સ્માર્ટફોનના ઉપયોગને લઈને વૈજ્ઞાનિકોએ આપી મોટી ચેતવણી, રોજ 17 મિનિટ યૂઝ કરવાથી થાય છે આ બીમારી

અમેરિકી વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ કેન્સરનું કારણ બને છે. જો તમે 10 વર્ષ સુધી સતત રોજ 17 મિનિટ સુધી મોબાઈલનો ઉપયોગ કરો છો તો તમને કેન્સરની ગાંઠ થવાનો ખતરો 60 ટકા સુધી વધે છે. આ સાથે જ આ દાવો મોબાઈલ ફોન અને વ્યક્તિની હેલ્થ સાથે જોડાયેલા 46 પ્રકારના રિસર્ચના વિશ્લેષણ બાદ કરાયો છે. રિસર્ચ કરનારી કેલિફોર્નિયા યુનિવર્સિટીના શોધકર્તાનું કહેવું છે કે મોબાઈલ સિગ્નલથી નીકળતા રેડિએશન શરીરમાં સ્ટ્રેસ પ્રોટીનને વધારે છે જે ડીએનએ ડેમેજ કરે છે. અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન આ વાતને નકારી રહ્યું છે કે મોબાઈલ ફોનમાંથી નીકળનારા રેડિયો ફ્રીકવન્સીથી હેલ્થને વધારે ખતરો રહે છે.

image source

કેલિફોર્નિયા યૂનિવર્સિટીના શોધકર્તાએ અમેરિકા, સ્વીડન, બ્રિટન, જાપાન, સાઉથ કોરિયા અને ન્યૂઝીલેન્ડમાં થયેલા રિસર્ચના આધારે દાવો કર્યો છે. રિસર્ચ કહે છે કે દુનિયામાં મોબાઈલ ફોનના યૂઝર્સ વધી રહ્યા છે. 2011 સુધી 87 ટકા ઘરમાં એક મોબાઈલ ફોન હતો. 2020માં આ આંક 95 ટકા થયો છે. શોધકર્તા જોએલ મોસ્કોવિટ્સ કહે છે કે લોકોને મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેને પોતાના શરીરથી દૂર રાખવો અને શક્ય હોય તો લેન્ડલાઈનનો ઉપયોગ કરવો. ફોનના વધારે ઉપયોગ અને કેન્સરનું કનેક્શન પહેલાથી વિવાદમાં છે. આ એક સેન્સિટિવ પોલિટિકલ વિષય પણ છે.

image source

મોસ્કોવિટ્સ કહે છે કે વાયરલેસ ડિવાઈસ રેડિએશન એનર્જીને વધારે એક્ટિવ બનાવે છે. આવું થાય તો કોશિકાઓને કામ કરવામાં મુશ્કેલી આવે છે. પરિણામ એ આવે છે કે શરીરમાં સ્ટ્રેસ પ્રોટીન અને ફ્રી રેડિક્લસ બનતા રહે છે. તેનાથી ડીએનએ પણ ડેમેજ થઈ શકે છે. કેટલાક કિસ્સામાં વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. રેડિયો ફ્રીકવન્સી રેડિએશનની હેલ્થ પર શું અસર થાય છે તેના પર વધારે રિસર્ચ થયા નથી કેમકે અમેરિકાની સરકારે 1990માં રિસર્ચને માટે આપનારા ફંડિંગ પર રોક લગાવી દીધી હતી.

image source

2018માં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એનવાયર્નમેન્ટ હેલ્થ સાઈન્સના રિસર્ચમાં સબૂત મળ્યા હતા. જે કહે છે કે મોબાઈલ ફોનના રેડિએશનથી કેન્સર થઈ શકે છે. તેનાથી એફડીએને એમ કહેતા નકાર્યું છે કે તેને માણસો પર એપ્લાય કરી શકાતું નથી, શોધકર્તાની ટીમે એક રિસર્ચ સાઉથ કોરિયા નેશનલ કેન્સર સેન્ટર અને સિયોલ નેશનલ યુનિવર્સિટીની સાથે મળીને કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong