નસકોરા કેમ બોલે છે તે જાણી લો પહેલા, અને પછી તેને બંધ કેમ કરવા તે માટે ફોલો કરો આ ટિપ્સ

નસકોરા (snoring):-

જો તમે નસકોરાથી પરેશાન છો, તો પછી તેનો ઉપાય કેવી રીતે કરવો, જાણો કે નસકોરા કેમ આવે છે?

નસકોરાં:-

દિવસભરની દોડધામ બાદ જ્યારે તમે રાત્રે પથારીમાં સૂવા જાઓ છો, ત્યારે નસકોરાં તમને સૂવા દેતા નથી. પરંતુ તમે વિચારો છો કે તમને તો જરા પણ નસકોરા આવતાં જ નથી. પરંતુ આ વસ્તુ કે વાત ફક્ત કોઈ અન્ય વ્યક્તિ જ તમને જણાવી શકે છે.

નસકોરાં:-જો તમે નસકોરાથી પરેશાન છો, તો આ ઉપાય અજમાવી કરો

સ્ટોરી હાઇલાઇટ્સ:-

image source

* સમયસર ન સૂવાના કારણે પણ નસકોરા આવી શકે છે.

* વધતું વજન પણ નસકોરાનું કારણ બને છે.

* અનહેલ્ધી જીવનશૈલીથી પણ નસકોરાં આવે છે.

નસકોરાં:-

image source

દિવસભરની દોડધામ પછી જ્યારે તમે રાત્રે સૂવા પથારીમાં જાઓ છો, ત્યારે નસકોરાં તમને સૂવા દેતા નથી. પરંતુ તમે એવું વિચારો છો કે તમને જરા પણ નસકોરા આવતા જ નથી. પરંતુ આ વસ્તુ કે વાત ફક્ત કોઈ અન્ય વ્યક્તિ જ તમને કહી શકે છે. દિવસનો થાક અથવા અન્ય ઘણા કારણોસર નસકોરાની સમસ્યા થઈ શકે છે. શું તમે તમારા નસકોરાને લીધે અન્ય વ્યક્તિની ઊંઘ બગાડી રહ્યા છો અથવા તમારા જ નસકોરા દરરોજ તમારી જ ઊંઘ બગાડે છે, તો નીચે આપેલા આ ઉપચારને અનુસરો.

પરંતુ તે પહેલાં, જાણો કે નસકોરાના આવા અજીબો ગરીબ વિચિત્ર અવાજો કેમ આવે છે? આનું મુખ્ય કારણ છે તમારા શરીરમાં ઓક્સિજન વહન કરતા માર્ગોનું સાંકડું હોવું. આમાં, તમારા ગળાના પાછળનો ભાગ સાંકડો થઈ જાય છે, જેના કારણે શરીરની સાંકડી જગ્યામાંથી ઓક્સિજન પસાર થાય છે, જેના કારણે આસપાસનીપેશીઓ વાઇબ્રેટ થાય છે અને તેમાંથી અવાજો ઉત્સર્જિત થાય છે. નસકોરાને રોકવાની આ 5 રીતો જાણો.

image source

આ પાંચ ટીપ્સથી જાણો કે, નસકોરા કેવી રીતે રોકી શકાય છે?

1. વજન ઓછું કરીને

ગળાના ભાગે ચરબી વધવાના કારણે પણ કેટલીક વાર નસકોરાં આવતા હોય છે. કારણ કે ગળામાંથી શરીરમાં જતી હવા ગળાના પેશીઓમાં કંપન ઉત્પન્ન કરે છે.

નસકોરાં: નસકોરાં માટેનું એક મુખ્ય કારણ દિવસભરનો થાક પણ હોઈ શકે છે.

2.શરબ ન પીવી:-

image source

ઘણા લોકોને દારૂના કારણે પણ નસકોરા આવતા હોય છે. તેથી જ સૂવાના સમયે બેથી ત્રણ કલાક પહેલા જ દારૂ ન પીવો જોઈએ.

3. સમયસરની પૂરતી ઊંઘ:-

જે લોકો અયોગ્ય સમયે ઊંઘ લેતા હોય છે તેમને પણ નસકોરાં આવતાં હોય છે. એટલા માટે રોજ નિયમિત અને યોગ્ય સમયે સાત થી આઠ કલાકની ઊંઘ લેવી જ જોઈએ.

4.અસ્થમા અને શરદીની સારવાર કરીને:-

અસ્થમા અને શરદીથી પરેશાન લોકોને પણ નસકોરાં ની સમસ્યા હોય છે. કારણ કે તેમનો શ્વસન માર્ગ સાંકડો થઈ જાય છે જેના કારણે ગળામાંથી અવાજ આવે છે.

image source

5. તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને:-

ખરાબ કે અવ્યવસ્થિત દૈનિક જીવનને લીધે પણ નસકોરાં ની સમસ્યા થઈ શકે છે. અયોગ્ય સમયે ખાવું-પીવું, જરૂરી આરામ ન કરવો, દારૂ નો નસો કરવો,સિગારેટ પીવી વગેરે પણ નસકોરાંનું કારણ બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ