રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે આ ૧૦ ખોરાક – નવા શ્વેતકણ પણ બનાવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે લાલ રક્તકણો જરૂરી છે,એ જ રીતે લોહીમાં શ્વેતકણની  હાજરી  પણ જરૂરી છે જ્યારે શરીરમાં શ્વેત કણોની ઉણપ  થાય ત્યારે શરીર વિવિધ પ્રકારનાં રોગનો ભોગ બને છે.

image source

સફેદ રક્તકણોને લયુકોસાઇટ અથવા તો સફેદ કોર્પ  સર્કલ કહેવામાં આવે છે. આ સફેદ રક્તકણો શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને રોગકારક વિષાણુઓ સામે લડવાની તાકાત પ્રદાન કરે છે. લોહીમાં શ્વેત કણો  સતત નાશ પામતા રહે છે અને નવા સફેદ રક્તકણો બનતા પણ રહે છે.

 

image source

સફેદ રકતકણની ઉણપથી શરીર રોગ સામે લડવાની તાકાત ગુમાવી બેસે છે અને વિવિધ પ્રકારના રોગના આક્રમણનો ભોગ બને છે એ માટે શરીરમાં શ્વેતકણ પૂરતી માત્રામાં હોવા જરૂરી છે. એક સ્વસ્થ વ્યક્તિ માં 5000થી 11000 મિલી મિટર પ્રતિ ઘન મિલી મીટર શ્વેતકણ ની માત્રા હોય છે.પોષણયુક્ત આહાર લોહીમાં શ્વેતકણ ની માત્રા જાળવી રાખવામાં અને નવા શ્વેતકણ બનાવવામાં પણ મદદરૂપ બને છે.

image source

શ્વેતકણ ની માત્રા શરીરમાં વધુ પ્રમાણમાં ઘટી જવાને કારણે leukopenia અથવા તો હિપેટાઇટિસ જેવી બીમારીનો ભોગ બનાય  છે. ઉપરાંત લોહીના કેન્સરની સંભાવના પણ વધી જાય છે. સફેદ રકતકણમાં રહેલા કોપર અને ઝિન્ક જેવાં ઘટક તત્ત્વો ઘટી જવાને કારણે પણ લોહીમાં શ્વેતકણો ની સંખ્યામાં ઊણપ વર્તાય છે.

image source

રોજિંદા આહારમાં માંસાહાર ઉપરાંત લીલા શાકભાજી અને અનાજ નું પૂરતી માત્રામાં સેવન કરવાથી શરીરને જરૂરી કોપર તત્વ મળી રહે છે જ્યારે માંસ માછલી અને દૂધના સેવનથી જીંક પૂરતી માત્રામાં પ્રાપ્ત થાય છે રેડ મીટમાં પણ ઝીંક નું તત્વ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ છે.

image source

લોહીમાં શ્વેતકણોની સંખ્યા અને સંતુલિત રાખવા માટે વિટામીન એ અને ઈ વાળા ખાદ્ય પદાર્થોનું નિયમિત સેવન કરવું જોઈએ. વિટામીન એ એક એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ છે જે ગાજર ટમેટા મરચા ભાજી જેવા ખાદ્ય પદાર્થોમાંથી ઉપલબ્ધ છે જ્યારે બદામ અને જેતુનનું તેલ તથા કેટલાક ફળમાંથી મળતું વિટામિન ઈ પણ લોહીમાં શ્વેતકણોની સંખ્યા અને સંતુલિત રાખવામાં મદદરૂપ છે.

image source

વિટામીન સી લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે જે લીલા શાકભાજી, રેસાવાળા ફળ ,ટામેટા ,કેપ્સીકમ તેમજ સ્વાદમાં ખાટા અને રસવાળા ફળમાંથી વિપુલ માત્રામાં પ્રાપ્ત થાય છે. લોહીમાં રહેલા શ્વેતકણો અને તેની કામગીરી યોગ્ય રીતે કરવામાં વિટામીન સી મદદરૂપ બને છે વિટામિન સીથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીર ઉપર થતા રોગ લક્ષી વિષાણુઓ ના હુમલા સામે વિટામીન સી યોગ્ય રીતે લડત આપી શકે છે ઉપરાંત શરીરમાં પડેલા ઘા ,અથવા તો પડવા વાગવાથી થયેલી ઈજાને કારણે ડેમેજ થયેલા ટિશ્યુને હિલ કરવામાં પણ વિટામીન-સી મદદરૂપ છે.

લસણ

image source

લસણમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે લસણમાં એલિસિન નામનું રહેલું પોષક તત્ત્વ શરીરમાં રહેલા ઇન્ફેક્શન અને બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ બને છે. ખોરાકમાં નિયમિત લસણનો ઉપયોગ કરવામાં આવે તો તે પેટની બીમારીઓ સામે રાહત આપનારું અને અલ્સર તેમજ કેન્સર સામે અસરકારક પરિણામ આપનારું સાબિત થાય છે. લસણ ખાવાથી પણ લોહીમાં શ્વેતકણોની સંખ્યા વધે. શરદી ,કફ, ખાંસી ,ઉધરસ, દમ અને હૃદય રોગ જેવી બીમારીઓમાં પણ લસણ રામબાણ ઈલાજ છે.

દહીં

image source

દૂધ કરતા દહીમાં કેલ્શિયમની માત્રા વિશેષ રહે છે. દહીંમાં રહેલા બેક્ટેરિયા તથા અન્ય પોષક તત્વો શરીરમાં એન્ટી બાયોટિક નું કામ કરે છે ઉપરાંત તે લોહીમાં શ્વેત કણ નો વધારો કરી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત કરે છે.

ગ્રીન ટી

image source

ગ્રીન ટીમાં વિપુલ માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ રહેલા છે .ઉપરાંત ગ્રીન ટીમાં કેલેરીનું પ્રમાણ નહિવત્ હોવાથી ગ્રીન ટીનો છૂટથી ઉપયોગ કરી શકાય છે. ગ્રીન ટીમાં રહેલું વિટામીન-સી તથા પોલીફિનોલ શરીરમાં રહેલા બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. ગ્રીન ટી શરીરમાં રહેલા ટોક્સિનને દૂર કરવાનું કામ પણ કરે છે.

image source

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને લોહીમાં શ્વેત કણ ની સંખ્યા વધારવા માટે નશા કરતાં પદાર્થોથી દૂર રહેવું જોઈએ. તમાકુ, ધૂમ્રપાન, આલ્કોહોલ, ગુટખા જેવા નશીલા પદાર્થો લોહીમાં રહેલા શ્વેતકણનો નાશ કરે છે એટલું જ નહીં તેમા રહેલા હાનિકારક રસાયણો ને કારણે કેન્સર થવાના જોખમમાં પણ વધારો થાય છે.

લીલા શાકભાજી

image source

શરીર માટે જરૂરી વિટામિન અને મિનરલ્સ ધરાવતા શાકભાજીનું રોજિંદા આહારમાં વિશેષ મહત્વ છે. શાકભાજીમાં રહેલું આયન, વિટામીન એ ,વિટામીન બી કોમ્પ્લેક્ષ ,વિટામીન સી, કેલ્શિયમ તથા વિપુલ માત્રામાં મળી આવતું ફાઇબર શરીરને  પોષણયુક્ત આહાર પૂરો પાડીને અનેક બીમારીઓથી બચાવે છે.

image source

શાકભાજીમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ શરીરમાં શ્વેતકણોની સંખ્યા વધારે છે અને તેને કારણે કેન્સરનું જોખમ વધારતા ફ્રી રેડિકલ્સ નો પણ નાશ થાય છે.

image source

શરીરને સ્વસ્થ અને નિરોગી નિરોગી રાખવા માટે રોજિંદા જીવનમાં હળવી કસરત, સમતોલ આહાર પૂરતા પ્રમાણમાં ઊંઘ અને હકારાત્મક અભિગમ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ