લગ્નમાં સોના-ચાંદી અને હિરાજડિત માસ્કનો ટ્રેન્ડ વધ્યો, એક માસ્કની કિંમત છે લાખોમાં

કોરોના મહામારીના કારણે માસ્ક પહેરવુ અતિ આવશ્યક છે. તો બીજી તરફ લગ્નની સિઝન પણ ચાલી રહી છે. જેને કારણે માર્કેટમાં અવનવા માસ્ક બજારમાં આવી રહ્યા છે. ઘણા લોકોએ માસ્કને જ ઘરેણુ બનાવી દીધુ છે. માસ્કમાં હિરા અને ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રેસમાં ગુજરાત પણ પાછળ નથી ડાયમંડની સાથો સાથ ડાયમંડ જ્વેલરી માટે પણ સુરત દેશની સાથે વિદેશમાં જાણીતું છે વિવિધ જવલેરીની સાથો-સાથ હીરા જડિત માસ્કની પણ ડિમાન્ડ વધી રહી છે. મુંબઈના 6 પરિવારમાં સુરતના જ્વેલર્સે 12 ડાયમંડ જડિત માસ્ક તૈયાર કરીને મોકલ્યા છે.

એકની કિંમત 1.5 લાખ રૂપિયા

image source

આ માસ્ક સુરતના એક જ્વેલર્સે દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. હીરા જડિત 12 માસ્ક છેલ્લા 1 મહિનામાં મુંબઈ ડિલિવર કરાયા છે. માસ્ક ઉત્પાદક અને ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસો.(ઈબજા)ના સ્ટેટ ડિરેક્ટર નૈનેષ પચ્ચીગર જણાવે છે કે, માસ્ક હાલ કોરોનાથી બચવા અનિવાર્ય છે.

image source

પરંતુ લગ્નગાળાના કારણે ડાયમંડ જડિત માસ્કની ડિમાન્ડ છે. જેને પગલે મુંબઈના જ્વેલર્સ સુરતના જ્વેલર્સ પાસે હીરા જડિત માસ્ક ઓર્ડર કરી રહ્યા છે. આ માસ્ક બનાવવા 165 (2.5 કેરેટ) નંગ હિરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ 6 માસ્કને બનાવવા 6થી 7 દિવસ જેટલો સમય લાગ્યો હતો. હાલમાં 12 માસ્ક સુરતથી બોમ્બે મોકલાયા છે. જેની એકની કિંમત 1.5 લાખ રૂપિયા છે.

સોના અને ચાંદીના બનેલા માસ્કનો ટ્રેન્ડ

image source

કોરોનાકાળમાં ફેસ માસ્ક જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે. સોના અને ચાંદીના બનેલા માસ્કનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. તામિલનાડુના કોયંમ્બતુરના જ્વેલર રાધાકૃષ્ણનનો નવો પ્રયોગ રંગ લાવી રહ્યો છે. તેમણે સોના અને ચાંદીના માસ્ક ડિઝાઈન કર્યાં. ગ્રાહકોને તે પસંદ પડી રહ્યાં છે અને ગ્રાહકો આઈટમ તરીકે તેની ખરીદી કરી રહ્યાં છે.

ગ્રાહકો તરફથી મળેલા શાનદાર રિસ્પોન્સ પર રાધાકૃષ્ણનનું કહેવું છે કે હાલ ગોલ્ડ અને સિલ્વરથી બનેલા માસ્કનો ઉપયોગ આભૂષણ તરીકે શાં માટે ન કરાય? બાદમાં ગ્રાહકો પોતાની સગવડ પ્રમાણે તેની કિંમત બરાબર બીજી જ્વેલરી લઈ શકે છે. શોખ પૂરો થઈ જતા તેને વેચીને પૈસા પણ મેળવી શકે છે.

અમદાવાદના વેપારીએ સોના-ચાંદીના માસ્ક બનાવ્યા

image source

તો બીજી તરફ અમદાવાદના આવેલ ચાંદખેડાના એક વેપારીએ સોના-ચાંદીના માસ્ક તૈયાર કર્યા છે. તેમણે ચાંદીના બારીક તારથી ગૂંથણકામ કર્યા બાદ તેની પર સિલ્કનું કાપડ ચઢાવ્યું, જેથી પહેરવામાં સોફ્ટ રહે. અત્યાર સુધી તેઓ ચાંદીના 4 માસ્ક વેચી ચૂક્યા છે.

image source

એક ગ્રાહકનું જૂનું સોનું લઈ તેને શુદ્ધ કરી તેને 18 કેરેટનું તૈયાર કરી તેમાંથી માસ્ક બનાવી ગ્રાહકને બનાવી આપ્યું હતું. ચાંદીના માસ્ક 25થી 30 હજાર જ્યારે સોનાના માસ્કની કિંમત 2.75 લાખથી 3.25 લાખ છે. જ્યારે સોનાનું પાણી ચઢાવેલા ચાંદીના માસ્ક 35થી 40 હજારમાં પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ