Paytmના ગ્રાહકો માટે આવ્યા મોટા સમાચાર, જલદી જાણી લો કંપનીએ શું કર્યા મોટા ફેરફાર

આજકાલ કોરોનાને ધ્યાનમાં રાખીને લોકો કેશમાં લેવડ દેવડ કરવાનું ટાળી રહ્યા છે. કોઈ પણ બિલ પેમેન્ટ કરવા હોય જેમકે ગેસ બિલ, પાણી બિલ, લાઈટ બિલ, ગ્રોસરી બિલ, મોબાઈલ બિલ, ડીટીએચ બિલ, ફોન રિચાર્જ વગેરે દરેક કામમાં Paytm તમારી મદદ કરે છે. આ એપની મદદથી તમે સરળતાથી પેમેન્ટ કરી શકો છો. આ માટે તમારે કેટલાક નિયમો જાણવા જરૂરી છે. છેલ્લા 2 મહિનામાં Paytmએ તેના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે.

સૌથી મોટો ફેરફાર- Paytm વોલેટમાં ક્રેડિટ કાર્ડથી મની એડ કરવા માટે લાગશે ચાર્જ

image source

હવે Paytm વોલેટમાં મની લોડ કરવા માટે એકસ્ટ્રા ચાર્જ આપવાનો રહેશે. કંપનીએ આપેલી માહિતી અનુસાર 15 ઓક્ટોબર 2010થી કોઈ વ્યક્તિ પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડથી મની એડ કરાય છે તો તેના માટે 2 ટકા ચાર્જ આપવાનો રહે છે. જો તમે ક્રેડિટ કાર્ડથી પેટીએમ વોલેટમાં 1000 રૂપિયા એડ કરો છો તો તમારે તેના માટે 1020 રૂપિયા ચૂકવવાના રહે છે.

image source

કોઈ પણ કરિયાણાની સાઈટ પર પેટીએમથી પેમેન્ટ કરવા માટે કોઈ એકસ્ટ્રા ચાર્જ આપવાનો નથી. પેટીએમથી પેટીએમ વોલેટમાં ટ્રાન્સફર કરવા માટે પણ કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ કે યૂપીઆઈથી પેટીએમ વોલેટમાં મની એડ કરવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં.

દુકાનદારોને થશે ફાયદો

image source

કંપનીએ ગુરુવારે કહ્યું છે કે દુકાનદાર હવે યૂપીઆઈ અને રૂપે કાર્ડ સિવાય ઝીરો ટકા શુલ્ક પર પેટીએમ વોલેટની મદદથી અનલિમિટેડ પેમેન્ટ મેળવી શકે છે. કંપનીએ કહ્યું કે આમ કરવાતી 1.7 કરોડથી વધારે દુકાનદારોને ફાયદો થશે. જે તમારા બેંક ખાતમાં ડાયરેક્ટ સેટલમેન્ટની સાથે પોતાના ડિજિટલ પેમેન્ટ પર ઝીરો ટકાનો આનંદ લઈ શકશે.

Paytm પોસ્ટપેડમાં આવ્યું ફ્લેક્સિબલ ઈએમઆઈનું ઓપ્શન

image source

પેટીએમએ તેની પોસ્ટપેડ સેવાનો વિસ્તાર કર્યો છે. પેટીએમ પોસ્ટપેડ વપરાશકર્તાઓ હવે માસિક હપ્તા અથવા ઇએમઆઇમાં તેમના બાકી ચૂકવણી કરી શકે છે. પેટીએમ પોસ્ટપેઇડ તેના વપરાશકર્તાઓને 1 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ મર્યાદા આપે છે. વપરાશકર્તાઓ ક્રેડિટ મર્યાદામાં ખર્ચ કરી શકે છે અને આવતા મહિને ચુકવણી કરી શકે છે અથવા તેને EMI માં કન્વર્ટ કરી શકે છે.

એક વારમાં ખરીદી લો 1 કરોડ રૂપિયા સુધીનું ડિજિટલ ગોલ્ડ

image source

પેટીએમએ એક અન્ય સુવિધા રજૂ કરી છે, જેમાં વપરાશકર્તાઓ પેટીએમ એપ્લિકેશન પર 1 કરોડ સુધીનું સોનું ખરીદી શકશે. અત્યાર સુધીમાં સિંગલ ટ્રાન્ઝેક્શનમાં માત્ર 2 લાખ રૂપિયા સુધીનું સોનું જ ખરીદી શકાતું હતું. આ સિવાય કંપનીએ હવે પેટીએમ ગોલ્ડ સર્વિસિસને પેટીએમ મની પ્લેટફોર્મ પર વધારી દીધી છે. હવે વપરાશકર્તાઓ પેટીએમ એપ્લિકેશન ઉપરાંત પેટીએમ મની એપ્લિકેશન પર ડિજિટલ ગોલ્ડ ખરીદી અને વેચી શકે છે.

પેટીએમએ SBI સાથે મળીને લોન્ચ કર્યા 2 ક્રેડિટ કાર્ડ

image source

આ સિવાય પેટીએમએ બે પ્રકારનાં ક્રેડિટ કાર્ડ્સ ‘પેટીએમ એસબીઆઈ કાર્ડ’ અને ‘પેટીએમ એસબીઆઈ કાર્ડ સિલેક્ટ લોન્ચ કર્યા છે. blog.paytm.com પર અપાયેલી માહિતી અનુસાર આ કાર્ડની ચુકવણી પર વપરાશકર્તાઓને 1% થી 5% ની અમર્યાદિત કેશબેક મળશે. કેશબેક પર કોઈ કેપિંગ રહેશે નહીં. કેશબેક ગિફ્ટ વાઉચરના રૂપમાં મળશે. વિશેષ બાબત એ છે કે સુનિશ્ચિત વ્યવહાર પૂર્ણ થયાના 3 દિવસની અંદર કેશબેક મળશે.

Paytm SBI Cardની ખાસિયત

Paytm એપની મદદથી ટ્રાવેલ, મૂવી અને મોલના શોપિંગ પર 3 ટકા અનિલિમિટેડ કેશબેક

Paytm એપની મદદથી અન્ય કેટેગરીમાં સ્પેન્ડ કરવા માટે 2 ટકાનું અનલિમિટેડ કેશબેક

અન્ય દરેક ટ્રાન્ઝેક્શન પર 1 ટકાનું અનલિમિટેડ કેશબેક

Paytm SBI Card SELECT ની ખાસિયતો

Paytm એપની મદદથી ટ્રાવેલ, મૂવી અને મોલના શોપિંગ પર 5 ટકા અનિલિમિટેડ કેશબેક

Paytm એપની મદદથી અન્ય કેટેગરીમાં સ્પેન્ડ કરવા માટે 2 ટકાનું અનલિમિટેડ કેશબેક

image source

અન્ય દરેક ટ્રાન્ઝેક્શન પર 1 ટકાનું અનલિમિટેડ કેશબેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ