હળદરના છે અઢળક ફાયદાઓ, ક્લિક કરીને જાણો તમને કેટલા ખબર છે તેમાંથી

મસાલાની રાણી હળદરના ઔષધિય ગુણો ….

જો તમે એવું વિચારો છો કે હળદર ફક્ત રસોઈમાં સ્વાદ અને કલર વધારવા જ વપરાય છે, તો તમે ભૂલ કરો છો. પ્રસ્તુત આર્ટિકલમાં આપણે ભારતના આ ‘સોનેરી મસાલા’ વિશેની જાણી-અજાણી અને એના ચોંકાવનારા ફાયદાઓ વિશેની વાતો કરીશું. ચામડી, વાળ, દાંત, ગળા થી લઈ ને આપણા અગત્યના અંગો જેવા કે કિડની, હૃદય, મગજ અને સાંધાના દરેક પ્રકારના સામાન્યથી ગંભીર રોગોની સારવારમાં હળદરનો ઉપયોગ કરી શકાય છે.

image source

પૌરાણિક કાળથી આધુનિક કાળ સુધીમાં થયેલી અસંખ્ય સ્ટડીઝ અને રિચર્સ દ્વારા એ પુરવાર થયું છે કે હળદર એ ફક્ત રસોઈની સામગ્રી જ નહીં પણ ચમત્કારિક જડીબુટી છે. અને એટલે જ ભારત સમગ્ર વિશ્વમાં હળદરનું સૌથી વધુ ઉત્પાદન અને નિકાસ કરે છે. પરંતુ કમનસીબે આપણે આ અદ્દભુત જડીબુટીનો કલર અને સ્વાદ સિવાય બીજો કોઈ ખાસ ઉપયોગ ન કરી શક્યા. તમે નહિ માનો પણ જો તમને હળદરનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો મોંઘા અને કેમિકલ વાળા સૌંદર્ય પ્રસાધનો (Cosmetic) અને દવાઓ વાપરવાની કોઈ જરૂર જ નથી રહેતી. કેવી રીતે !? ચાલો જાણીએ …

ભારતમાં અને બીજા પૂર્વીય દેશોમાં હજારો વર્ષોથી હળદરનો બહોળો ઉપયોગ થતો આવ્યો છે, હળદરનો ઉલ્લેખ વિશ્નના પ્રસિદ્ધ ગ્રંથો જેવા કે આર્યુવેદ,તમિલનાડુની પ્રખ્યાત સિદ્ધ ચિકિત્સા, પ્રાચીન ચાઈનીઝ ચિકિત્સા અને યુનાની વગેરેમાં ખૂબ થયો છે. પાછલા થોડા વર્ષોમાં પશ્ચિમી મેડિકલ સાયન્સને પણ હળદરના અદ્ભૂત ઔષધીય ગુણો બાબતે જાણ થઈ. અને એણે એ સંશોધનોમાં હળદરમાંથી નીકળેલા ડ્રગને પેટન્ટ કરાવવાની કોશિશ કરી પરંતુ ભારતના વૈજ્ઞાનિકોના પ્રતાપે એ લોકોના નાપાક ઈરાદાઓને અંજામ મળ્યો નહિ.

image source

હળદરને મસાલાઓની રાણી શું કામ કહેવાય છે ? એમાં કયું એવું તત્વ છે જે હળદરને ભારતના સૌથી વૈવિધ્યસભર (Versatile) મસાલાઓમાંનો એક બનાવે છે ?! એના જવાબ માટે તમારે આ આર્ટિકલ વાંચવો રહ્યો…

સદીઓથી હળદર ભારતીય લગ્નવિધિનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો છે. લગ્ન પહેલા વર-વધુ ને લગાવતો હલ્દીનો લેપ એ ફક્ત રિવાજ નથી પરંતુ આપણા પૂર્વજો દ્વારા સમજી વિચારી ને થતી એક બ્યુટી ટ્રીટમેન્ટ છે, જેને આપણે આજે ફક્ત લગ્ન સંસ્કારનો એક રિવાજ માની લેવાની ભૂલ કરી છે. હલ્દી ફક્ત સુખી લગ્નજીવનનું જ નહી પરંતુ લગ્નના દિવસે નિખરેલી અને સુંદર ત્વચાનું વરદાન આપે છે. આજકાલ આપણે સૌ આપણી મહામૂલી અને ખરા અર્થમાં કુદરતી સૌંદર્ય આપનાર હળદરથી વિમુખ થઈ ને ઝેરી કેમિકલ યુક્ત મોંઘા સૌંદર્ય પ્રસાધનોના મોહમાં પડી ને દિન પ્રતિદિન આપણી ચામડી અને પૈસા બન્નેને બગાડી રહ્યા છીએ એને બદલે સાવ સાદી સામગ્રીથી ઘરે ફટાફટ તૈયાર થતો હળદરનો ફેસપેક બનાવી ને અઢળક ફાયદાઓ મેળવી શકો છો.

જેને બનાવવા માટે જોઇશે એક નાની ચમચી ચણાનો લોટ, બે ચમચી દહીં, અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું મધ. બધું વ્યવસ્થિત મિક્સ કરીને તમારા ચહેરા અને ગળા પર લગાવી ને 15 મિનિટ બાદ ધોઈ નાખવું. તમે ઇચ્છો તો આને તમારા શરીર પર પણ લગાવી શકો છો, હળદરમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ (Oxidant) અને અને એન્ટી ઈન્ફ્લામેટરી (inflammatory) ગુણો ત્વચાને સ્વસ્થ બનાવી અને કુદરતી ચમક લાવે છે. ખીલ અને ધબ્બા માટે પણ આ ફેસપેક રામબાણ છે.

image source

હળદરમાં ગ્લૂટાથાયોન (Glutathione) નામનું તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે એના સિવાય બીજા ઘણા એવા એન્ટી ઓક્સીડેન્ટ તત્વો છે જે ત્વચાના મેલેલિન લેવલને (જે ત્વચાના કાળા રંગ માટે જવાબદાર છે) ઘટાડે છે. ટૂંકમાં કહીએ તો ફેર એન્ડ લવલી જે ક્યારેય નહીં કરી શકે એ આપણી હળદર કરી શકે છે. મારી પાસે અલગ અલગ ત્વચાના વિકારો માટેના આવા ઘણા ઉપાયો છે માટે જો કોઈ ઈચ્છે તો કૉમેન્ટમાં પૂછી શકે.

વાળ માટે પણ હળદર એટલી જ અસરકારક છે. જો તમને અકાળે વાળ ખરતા હોય કે પછી ખોડો હોય તો એનો પણ ઉપાય હળદર પાસે છે. હળદરમાં રહેલું કરક્યુમીન (Curcumin) વાળને જડથી મજબૂત કરી ને એને ખરતા અટકાવે છે. ફક્ત બે ચમચી જેટલા કોપરેલમાં અડધી ચમચી હળદર નાખી બરાબર મિક્સ કરી ને વાળના મૂળમાં મસાજ કરતા કરતા લગાવીને (જેનાથી કરક્યુમીન અંદર સુધી ઉતરી ને બ્લડ સરક્યુલેશન પણ સુધારશે) અડધી કલાક સુધી રહેવા દઈ ને સાદા પાણીથી ધોઈ લેવું.

એક મહિના સુધી વિકમાં એક વખત આ ઉપાય કરવાથી તમેં સ્પષ્ટ પરીણામ જોઈ શકશો. (જો વધુ વાળ ખરતા હોય તો વીકમાં બે/ત્રણ વખત પણ કરી શકો.) આ ઉપાયથી વાળ ખરતા તો અટકશે જ પણ એની સાથે જ વાળ ચમકીલા અને સુંવાળા પણ બનશે. તો મોંઘા શેમ્પુ કે તેલમાં પૈસા બગાડતા પહેલા એક વાર હળદરનો આ ઉપાય ચોક્કસ અજમાવવા જેવો ..

ફક્ત વાળ અને ચામડી જ નહીં હળદરનો યોગ્ય ઉપયોગ કરી તમે દાંત અને પેઢાને પણ મજબૂત કરી શકો છો. આજકાલ માર્કેટમાં મળતી કેમિકલ અને સલ્ફેટથી લદાયેલી ટૂથપેસ્ટ વાપરી ને તમે જો દાંતની ચમક ગુમાવી દીધી હોય, પેઢા નબળા પડી ગયા હોય, બ્લીડીંગ થતું હોય, વાસ આવતી હોય તો હળદરથી એકેય ઉત્તમ ઔષધ નહિ મળે તમને.એક વાટકીમાં ચપટી હળદર ચપટી મીઠું અને અડધી ચમચી જેટલું રાઈનું તેલ નાખી પેસ્ટ બનાવીને દાંત અને પેઢા પર બ્રશ અથવા આંગળીથી બે ત્રણ મિનિટ હળવો મસાજ કરી ને હુંફાળા પાણીથી કોગળા કરી લેવા, ફક્ત વીકમાં ત્રણ વખત આ પ્રયોગ કરવાથી તફાવત દેખાવો શરૂ થઈ જશે અને મોની દુર્ગંધ જતી રહેશે એ નફામા.

image source

આ પ્રયોગ મેં સ્વાનુભવે સિદ્ધ કરેલો છે, જે ખરેખર ખૂબ જલ્દી રિઝલ્ટ આપે છે. એ સિવાય ઘાવ માટે હળદર કેમ વાપરવી એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. નાનપણની ઉછળકુદથી ક્યારેક પડીએ અને છોલાઈએ તો મમ્મી ઘાવનું લોહી બંધ કરવા માટે સૌથી પેલી હળદર જ લગાવતી. હળદરમાં રહેલા કુદરતી એન્ટી સેપ્ટિક, એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો ઘાવને જલ્દી રૂઝવવામાં મદદ કરે છે.

શિયાળો અડધો પૂરો થવામા છે છતાં પણ વાયરલ ઇન્ફેકશનનું જોર એટલુ જ છે. દિનપ્રતિદિન વધતી વસ્તી અને પ્રદૂષણના કારણે આજકાલ શરદી અને ગળામાં બળતરા જોવી સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. એના ઉપાયમાં આપણે જ્યાં ત્યાંથી એન્ટિબાયોટિક અને ફક સીરપ લઇએ છીએ. પરંતુ આપણે એ નથી જાણતા કે શરદીથી વધુ તો એ એન્ટિબાયોટિક ડ્રગ્સ આપણને નુકશાન કરે છે.

image source

એને બદલે હળદરના એક સાવ સાદા ઉપાય દ્વારા તમે મોંઘી એન્ટીબાયોટિક અને કફસિરપના નકામાં ખર્ચાથી બચી શકો છો. એક ગ્લાસમાં હુંફાળું પાણી લઈ એમાં અડધી ચમચી હળદર અને સાદું મીઠું, ઉમેરી ને સવારે બ્રશ કરી ને અને રાતે સુતા પહેલા ગાર્ગલ કરવા ..(ગળા સુધી પાણી પહોંચાડીને). તમેં નહિ માનો પણ હળદર ફક્ત ગળાના ઇન્ફેક્શન જ નહીં પરંતુ તે એટલી અસરકારક છે કે તે કાકડા (Tonsilitis) જેવી કાયમી બીમારી પણ મટાડી શકે છે. બસ શરત એટલી કે તમે તાજી ઘરે ફૂટી ને તૈયાર કરેલી હળદર વાપરવી.

આ તો થઈ રોજિંદા જીવનમાં હળદર ને વાપરવાની વાતો. જે આપ સૌમાંથી મોટા ભાગનાને ખબર હશે પરંતુ હળદરમાં એટલા બધા ઔષધીય ગુણધર્મો છે કે તે મોટાભાગની જીવલેણ રોગોને પણ મટાડી શકે છે. હળદર એ લોહિને શુદ્ધ કરી અને એનું પરિભ્રમણ વધારનારી, ધમનીઓને તાકાત આપનારી, અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડનારી છે. એટલા માટે જ હૃદયરોગના દર્દીઓએ હળદર ખરેખર આશીર્વાદરૂપ છે. એમાં રહેલા એન્ટી માઇક્રોબીઅલ (Microbial) તત્વો લીવર ને સાફ કરી ને પિતનું ઉત્પાદન વધારે છે. અને એટલા જ માટે ડોકટર લીવરની દરેક બીમારીઓમાં હળદર વાપરવાની ભલામણ કરે છે.

image source

હળદરમાં રહેલા એન્ટી ઈંફ્લામેટરી તત્વો એને કુદરતી પેઇન કિલર ઔષધ બનાવે છે, જેના કારણે તે સંધિવા અને અન્ય દુઃખાવામાંથી રાહત અપાવે છે. ફક્ત આટલું જ નહીં આ બધા સિવાય હળદર રોગપ્રતિકારક શક્તિ વધારે છે, લોહીમાં ખાંડનું નિયમન કરી અને વજન પણ વધતો અટકાવે છે, મધુપ્રમેહને નિયંત્રિત કરે છે, પાચન શક્તિ સુધારે છે, યાદશક્તિ સુધારી અને અલ્ઝાઇમર જેવા ભયંકર રોગથી પણ બચાવે છે, અને સૌથી અગત્યનું કેન્સરના કોષોને ખતમ કરે છે.

પરંતુ ઉપર કહેલા બધા જ રોગોથી બચવા ફક્ત શાક/દાળ ને કઢીમાં નાખેલી હળદર પૂરતી નથી. હળદરના પૂરો ફાયદો મેળવવા માટે હું બે હળદર આધારિત પીણા (Drinks) ની રીતો કહીશ જે સાવ સહેલાઈથી બની જાય છે. પહેલું પીણું છે “હળદર વાળું પાણી” દરરોજ સવારે એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધી ચમચી હળદર અમે ચપટી કાળા મરીનો પાવડર નાખી બરાબર મિક્સ કરી ને ભૂખ્યા પેટે પી જવું, આ પીણું પીધા પછી અડધી કલાક સુધી કશું જ ખાવું કે નહિ.

image source

બીજું પીણું છે આપણા સૌનું માનીતું ‘હળદર વાળું દૂધ’ રાત્રે સુવાની અડધી કલાક પહેલાં એક નાની તપેલી ગેસ પર મૂકી એમાં એક ગ્લાસ જેટલું દૂધ નાખી અડધી ચમચી હળદર અને ચપટી મરી પાવડર નાખી ને એક ઉકાળો આપી ને ઉતારી હુંફાળું જ પીવું. આ બેમાંથી કોઈ પણ એક પીણું (Drink) તમે પસંદ કરી અને ત્રણ મહિના સુધી રોજ પીવુ. તમે તમારા શરીરની સુંદરતા અને સુધરેલું સ્વાસ્થ્ય જોઈને ચોકી જશો ….

(બન્ને પીણામાં વપરાતી હળદર તાજી અને શુદ્ધ હોય એ જરૂરી છે, બને તો એક મહિનો ચાલે થોડી હળદરની જડોને (મૂળ) ને ખાંડણીમાં ખાંડી, ચાળી અને એનો ઉપયોગ કરવો, આજકાલ માર્કેટમાં કરક્યુમીનની ટેબ્લેટ અને કેપ્સયુલનો વેચાણ બહુ થઈ રહ્યું છે. પરંતુ તમે મારા દર્શાવેલા પીણામાં શુદ્ધ તાજી હળદરને ખાંડીને ઉપયોગ કરશો તો એ સો કોલેડ ટેબ્લેટ અને કેપસ્યુલનો યુઝ કરવાની જરૂર નહીં પડે.

image source

આજકાલ ભેળસેળમાં જમાનામાં શુદ્ધ અને તાજી હળદર મળવી ખૂબ મુશ્કેલ છે. હળદર ખરીદતી વખતે આખી (સાબુત) અનેં તાજી હોય એ ધ્યાનમાં રાખવું, બને ત્યાં સુધી દળેલી હળદર ન ખરીદવી. (જો તમે ઈચ્છો મને મેસેજ પણ કરી શકો. હું તમને સારી હળદર પસંદ કરવામાં મદદ કરીશ) અંતમાં એટલુ જ કહીશ કે હળદર એ વિશ્વને ભારતે આપેલી અમૂલ્ય ભેટ છે. તો ચાલો આપણે સૌ આજથી આ સોનેરી ઔષધનો આપણા રોજિંદા જીવનમાં સમાવેશ કરી અને પરંપરાગત પદ્ધતિથી હળદરનો ઉપયોગ કરી ને એનો પૂરો ફાયદો ઉઠાવીએ.

સંકલન – યુગ જાદવ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ