતુ આવા મુશ્કેલ સમયમાં સોનુ સૂદે આ ફેન્સનો હાથ પકડ્યો અને 11 કલાકમાં તેની 12 વર્ષની તકલીફ દુર કરી દીધી. એક ડોક્ટરે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને તે ફેન્સનું હેલ્થ અપડેટ આપ્યું છે.

ડૉક્ટરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ ચાહકની તબિયત અંગે વાત કરી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું, ‘અમનજીત ઠીક થઈ રહ્યો છે. 11 કલાકની લાંબી ન્યૂરો સર્જરી હતી. સોનુ સૂદનો આભાર. તેઓ સતત અમારા સંપર્કમાં હતા. ઓપરેશન પછી પણ તે વાત કરતાં રહ્યાં.’ જ્યારે સોનુ સૂદને તેના ફેન્સનું આ હેલ્થ અપડેટ મળ્યું ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી. ટ્વિટમાં સોનુએ લખ્યું – આ આજે સૌથી સારા સમાચાર છે. 12 વર્ષની પીડા 11 કલાકમાં ઠીક થઈ ગઈ.

જો બીજી વાત કરવામાં આવે તો સોનુના એક ચાહકે બિહારથી મુંબઈ સાયકલ પર આવવાનો નિર્ણય કર્યો હતો. સોનુને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે ફ્લાઈટની ટિકિટ મોકલાવી હતી અને તેનું સ્વાગત કર્યું હતું.

image soucre

પરંતુ હાલમાં જે મદદ કરી એ બાબતનું સોનુનું આ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે અને ફેન્સ ફરી એકવાર અભિનેતાના કામને વખાણી અને વધારી રહ્યા છે. સોનુએ આ પહેલા પણ જરૂરિયાતમંદોને તે જ રીતે મદદ કરી છે. તેઓ આ રીતે જ દરેકના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ