સરકાર બજેટમાં મોટી-મોટી રકમની જે જાહેરાત કરે છે એ રકમ ક્યાંથી આવે છે, જાણો તમે પણ

કોરોના કાળ બાદ સામાન્ય બજેટ રજૂ થઇ રહ્યું છે ત્યારે બજેટથી લોકોને આશા હોય તે સ્વાભાવિક છે. 1 ફેબ્રુઆરીએ 2021ના રોજ સામાન્ય બજેટ રજૂ થઇ રહ્યું છે. આ બજેટમાં જુદા જુદા સેક્ટર માટે જુદી જુદી જાહેરાત રહેશે. જેના પર એક નિશ્ચિત ધનરાશિ નક્કી કરવામાં આવી શકે છે.આ સિવાય વિભિન્ન મંત્રાલયો અને વિભાગો માટે પણ બજેટમાં રકમ ફળવાય છે. જે રકમ યોજનાઓ અને જુદા જુદા ખર્ચ માટે વપરાય છે. નાણાકિય વર્ષ 2020-21માં સ્વીકૃત બજેટ 30 લાખ કરોડ રૂપિયાનું હતું. તો સામાન્ય લોકોને એ સવાલ થાય છે કે, સરકાર જે બજેટમાં મોટી મોટી રકમની જાહેરાત કરે છે. એ રકમ ક્યાંથી આવે છે. તો જાણીએ સરકાર પાસે આવકનું માધ્યમ શું શું છે. ભારતની સંસદમાં બજેટ 2021ની રજૂઆત થઈ રહી છે.

image source

દેશના નાંણા પ્રધાન નિર્મલા સિતારમણ કોરોના પછીનું પહેલું બજેટ રજૂ કરી રહ્યા છે. આ એક એવો સમય છે. જ્યારે દેશમાં જીડીપી સતત બે વખત નીચે રહી છે. જો કે વૈશ્વિક અર્થતંત્રમાં પણ આવું થયું છે. ત્યારે વર્ષ 2021 એક ઐતિહાસીક વર્ષ તરીકે રજૂ થઈ રહ્યું છે. જેને લઈ તમામ લોકોની નજર તેના પર છે. મુશ્કેલીના સમયમાં પણ મોદી સરકારનો લક્ષ્ય ખેડૂતોની આવક વધારવાનો છે. 1 ફેબ્રુઆરી 2021ને દેશનું સામાન્ય બજેટ રજૂ થવાનું છે. નાણાકીય વર્ષ 2020-21માં સ્વીકૃત બજેટ 30 લાખ કરોડ રુપિયાનું હતુ. સામાન્ય લોકોના મનમાં સવાલ હોય છે કે સરકાર બજેટમાં જે મોટા મોટા એલાન કરે છે તેના માટે પૈસા ક્યાંથી આવે છે.

image source

સરકારની આવકનો સોર્સ શું છે. દરેકને બજેટમાં આશા છે. કોઈને ટેક્સ છૂટની આશા છે તો કોઈ અન્ય રીતે મદદની આશા કરે છે. હકિકતમાં સૌથી વધારે ઉધાર અને અન્ય જવાબદારીઓમાંથી ફંડ આવે છે. એ બાદ જીએસટી અને અન્ય ટેક્સમાંથી પૈસા મળે છે.
ઉદાહરણ તરીકે એક રુપિયાની આવકમાં મુખ્ય રીતે સરકારની પાસે આ રસ્તાઓથી પૈસા આવે છે.

image soucre

ઉધાર અને જવાબદારીઓ- 20 પૈસા

નિગમ ટેક્સ- 18 પૈસા

ઈનકમ ટૈક્સ- 17 પૈસા

સીમા ફી -4 પૈસા

image source

કેન્દ્રીય ઉત્પાદન ફી- 7 પૈસા

જીએસટી તથા અન્ય ટેક્સ- 18 પૈસા

વિભિન્ન રાજસ્વમાંથી ટેક્સ – 10 પૈસા

લોનમાંથી ઈત્તર કેપિટલ ઈનકમ – 6 પૈસા (કુલ 1 રુપિયાનો હિસાબ કિતાબ છે.)

image soucre

હવે આ રકમને સરકાર બજેટના લોકકલ્યાણ યોજનાઓથી લઈને બીજા મદોં પર ખર્ચ કરે છે. અર્થશાસ્ત્રીઓની મદદથી એક રુપ રેખા તૈયાર કરવામાં આવે છે. કોઈ સેક્ટર અને કોઈ મંત્રાલયને કેટલા ફંડની જરુર છે. આવો જાણીએ સરકાર જમા રાશિ ક્યાં ક્યાં ખર્ચ કરે છે.

વ્યાજની ચૂકવણી- 18 પૈસા

કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ- 13 પૈસા

નાણા આયોગ અને અન્ય અંતરણ- 10 પૈસા

ટેક્સ અને ફીમાં રાજ્યોનો ભાગ- 20 પૈસા

image source

કેન્દ્રીય પ્રાયોગિક યોજનાઓ- 9 પૈસા

આર્થિક સહાયતા – 6 પૈસા

રક્ષા – 8 પૈસા

પેન્શન- 6 પૈસા

અન્ય વ્યય -10 પૈસા (કુલ 1 રુપિયાની આવકનો હિસાબ છે.)

image source

જો કે ખુદ નાણામંત્રી નિર્મલા સીતારમણ કહી ચૂક્યા છે કે કોરોના મહામારીના કારણે આ વખતે ગત 100 વર્ષના બજેટની સરખામણીએ બિલકુલ અલગ રહેશે. એટલા માટે બજેટમાં આવક અને ખર્ચના સોર્સમાં ફેરફાર થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ