ગળામાં ખારાશ અને બંધ નાકનો સચોટ ઉપાય જાણો – સેલિબ્રીટી કોચ ઋજુતા દિવેકર પાસે…

અભિનેત્રી કરિના કપૂર ઉપરાંત ઘણા બધા ફિલ્મ સ્ટાર અને સેલિબ્રિટીઝની ફિટનેસની કાળજી લેનાર ડાયટિશિયન ઋજુતા દિવાકર આપણા બંધ નાક અને ગળામાં દુખાવા ની સમસ્યાનો સરળ ઈલાજ દર્શાવી રહ્યા છે.

image source

અતિશય ગરમી અને અતિશય ઠંડી બંને એવી ઋતુ છે શરદીની સમસ્યા ઊભી કરે છે.ચોમાસામાં પણ ભેજવાળી આબોહવા ને કારણે ઘણી વખત ગળું પકડાઈ જવાની સમસ્યા ઊભી થાય છે ખાસ કરીને બદલાતી સિઝન હોય ત્યારે ઓછી ઇમ્યુનિટી ધરાવતા લોકો અને કફ અને શરદી ની પ્રકૃતિ ધરાવતા લોકો તરત જ ગળું પકડાવવાની સમસ્યાથી પરેશાન થઈ ઊઠે છે.

image source

આ સમયે નાક પણ બંધ થઈ જતું હોય છે ત્યારે ખરેખર માણસ ખૂબ જ અકળાઈ ઉઠે છે અને મોંઘી મોંઘી કેમિકલયુક્ત એન્ટિબાયોટિક ના સહારા લઇ અને તરત પોતાની તકલીફ માંથી છૂટવાનો પ્રયત્ન કરે છે. આવા સંજોગોમાં પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવાકર આપણને ગળામાં ખારાશ અને બંધ નાકની સમસ્યાના સરળ ઉપાય બતાવે છે.

image source

જમ્યા બાદ માઉથ ફ્રેશનર તરીકે આપણે જે ખડી સાકર નો ઉપયોગ કરીએ છીએ તે ખડી સાકર શરદી અને ગળામાં બાજી જતી ખારાશમા રાહત આપનારી છે.સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે વધારે પડતી ખાંડ લેવાથી આપણને ઘણી બધી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.

image source

ખાંડ પોતે પણ કફ કરવાનો ગુણ ધરાવે છે પણ ખડી સાકર ના ગુણધર્મ જુદા હોય છે. ખડીસાકરમાં રહેલું વિટામિન મિનરલ્સ અને એમિનો એસિડ કફને છૂટો પાડે છે અને શરદીમાં રાહત આપે છે. ખડી સાકર રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.શાસ્ત્રીય સંગીતના ગાયકો ખડી સાકરનો છૂટથી ઉપયોગ કરે છે.તેનાથી ગળુ સાફ થાય છે અને અવાજ પણ મધુર રહે છે.

image source

ખડી સાકર એસીડીટી તેમજ ગેસની સમસ્યાનું નિવારણ કરવામાં પણ ઉપયોગી છે. જ્યારે આપણે શુગર લેવલ ની ચિંતા કરીએ છીએ ત્યારે ખાસ તેમાંથી બનતા બિસ્કીટ ચોકલેટ એવા અલ્ટ્રા પ્રોસેસ ફૂડ  થી બચવું જોઈએ.તેમાં શુગર  સિવાયની બીજી વપરાતી ચીજ પણ નુકસાનકારક હોય છે. પરંતુ ખડીસાકર માં ઔષધીય તત્વ રહેલું છે, તે પૌષ્ટિક આહાર ગણાય છે અને તેનો નિયમિત યોગ્ય ઉપયોગ ગળાની સમસ્યાના નિવારણ માટે અને અવાજની મધુરતા જાળવી રાખવા માટે અસરકારક પુરવાર થાય છે.વધુમાં ઋજુતા દિવેકર જણાવે છે કે હેલ્ધી અને પૌષ્ટિક આહાર સાથે નિયમિત જીવન શૈલી પણ શ્રેષ્ઠ આરોગ્ય માટેની મુખ્ય ચાવી છે.

ખડી સાકર ના કેટલાક વિશેષ ઉપયોગ પણ છે

image source

મોઢામાંથી આવતી દુર્ગંધ નિવારવામાં ખડીસાકર ઉપયોગી છે. જમ્યા બાદ મુખવાસ તરીકે વાપરવામાં આવે છે .તે શ્વાસની તાજગી જાળવી રાખે છે

image source

નસકોરી ફૂટવાની સમસ્યામાં પણ ખડીસાકર ઉપયોગી છે. નસકોરી સમયે નાકમાંથી નીકળતા લોહીને ખડીસાકર રોકે છે. ખડી સાકરને પાણીમાં ઓગાળીને એ પાણીના બે-ત્રણ ટીપાં નાકમાં નાખવાથી પણ નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.

image source

હિમોગ્લોબીનની ઉણપ ધરાવતા લોકો માટે પણ ખડીસાકર ઉપયોગી છે. ખડી સાકર બ્લડ સર્ક્યુલેશનને નિયમિત કરવામાં મદદ રૂપ છે. ઉપરાંત એનિમિયા ,ફીકી થઈ ગયેલી ત્વચા, ચક્કર આવવા અને કમજોરી માં પણ ખડી સાકર નો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે.

image source

એક ગ્લાસ પાણીમાં એક ચમચી ખડીસાકર ઓગાળીને પીવાથી બ્લડ પ્રેશરમાં પણ તરત જ રાહત મળે છે એટલું જ નહીં શરીરનો થાક અને શરીરમાં લાગી ગયેલી ગરમી દૂર થઈ અને શરીરમાં તાજગી આવે છે.

સાકર ખોરાકને સુપાચ્ય બનાવે છે. પેટની સમસ્યામાં પણ સાકર રાહતરૂપ ગણાય છે.ખાસ કરીને આંખોનું તેજ જાળવવામાં અને વધારવામાં પણ ઉપયોગી છે ખડીસાકર મોતીઓ આવતો રોકી શકે છે. નિયમિત પણે ખડી સાકરનું પાણી પીવાથી આંખોને તાજગી અને ઠંડક મળે છે.

image source

ડિપ્રેશનમાં પણ સાકરમાં રહેલું ગ્લુકોઝ ફાયદાકારક માનવામાં આવે છે.ખડી સાકર મૂડ ચેન્જર છે અને ડિપ્રેશનની શ્રેષ્ઠ દવા છે ઉપરાંત બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓ  માટે પણ સાકર ઉપયોગી છે .તેના એન્ટીડિપ્રેસન્ટ તત્વોને કારણે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓ ખુશ રહે છે અને તેને કારણે માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. દૂધની માત્રા વધારવા માટે પણ ખડી સાકર નો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ