ફક્ત 29 રૂપિયા રોજ બચાવો અને મેળવો 3 લાખથી પણ વધારે રૂપિયા, જાણો LICની કઈ સ્કીમ મહિલાઓને આપે છે ફાયદો

મહિલાઓને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માટે LIC એક ખાસ સ્કીમ લાવી છે. આ યોજનામાં મહિલાઓ નાની બચત કરીને મોટી રકમ થોડા સમયમાં જ મેળવી શકે છે. તો જાણો શું છે ખાસ સ્કીમ અને કેવી રીતે મળી શકે છે તેનો લાભ તે પણ.

image source

LICની આ પોલિસીનું નામ છે આઘારશિલા. આ નામથી એક પ્લાન મહિલાઓ લઈ શકે છે. તેના આધારે 8-55 વર્ષ સુધીની મહિલાઓ રોકાણ કરી શકે છે. સ્કીમની ખાસ વાત એ છે કે તેમાં નાની રકમથી રોકાણ કરીને મોટી અમાઉન્ટ મેળવી શકાય છે. તમે રોજ 29રૂપિયા બચાવીને લગભગ 3.97 લાખ રૂપિયા સુધી મેળવી શકો છો. LICની આ પોલિસી સુરક્ષાની સાથે સારા કવરેજમાં પણ મદદ કરે છે. તેમાં મેચ્યોરિટી પર વીમાધારકને નક્કી રાશિ આપવામાં આવે છે. જો વ્યક્તિનું મોત મેચ્યોરિટી સમય પહેલા થાય છે કો સાથે જ પરિવારને નાણાંકીય મદદ પણ આપવામાં આવે છે. તેમાં ન્યૂનતમ વીમા રાશિ 75000 અને વધારેમાં વધારે 3લાખ રૂપિયાની આપવામાં આવે છે. આ પોલિસીનો મેચ્યોરિટી સમય 10-20 વર્ષ માટેનો હોય છે.

જાણો શું છે યોજનાનો હેતુ

image source

LICની આધારશિલા એક એવી પોલિસી છે જે ખાસ કરીને મહિલાઓને માટે બનાવવામાં આવી છે. આ પોલિસી એ મહિલાઓ માટે તૈયાર કરાઈ છે જેની પાસે યૂઆઈડીએઆઈનું જાહેર કરેલુ આધાર કાર્ડ હોય છે. આ LICનો એક ગેરેન્ટેડ એન્ડોનમેન્ટ પ્લાન છે. તેમા તમને બોનસની સુવિધાનો લાભ મળે છે. આ યોજનામાં તમને એક જ સમયે સુરક્ષાની સાથે બચતનો પણ લાભ મળી શકે છે. તેમાં રોકાણ માટે LICની બ્રાન્ચ કે એજન્ટનો સંપર્ક કરી શકાય છે.

મેચ્યોરિટી પર મળી શકે છે લાખો રૂપિયા

image source

જો કોઈ મહિલા 21 વર્ષી ઉંમરે પોલિસી લે છે તો તેમાં 20 વર્ષ સુધી રોજના 29 રૂપિયા જમા કરાવવાના રહે છે તો પહેલા આ પ્રીમિયમ 4.5 ટકા ટેક્સની સાથે 10958 રૂપિયા બને છે. આ પછીનું પ્રીમિયમ 2.25 ટકાની સાથે 10723 રૂપિયા બનશે. એવામાં કુલ 214696 રૂપિયા જમા કરવાના રહેશે. તમે પ્રીમિયમ માસિક, ત્રિમાસિક કે છમાસિક જમા કરાવી શકો છો. 20 વર્ષ સુધી મેચ્યોરિટી પર તમને 3.97 લાખ રૂપિયા મળી શકે છે.

15 દિવસમાં કેન્સલ પણ કરાવી શકાય છે પોલિસી

image soucre

જો પોલિસી લીધા બાદ તમે તેને કેન્સલ કરાવવા ઈચ્છો છો તો તમે પોલિસી લીધા તારીખથી 15 દિવસમાં જ તેને કેન્સલ કરાવી શકો છો.

image soucre

તો હવે જે મહિલાઓ જાતે જ પોતાની બચત ભેગી કરવા ઈચ્છે છે તેઓ આ નાની રકમથી LICની પોલિસીમાં રોકાણ કરી શકે છે અને લાભ સરલતાથી લઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong